SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રી સિદ્ધચક્ર તા. ૭-૧૧-૩૪ જ જોઇએ, અને તે જ દૃષ્ટિએ માતાપિતાએ આપણી અપેક્ષાએ આપણને જન્મ નહિ આપેલો છતાં, આપણા શેઠે પોતાના ધંધાની અનુકૂળતાએ જ આપણને નોકર રાખેલા હોય છતાં, અંતમાં પંચમહાવ્રતધારક, સંસારસમુદ્રથી પાર ઉતરેલા શ્રમણ ભગવંતો પણ પોતાના આત્માના ઉદ્ધારને લક્ષમાં રાખી આપણને જગત હિતકારી ધર્મનો ઉપદેશ આપે છે તેમાં પણ આપણે તે માતાપિતા, શેઠ ગુરુમહારાજની થયેલ સ્વાર્થસિદ્ધિને નહિ જોતાં કેવળ આપણા આત્માને તેનાથી થયેલા લાભની દૃષ્ટિ રાખી તેઓને મહોપકારી ગણી કૃતજ્ઞતાવાળા માનીએ છીએ, તો પછી જે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે આપણા ઉદ્ધારને માટે પહેલાના મનુષ્યભવમાં લાખ વરસ સુધી માસખમણની તપસ્યા કરી, પરમ વિશુદ્ધ ચારિત્ર પાળી, કાયાની દરકાર નહિ કરતાં કેવળ આપણી દરકાર રાખી, તીર્થકર નામગોત્રનો બંધ કર્યો, એટલું જ નહિ પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજના ભવમાં પણ જ્ઞાનાવરણીય આદિ સમસ્ત ધાતિકર્મોનો ક્ષય કરી, સાડા બાર વર્ષ જેવા લાંબા કાળ સુધી કરેલી તીવ્રતમ તપસ્યાના કેવળજ્ઞાનરૂપી ફળને પ્રાપ્ત કરી કૃતાર્થ થયા છતાં ફક્ત આપણા ઉપકારને માટે જ જગતને તારનાર શાસનની સ્થાપના કરી, તો તેવા ત્રિલોકનાથ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર મહારાજનો ઉપકાર દેવ, ગુરુ, ધર્મના સ્વરૂપને જાણવાવાળો, સમ્યગ્રજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્મચારિત્રની સુધાસરિતામાં સ્નાન કરનારો અને અવ્યાબાધ, અનંત, અદ્વિતીય, અચલપદના અનંત સુખોને સ્વાધીન કરવા સજ્જ થયેલો સત્ત્વ એક ક્ષણ પણ તે ત્રિલોકનાથ તીર્થકરના માત્ર જગતના તારણને માટે તીર્થપ્રર્વતના થયેલા પ્રયત્નના ઉપકારને ભૂલી શકે કેમ ? ઉપરની હકીકત વિચારતાં આપણી ઉપર તેઓનો થયેલો અનહદ ઉપકાર પ્રતિક્ષણ યાદ કરવાલાયક છે એમ જ્યારે ચોક્કસ થાય છે તો પછી તે ઉપકારના બદલા તરીકે આપણે શું કરી શકીએ તેમ છીએ તે વિચારવું ઓછું અગત્યનું નથી. શાસનને અનુસરનારા દરેક સજ્જનો એટલું તો ચોક્કસ સમજી શકે છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા વર્તમાનમાં સમગ્ર કર્મનો ક્ષય કરી શાશ્વત સિદ્ધિપદને વિષે સિધાવેલા છે અને તેથી તેમના આત્માને આપણે કોઈપણ રીતે કંઈપણ ઉપકાર કરી શકીએ તેમ નથી, પણ જગત જંતુમાત્રને પરમ પવિત્ર પંથે પ્રયાણ કરાવવામાં તત્પર એવા પરમેશ્વર પ્રવચનનો લેવડદેવડનો સિદ્ધાંત નથી, અર્થાત્ ઉપકાર કરનારને જો આપણે ઉપકાર કરીએ તો જ આપણે ઉપકારનો બદલો વાળ્યો ગણાય એમ નથી, પણ તેઓશ્રીએ આપણને જેવી રીતે માર્ગપ્રદાનનો ઉપકાર કર્યો છે તેવી રીતે અન્ય જીવો કે જેઓ જડવાદના જમાનામાં જકડાઈને જીવની જાહોજલાલી ઝાટકી નાખી પુદગલના પરમાધમ પ્રવાહમાં તણાયેલા હોય તેવાઓને પરમોપકારી પરમેશ્વરના પ્રવચનના પરમ પીયૂષ સમાન પારમાર્થિક તત્ત્વનું પાન કરાવી પરપદને જ પરમ સાધ્ય તરીકે ગણવાવાળા કરીએ તો તે ઉપકારનો બદલો ગણી શકાય છે. ઉપકારી પુરુષના ઉપકારને અંગે જેઓને મોક્ષગતિ પામવાનો નિર્ધાર ન છતાં અન્યગતિમાં જવાનો નિર્ધાર હોય છે તેવા પણ ઉપકારી પુરુષના મરણદિવસને દરેક કૃતજ્ઞા મનુષ્ય તેના ઉપકારને અંગે દેવ, ગુરુની ભક્તિ અને ધર્મઆરાધન કરવા તત્પર થાય છે તો પછી અન્ય કોઈપણ જીવ ન કરી શકે તેવા અતિશય ઉપકારના પ્રવાહને વહેવડાવનારા અને અવ્યાબાધ પદની પ્રાપ્તિ કરી જન્મ, જરા, મરણના બંધને છેદનારા, સિદ્ધ, બુદ્ધ મુક્ત, પરિનિવૃત્ત અને સર્વદુઃખોનો નાશ કર્યો છે જેમણે એવા આસન્નઉપકારી, તીર્થપ્રવર્તક ભગવાન મહાવીર મહારાજના મોક્ષકલ્યાણકને દિવસે દેવ,
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy