________________
(ટાઈટલ પાનાં ત્રીજાનું અનુસંધાન) સમાધાન - જૈનધર્મમાં કોઈપણ કાર્ય મુખ્યતાએ બલાભિયોગે કરાવવાનાં હોતા નથી પણ
ઈચ્છાકારથી કરવાનાં હોય છે તે મર્યાદાને દરેક આદેશ મળતાં રૂછું કહેવામાં આવે
છે, અર્થાત્ આદેશ મળ્યો તે કરવામાં પણ પોતાની ઈચ્છા જાહેર કરે છે. પ્રશ્ન ૭૫૮ - શ્રીચતુર્વિધ સંઘમાં મુખ્ય અંગ તરીકે સાધુઓ છતાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ
રૂપે શ્રી ચતુર્વિધ સંઘ ગણાય છે તેમાં સાધુસાધ્વીઓ પંચ મહાવ્રત ધારક કે અઢાર હજાર શીલાંગને ધારણ કરનાર જ હોય પણ શ્રાવકશ્રાવિકા એ શ્રી સંઘના પરિવાર રૂપે પણ
ક્યારે ગણાય ? સમાધાન - વ્યવહારથી આત્મકલ્યાણને કરનાર શ્રીજિનવચનને હિતબુદ્ધિથી સાંભળે તે સર્વને
શ્રાવકશ્રાવિકા ગણાય અર્થાત્ દેશવિચિતિ, સમ્યકત્વ કે અપુનબંધકપણાની દશાને
ધારનારો પણ તેવો હોય તો પણ શ્રાવક ગણાય. પ્રશ્ન ૭૫૯ - કોઈક કહે છે કે સમ્યકત્વ પામ્યા પછી પણ બેથી નવપલ્યોપમ મોહસ્થિતિ ખપાવે તો
શ્રાવક કહેવાય એ શું સત્ય છે ? દેશવિરતિની પ્રાપ્તિ માટે નવપલ્યોપમને સમ્યકત્વ પછી ખપાવવા પડે, પણ શ્રાવકપણું તો અપુનબંધકપણું અને પછી સમ્યકત્વ એ બંનેની પ્રાપ્તિથી આવી જ જાય છે. (જુઓ ધર્મસંગ્રહ વિગેરે,) ભરત મહારાજા કૃષ્ણ મહારાજા અને શ્રેણિક મહારાજાઓએ તે નવપલ્યોપમની સ્થિતિ નહોતી ખપાવી તોપણ શાસ્ત્રકારોએ તેઓને શ્રાવકો માન્યા છે.
સમાધાન -
નામ નહિ લખનાર જિજ્ઞાસુને :
તમો પ્રથમ આપેલ દશ ઉત્તરો સમજી શક્યા નથી તો તમો સ્વતંત્ર પ્રશ્નકાર હો તો અન્યત્ર કે અહીં રૂબરૂ ખુલાસો સમજી શકો તેમ છો ?
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.