SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ શ્રી સિદ્ધચક્ર તા. ૨૨-૧૦-૩૪ પ્રત્યપઃિ પરબ્રન્યાં, તત્વમિનાન્તિ છે એમ ત્રિષષ્ટીય મહાવીર ચરિત્ર તથા ભવVIm પીવે, નિરવM ને પત્રHો એવો શ્રી મહાવીર ચરિત્રનો તથા પવિતાપિન્મ તળ તીક્ષા દ્વત્તા એવો શ્રી ઉપદેશમાલાનો સ્પષ્ટ ભગવાને દીક્ષા આપ્યાનો લેખ છતાં શ્રીનંદિષેણજીએ સ્વયં (પોતાની મેળે) દીક્ષા લીધી છે એમ કહે તે સાચું કેમ ગણાય ? દીક્ષા મોક્ષનું સાધન હોવાથી પતિત થનારને પણ આપી છે એવો લેખ પણ શ્રી ગુરુતત્ત્વવિવિશ્ચય પત્ર ૪૨માં સ્પષ્ટ છે. કશોય લાભ થવાનો જ નથી’ એ વાક્ય કોઈ પ્રરૂપકનું નથી તેમ કોઈ જિજ્ઞાસુનું પણ નથી. એ તો તૃપ્તિકારકનું જ છે. ૪ મરીચિ, જમાલિ, નંદિષણ આદિ પતિત થનારાઓને ભગવાન કેવલીઓએ આપેલી દીક્ષા મોક્ષસાધન માટે ન હોય તો શું સંસારવૃદ્ધિ માટે ? એકામિવિહારી થવા સુધી શ્રીનંદિષેણજી ભગવાનની સાથે વિચાર્યા છે એ લેખ સ્પષ્ટ છતાં, તેમની દીક્ષા વખતની તીવ્ર વૈરાગ્યભાવનાને સ્વચ્છંદતા ગણતાં જરૂર વિચારને અવકાશ છે. | (જૈન પ્રવચન, વર્ષ છઠું અંક ૧૭મો) આપેલા તત્ત્વાર્થસૂત્ર, ભાષ્ય ને ટીકાના પાઠમાં કે તેના કરેલા અર્થમાં પણ સમ્યકત્વ પામતી વખતે જીવ સાધુ કરતાં અસંખ્યાતગુણી નિર્જરા નથી કરતો એની ગંધ પણ નથી. એ તો માત્ર તૃપ્તિકારકની તૃષ્ણામાં જ રહી ગઈ છે. અનન્તાનુબંધિક્રોધાદિ ચાર કે દર્શનમોહ સાતનો ક્ષય કે ઉપશમ કરતી વખતે સાધુ કરતાં અસંખ્યાતગુણી નિર્જરા તો તે તૃપ્તિકારકને કબુલ જ છે તો દર્શનમોહના કે અનન્તાનુબંધીના ક્ષય કે ઉપશમની દશા તે સમ્યકત્વ પામવાની દશા નથી ? ને તે દિશામાં વિરત એટલે સાધુ કરતાં અસંખ્યાતગુણી નિર્જરા તમારા પાઠથી જ સિદ્ધ છે, છતાં શું દેખીને શાસ્ત્રના નામે ના પડાઈ છે. દર્શનમોહના ક્ષેપક કરતાં તેના ઉપશમકને અસંખ્યાતગુણી નિર્જરા કહેનારે કયા ચિત્તથી કહ્યું હશે તે તો તે જાણે. શ્રેણિના સાતમા સ્થાને ઉપશમશ્રેણિએ ચઢનાર ઉપશમક લીધો છે ને તે દર્શનમોહક્ષપક કરતાં અસંખ્યાતગુણી નિર્જરાવાળો હોય તે સ્વાભાવિક જ છે. (મોરોપરમી:) એ ભાષ્યની વ્યાખ્યા કરતાં વપરાયેલો મય નો પ્રયોગ મોહને જણાવનાર છે, પણ ભાષ્યનું ધ્યાન ન રાખી દર્શનમોહની સાથે તેને જોડી શાસ્ત્રવિરુદ્ધ અર્થ કરવામાં વૃદ્ધિકારકને સંકોચ ન થયો તે જ આશ્ચર્ય છે. ત્રણે પ્રકારના સમ્યકત્વવાળા તો પહેલે સ્થાને છે પણ તે પામનારા કયે સ્થાને છે તે જણાવવાનું તો તૃપ્તિકારને સૂઝયું નથી. શ્રાવકશબ્દની માત્ર વ્યુત્પત્તિને અંગે કહેલ હકીકત સ્થાન તરીકે લઈ અવિરતિ સમકિતીને પણ બીજા સ્થાનમાં લેતાં તૃપ્તિકારે ગોથું ખાધું છે. , * (જૈનપ્રવચન, વર્ષ છઠું અંક ૧૮ મો.) તાડપત્રોની પ્રતો ટૂંકી થોડી ત્યારે લાંબી ઘણી હોય છે. પાટલી સાથે પાનું રાખે તોપણ લાંબી પાટલી એક હાથે રહે નહિ અને વંચાય પણ નહિ. બાંધનાર પક્ષ વધારે ચર્ચા ન વધારવા માગતો હોય કે સત્યનું સમર્થન કરવા માગતો હોય તો વ્યાખ્યાનની વખતે બાંધવાનો પુરાવો આપે એ જ સારું છે. (જુઓ પાનું ૧૭ મું)
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy