________________
૨૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪.
ભેદનું અત્યંત ઉપયોગીપણું બતાવતાં ત્રિલોકનાથ તીર્થકરની કે તેમના પ્રતિમાજીની સ્નાનાદિક સાધનોથી કરાતી પૂજા જે શાસ્ત્રકારોએ દ્રવ્યપૂજા તરીકે જણાવી છે અને લોકો પણ તેને દ્રવ્યપૂજા તરીકે ગણે છે, પણ ભગવાન્ હરિભદ્રસૂરિજી વિગેરેના ફરમાવવા મુજબ સર્વવિરતિની અભિલાષાથી કરાતી પૂજાને તો ભાવપૂજાના કારણવાળી દ્રવ્યપૂજા કહી શકાય, અને તે સર્વવિરતિની અભિલાષા વગરની પૂજાને તો દ્રવ્યશબ્દનો અપ્રધાન અર્થ કરીને દ્રવ્યપૂજા એટલે અપ્રધાન પૂજા કહી શકાય. આ રીતે સર્વવિરતિની અભિલાષાએ પણ કરાતી દ્રવ્યપૂજા પણ કારણ તરીકેની દ્રવ્યપૂજા ત્યારે જ કહી શકાય કે જ્યારે ભગવાનની પૂજા કરતી વખતે ત્રિલોકસ્વામી તીર્થકર મહારાજના અનુપકૃત (કોઈના ઉપકાર તળે નહિ દબાવું) પણા આદિ ગુણોને બરોબર લક્ષમાં લે, અને આ જ કારણથી અનુપકૃતપણા પછી પરહિતરત (સકળ જગતજીવના હિતમાં તત્પર) પણું બરોબર લક્ષમાં લેવામાં આવે. આ પરહિતરતપણાને અંગે વર્તમાન શાસનના વિધાતા ભગવાન મહાવીર મહારાજનું પરાર્થકારિપણું વિચારતાં તેમના પહેલા નયસારના ભવમાં તલાટીપણું છતાં લાકડાં કાપવા જંગલમાં જવું એ બેની સંગતિ પૂર્વે વિચારેલી છે. લાકડાં માટે જંગલમાં પ્રયાણ.
પૂર્વે જણાવ્યા પ્રમાણે ભગવાન મહાવીર મહારાજનો જીવ જે નયસાર તે તલાટીની પદવીમાં છતાં પણ ન્યાયને પ્રાણ સમાન ગણનાર હોવાથી તેમજ સ્વમહેનતથી મળવાવાળી ચીજને માટે પૈસાનો વ્યય કરી નોકરીને ભારે નહિ કરનાર હોવાથી જગતમાં બેકારીની બૂમોનું કારણ તે બનતો ન હતો, અને તેથી બાળવાના લાકડાં પણ મૂલ્યથી કે બળાત્કારથી લેવાનું તેણે પસંદ કર્યું ન હતું, એટલું જ નહિ પણ ઉનાળાના સખત તાપની વખતે પણ લાકડાં કાપવા જતાં કોઈ પણ અન્ય મનુષ્યને બળાત્કારથી કે વેઠથી જોડે લીધા નથી. કેટલીક વખતે ન્યાયનો ડોળ કરનારા અધિકારીઓ ન્યાયનો ડોળ કરવાની ખાતર જ કેટલાંક કાર્યો પોતાને હાથે કરે છે, પણ તેમાં બીજા લોકોને એટલા બધા સંડોવે છે કે તે સરકારી ઈતર નોકરોને વેઠ કરતાં પણ તે સંડોવાવું ભારે થઈ પડે, પણ આ નયસાર તેવા ડોળઘાલુ અધિકારીઓની માફક પોતે પોતાની જોડે કોઈપણ ઇતર રાજકીય નોકર કે પ્રજાજનને તે લાકડાં કાપવાના કાર્યમાં જોડે સંડોવ્યો નથી, પણ તે નયસાર એકાકીજ ઉનાળા સરખા સખત ગરમીના દિવસોમાં એકાકી જંગલમાં લાકડાં કાપવા નીકળી પડ્યો છે. જો કે આ નયસારના ભાગ્યમાં તેવી અનુકૂળતા થવાની ભવિતવ્યતા જ છે, અને તેથી જ કોઈને જોડે લીધો નથી, પણ તે ભવિતવ્યતાની જડ આ જન્મની ન્યાયવૃત્તિને જ આભારી છે, અને તેથી જ આગળ જણાવવામાં આવશે તેમ સાધુ મહાત્માઓને પ્રતિલાભવાનો તેમજ જે સાર્થથી તે મહાત્માઓ છૂટા પડી ગયા હતા તે સાર્થમાં તે મહાત્માઓને મેળવવાનો સ્વયં પ્રયાસ કરવાનો વખત આવ્યો. એટલું તો સહેજે