SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદમય શ્રી સિદ્ધચક્રના આરાધનામાં સમષ્ટિવાદ. જૈન જનતામાં શ્રીસિદ્ધચક્ર અને શ્રીનવપદની આરાધનાની હકીકત અજાણી નથી, પણ તેના તત્ત્વ તરફ દૃષ્ટિ કરનારાઓએ નીચેની વાત જરૂર ખ્યાલમાં લેવી જોઈએ. અતીત, અનાગત અને વર્તમાનની, પાંચ ભરત અને પાંચ ઐરાવતની ત્રીસ ચોવીસીમાં કે મહાવિદેહના અતીત, અનાગત કે વર્તમાન વીસ વીસ વિહરમાનોમાં કોઈપણ અરિહંત નામના તીર્થકર થયા નથી કે જેઓશ્રીને ઉદેશીને શ્રીસિદ્ધચક્ર કે શ્રીનવપદમાં આદ્યપદ અરિહંત તરીકે આરાધવામાં આવતું હોય એટલે કે અરિહંતપદની આરાધના કોઈપણ વ્યક્તિને અંગે નહિ પણ સમગ્ર ક્ષેત્ર અને સમગ્ર કાળના સમગ્ર તીર્થકરોની આરાધનાને માટે જ તેમના અહંતપણાના ગુણને અનુસરીને સકળ કાળના, સકળ ક્ષેત્રના, સકળ અરિહંતોમાં રહેલું બાર ગુણસહિતપણારૂપ અહતપણું મુખ્ય ગણીને જ અરિહંતપદની આરાધ્યતા ગણવામાં આવેલી છે. આ જ મુદાથી કલિકાલસર્વજ્ઞ ભગવાન્ હેમચંદ્રસૂરીશ્વરજી, ભગવાનું ઋષભદેવજી વિગેરે ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવા પહેલાં, સકળ અરિહંતોની પ્રતિષ્ઠાના આધાર તરીકે મોક્ષલક્ષમીના અધિષ્ઠાન તરીકે અને સ્વર્ગ, મૃત્યુ તથા પાતાળલોકમાં અદ્વિતીય સામર્થ્યવાન તરીકે અહંતપણું ગણીને તેનાજ ધ્યાનમાં લીન થવાનું કરે છે અને કહે છે અને સાથે તે જ અહંતોના નામ (ઋષભદેવજી વિગેરે) આકાર, દ્રવ્ય તથા ભાવે કરીને ત્રણે જગતના જીવોને પાવન કરનાર તરીકે તે અહંતપદને ધારણ કરનારા સર્વક્ષેત્રે અને સર્વકાળના તીર્થકરોન સેવનાને કર્તવ્ય તરીકે ગણાવતાં પોતે સેવા કરે છે અને કરવાનું કહે છે. * આવી જ રીતે સકળ ક્ષેત્રના, સકળ કાળના, સકળ તીર્થકરરૂપી વ્યક્તિઓની સ્તુતિ કરતાં ઇંદ્ર મહારાજા પણ શકસ્તવમાં અરિહંતપદને જ આગળ કરે છે, અને સૂત્રકારો જિનેશ્વરદેવોની કોઈક વખતે કરાતી સંક્રમણાને પણ અરિહંત ભગવાનની સંક્રમણા તરીકે વખાણે છે. મૂળ સૂત્રોમાં પ્રવચન શબ્દના વિશેષણ તરીકે અહંતપદનો ઘણે સ્થાને ઉપયોગ થયેલો જોવામાં આવે છે. પ્રવચનને જિન શબ્દ વિશેષણ તરીકે પૂર્વકાળમાં ઓછો વાપર્યો હોય અગર ન વાપર્યો હોય તો તે પાછળથી વધારે વપરાયેલો હોવાનું કારણ કુદેવ અને દેવપણાના વિભાગની જાહેરાતને જ વધારે આભારી છે. આ ઉપરથી આપણે સ્પષ્ટ સમજી શકીએ તેમ છે કે આરાધના માટે કરાયેલી અરિહંતપદની યોજના કોઈપણ અમુક કાળ, કોઈપણ અમુક ક્ષેત્ર કે કોઈપણ અમુક વ્યક્તિને ઉદેશીને નહિ હોવા સાથે અનાદિ-અનંતકાળના સર્વ તીર્થકરોને આરાધવા માટે જ ગુણમુખ્યતાને જ જણાવનારો સમષ્ટિવાદનો જ અરિહંત એ પદપ્રયોગ છે. આવી રીતે ક્ષેત્ર, કાળ કે વ્યક્તિની ગૌણતા કરી કેવળ ગુણની મુખ્યતા કરી સમષ્ટિવાદને સમર્થક એવા પદની આરાધના માટે કોઈપણ જગતમાં ભાગ્યશાળી બની હોય તો તે કેવળ આ આહત્ દર્શન જ છે. અન્ય દર્શનોમાં દેવ તરીકે કરાતી આરાધના એક ક્ષેત્રમાં એક કાળના, કોઈ એક મનુષ્યના નામને જ (જુઓ ટાઈટલ પાનું બીજું)
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy