SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ( ટાઈટલ પાન ૪નું અનુસંધાન) પ્રશ્ન ૭૫૧- શાસ્ત્રના પુરાવા છતાં અનુકરણીયતાનો નિષેધ જ પકડી રાખે તેનું શું ? સમાધાન - કદાગ્રહને વશ થયેલો મનુષ્ય સેંકડો વખત શાસ્ત્રના પુરાવા સાથે મોક્ષાર્થ અનુષ્ઠાન અનુકરણીય છે, એમ જણાવાયા છતાં અન્યાન્ય વાતોને નામે અનુકરણીયતાનો નિષેધ કરેજ જાય તેને શું કહેવું ? પ્રશ્ન ૭૫૨- કોઈ પણ માસિકલ્પાદિ વિહારોની માફક આગમ નામનો વિહાર છે ? સમાધાન - આગમ નામનો વ્યવહાર શાસ્ત્રમાં સ્થાને સ્થાને હોવા છતાં આગમ વ્યવહારથી વિહાર કરનારને મધ્યમપદલોપથી આગમ વિહારિ શબ્દ ભ્રમણમાં વાપરેલો છતાં ન સમજે તેનો ઉપાય શો? પ્રશ્ન ૭પ૩- નહિ પડવાના નિશ્ચયપૂર્વક જ અમે વ્રતાદિ દઈએ છીએ એમ કહેવાય ખરું ? સમાધાન - તથાવિધ જ્ઞાન વિનાના મનુષ્યો નહિ પડવાના નિશ્ચયથી જ અમે વતદાન આદિ કરીએ છીએ એમ જણાવવા બહાર પડે તે સાહસ! પ્રશ્ન ૭૫૪- જૈનશાસ્ત્રોમાં મુહૂર્તાદિક જોવાનાં કહ્યાં છે તે પૌષ અને અષાઢ સિવાયના માસની વૃદ્ધિ માનનારા ટીપણાં કે બીજાંથી ? સમાધાન - લૌકિક ટીપણાને શાસ્ત્રાનુકૂલ માનવાના આગ્રહની મુબારકબાદી ન લેવી. કોઈપણ કાર્યમાં મુહૂર્તાદિક જોવાની જરૂર જ નથી, એમ કલ્પનારને ધન્ય છે. પ્રશ્ન ૭૫૫- ભગવાન મહાવીર મહારાજે કરેલા ગર્ભવાળા અભિગ્રહમાં અવધિજ્ઞાનના ઉપયોગને કારણ માનવું કે નહિ? સમાધાન - માતાપિતાના અત્યંત સ્નેહને અવધિજ્ઞાનથી જાણ્યો છે તેથી તે રૂપે કારણ ગણવું અને મારી દીક્ષા ક્યારે થશે, માતાપિતા કાલ ક્યારે કરશે એ વિગેરે સંબંધી ઉપયોગ નથી હેલ્યો તેથી તે બાબત અવધિનો ઉપયોગ કર્યો નથી એમ સમજવું. પ્રશ્ન ૭૫૬- લઘુવંદનસૂત્ર કેટલું પ્રાચીન છે અને તેમાં “જાવણિજ્જાએ' (થાપનીયા) પદનો અર્થ શો? વંદનઆવશ્યકમાં ગુરુ સંક્ષેપથી કરવા ત્યારે મOિUT વંદામિનું વંદન કરાય ને તેથી લઘુવંદન બને, રૂંછામિ થી પ્રશ્ન છે અને મન્થા વંદાપિ વંદન છે માટે વંદનાવશ્યકની માફક સર્વ તીર્થે એ હોય, ને કાબુમાં રાખેલ ઈદ્રિય અને મનની પ્રવૃત્તિથી એવો અર્થ નાવળિજ્ઞાનો કરાય છે. પ્રશ્ન ૭૫૭- દરેક આજ્ઞા માગીને કરાતા કાર્યોમાં આદેશ મળ્યા પછી માગનાર પાછો ડું કહે છે તેનું તત્ત્વ શું? (જુઓ ટાઈટલ પાના બીજા પર) સમાધન -
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy