________________
અષાઢ ચાતુર્માસન પર્વની મહત્તાનાં કારણો)
...
જગતમાં સામાન્ય રીતે સર્વ આર્ય લોકો કાર્તિકી, ફાલ્ગની અને અષાઢી એમ ત્રણ ચોમાસીઓ માટે જ છે, અને જૈન જનતામાં પણ જે શાસ્ત્રો મનાયેલાં છે તેમાં પણ અસલથી એ કાર્તિકી વિગેરે ત્રણ ચોમાસીઓ મનાયેલી છે, છતાં પણ સર્વ આર્ય પ્રજા અને સામાન્ય રીતે જૈનજનતા કાર્તિકથી અને ફાલ્ગનથી જ શરૂ થતા ચોમાસાને ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ તથા જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ ચોમાસાં માને છે છતાં તે કાર્તિક મહિને અને ફાગુન મહિને ચોમાસાં બેઠાં એમ બોલવાનો વ્યવહાર કરતા નથી, પણ અષાઢ મહિનાની ચોમાસીની વખતે વરસાદની શરૂઆત થાય ત્યારેજ સર્વ આર્યલોકો અને સામાન્ય જૈનજનતા ચોમાસું બેઠું એમ વ્યવહાર કરે છે. જો કે ચોમાસા શબ્દના અર્થથી વિચારીએ તો ચાર માસના સમૂહને ચોમાસી કહેવાય અને તેથી કાર્તિક અને ફાલ્ગને પણ ચોમાસું બેઠું એમ કહેવામાં ચોમાસી શબ્દના અર્થની કોઈ પ્રકારે અલના થતી નથી. છતાં અષાઢ મહિને ચોમાસું બેઠું એમ જે વ્યવહાર પ્રવર્તેલો છે. તે ચોમાસી શબ્દના અર્થની અપેક્ષાએ નથી, પણ ત્રણે ચોમાસામાં અષાઢ ચોમાસું જ દુનિયાદારી અને ધાર્મિક દૃષ્ટિએ તત્ત્વરૂપ હોઈ અષાઢ માસમાં જ ચોમાસાનો વ્યવહાર કરવામાં આવે છે, કોઈ પણ જિજ્ઞાસુ કોઈ પણ મુનિ મહારાજ વિગેરેને પ્રશ્ન કરે છે ત્યારે પણ એમજ કહે છે કે – આપ ચોમાસું
ક્યાં કરવાનાં છો? અથવા ગયે વર્ષે કયાં ચોમાસું કર્યું હતું? અને વિનંતિ કરવા તરીકે પણ જ્યારે અમારે ત્યાં ચોમાસું કરો એમ કહે છે ત્યારે તે સર્વમાં અષાઢી ચોમાસાનું જ લક્ષ્ય હોય છે, અને ઉત્તર દેનાર મુનિ મહારાજ પણ તે અષાઢના ચોમાસાના વર્ષથી જ તેના ઉત્તરો અને વિનતિનો સ્વીકાર કરે છે. આ બધી વસ્તુને વિચારનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે આવા અષાઢના ચોમાસાનેજ ચોમાસી કહેવાના વ્યવહારમાં તે અષાઢ ચોમાસીના તાત્ત્વિકપણાની લૌકિક અને લોકોત્તર દૃષ્ટિએ છાયા છે. તેમાં લૌકિક દૃષ્ટિએ કાર્તિકી અને ફાલ્ગની ચોમાસાની અંદર જીવનનાં સાધનો અને અન્નપાણીની જરૂરીયાત પૂરી પાડનાર જો કોઈપણ ચોમાસું હોય.
(જુઓ ટાઈટલ પાનું ત્રીજું).
*