SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સમાલોચના. (નોંધઃ-દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલા પ્રશ્નો અને (અન્ય) આક્ષેપોનાં સમાધાનો અને અપાય છે.) ૧ મુહપત્તિ ચર્ચાસારમાં પંચવસ્તુની રૂથરોવિ એ ગાથા અને તેની ટીકા આપીને તેના તાત્પર્ય તથા ભાવાર્થમાં મુખ બાંધવાનું જણાવેલું હોવાથી સત્યતા માટે વિધિવૃદૌતથા મુક્વવસ્ત્રિયા સ્થતિમુવમેન: એ પાઠ અર્થ સાથે જણાવી મુખ્યબંધનનો અર્થ ખોટો છે એમ જણાવાયું છે. (એમાં માત્ર લીટી હાથપગ વગરની કહેવું તે ઉપયોગી વસ્તુને નહિ સમજનારનું કાર્ય છે.) ૨ મુહપત્તિ ચર્ચાસાર બહાર પાડીને જો વાસ્તવિક નિર્ણય કરવો હતો તો નગરશેઠની પાસે વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવાના વિષયને કેમ બાદ કરાવ્યો? તથા સંમેલનમાં એક વિદ્વાન મુનિએ તમને તે ચર્ચા કરવાનું કહ્યું હતું છતાં કેમ ખસી ગયા? હજી પણ પ્રતિજ્ઞા કરી, મધ્યસ્થોના નામ આપી જાહેર કરશો તો બીજાઓ તૈયાર જ છે. (ચર્ચાસારની માફક ખોટા પાઠો અને અર્થો ન આપતાં વ્યાખ્યાનની વખતે મુહપત્તિ બાંધવાના વિધાનનો પાઠ અપાય તો તે તે પક્ષને શોભાવાળું છે. કાજો કાઢવા વિગેરેમાં કાન વિંધ્યાનો પાઠ હોય તો પણ લેખકે આપવો જોઈએ કારણ કે ત્યાં તો ગરદને ગાંઠ વાળવાની વાત છે.) (મુંબઈ સમાચાર તા. ૨૭-૧૦-૩૪) રજા દેનાર સ્ત્રીઓને સૌભાગ્ય સૂચવનાર વેષ ઉતારવાની જરૂર કોઈ પ્રજ્ઞાપને કે જિજ્ઞાસાવાળાએ તો જણાવી નથી, પણ તૃપ્તિકારકને તેવો રસ્તો લેવા માટે ફતવો બહાર પાડવાનું મન થયું હોય તો તે જાણે હકને માટે પણ તેમજ (પૂર્વકાલ અને વર્તમાનમાં સંસારમાં રહેનારા તો રજા આપે કે ન આપે તો પણ દીક્ષિત થનારની મમતાવાળા હોય જ છે, અને તેથી સધવાઓ પોતાના સૌભાગ્યના વેષો રાખતી હતી અને રાખે છે.) ૨ શ્રી જિનેશ્વર મહારાજ, જંબૂસ્વામીજી, શäભવસૂરિજી વિગેરેએ બાલ, વૃદ્ધ વિગેરેને આપેલી દીક્ષા શ્રીનિશીથભાષ્ય ૧૦ મો ઉ. ગાથા ૨૫૯, ૨૬૦, ૨૮૦, ૨૮૧, ૪૫૬ વિગેરે અને શ્રીપંચકલ્પભાષ્યમાં ગાથા ૨૩૩-૨૩૬, ૨૬૫-૨૬૮, પ૩૮-૫૪૩ વિગેરેમાં દ્વિતીયપદે એટલે અપવાદપદે ગણાવેલી છે તેવી રીતે મનકની દીક્ષાને શિષ્યનિષ્ફટિકા ગણાવી હોય તો પાઠ આપવો. છતાં જેને શિષ્યનિષ્ફટિકાનો દોષ ન માનવો હોય તેણે ખુલાસે શાસ્ત્રનો પાઠ આપવો જોઈએ. (જૈનપ્રવચન વર્ષ ૬ અંક ૨૦ મો) સુધારાની ઉણપ. દર્શનમોહક્ષપક કરતાં અસંખ્યાતગુણી નિર્જરાવાળો જે ઉપશમક લીધો છે તે અઠ્ઠાવીસે પણ પ્રકૃતિનો ઉપશામક છે એમ તત્ત્વાર્થ બંને ટીકાકારો ચોખ્ખું કહે છે. (સમક્તિ પામતાનું લખાણ તો તેમાં પણ સુધર્યું નથી.) (જૈન પ્રવચન વર્ષ ૬, અંક ૨૦મો)
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy