________________
(ટાઈટલ પાના ૪નું અનુસંધાન) તો તે અષાઢ ચોમાસું જ છે. આ વાતને સમજવા માટે પાદશાહે બીરબલને સત્તાવીસમાંથી નવ જાય તો કેટલા રહે? એવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં બીરબલે જે કાંઈપણ ન રહે એમ કહ્યું હતું. અર્થાત્ બારે મહિનાના સત્તાવીસ નક્ષત્રોમાં નવ નક્ષત્રો વરસાદના ગણાય છે અને તે નવ નક્ષત્રમાં જો વરસાદ ન આવે તો અઢાર નક્ષત્રો બાકીના રહ્યા છતાં પણ કાંઈપણ ન રહ્યું એમ સ્પષ્ટ કર્યું, તેવી રીતે અષાઢ ચોમાસામાં જો અન્ન અને જલનો યથાયોગ્ય સંભવ ન થાય તો કાર્તિક અને ફાલ્વનના ચોમાસાં જ વ્યર્થ જ જાય, અને તેથી અષાઢની ચોમાસીને જ લોકોએ ચોમાસા તરીકે ગણી, અને તેજ કારણથી લૌકિક દૃષ્ટિની પ્રધાનતાએ વ્યવહાર કરવાવાળા લોકોમાં અષાઢ મહિનાનો પણ ચોમાસું બેસવાનો નિયમ ન રાખતાં જેઠ મહિને પણ વરસાદની શરૂઆત થાય તો ચોમાસું બેઠું એમ વરસાદની અપેક્ષાએ કહે છે, પણ લોકોત્તર દૃષ્ટિની અપેક્ષાએ વિચારી કરીએ તો કાર્તિક મહિનાથી માંડીને અષાઢ મહિના સુધીના આઠ મહિનાના સમયમાં એકેક મહિનો જ રહેવાનો હોય છે, પણ સાધુ મહાત્માઓને મહિનાથી અધિક રહેવાનો જો કોઈપણ વખત હોય અને તેને લીધે શ્રમણોપાસક વર્ગને ગુરુમહારાજની લાગલગાટ ચાર માસ સુધી પર્યુપાસના કરવાનો અને જિનેશ્વર મહારાજના વચનરૂપી અમૃતનું લાગલગાટ ચાર માસ સુધી પાન કરવાનું બની શકતું હોય તો તે ફક્ત અષાઢ ચોમાસામાં જ બની શકે છે, કેમકે શાસ્ત્રકારે કાર્તિક વિગેરે આઠ મહિનામાં વગર કારણે મહિનાથી અધિક રહેવાની મનાઈ કરી છે, પણ અષાઢ ચોમાસાના ચાર માસમાં વગર કારણે વિહારની જ મનાઈ કરેલી છે. આ ઉપરથી લોકોત્તર દૃષ્ટિને ધારવાવાળા જૈનો અષાઢ મહિનાથી શરૂ થતા ચોમાસાને જ ચોમાસા તરીકે વ્યવહાર કરે તેમાં કાંઈ આશ્ચર્ય નથી, પણ આ ઉપરથી અષાઢ ચતુર્માસ કરનારા સાધુમહાત્માઓએ તે તે અષાઢ ચોમાસાના ક્ષેત્રોમાં વસ્ત્ર, પાત્ર, કંબલ, પુસ્તક, પંડિત વિગેરેના ખર્ચાથી ક્ષેત્રને નીચોવવા જેવું નહિ કરતાં ખરેખર ચોમાસાના લાગલગાટ ચાર માસ સુધી શ્રોતા અને શ્રદ્ધાળુ શ્રમણોપાસક વર્ગને ત્રિલોકનાથ તીર્થકરના વચનામૃતનું પાન અખંડ રીતે કરાવવું જોઈએ. ધ્યાન રાખવાની જરૂર છે કે અષાઢ ચાતુર્માસ સિવાયના વખતમાં સાધુમહાત્માનો લાંબો સમાગમ ન હોવાથી જ તે શ્રદ્ધાળુ અને શ્રોતા એવા શ્રમણોપાસક વર્ગને પ્રકરણોના અભ્યાસનું અને સૂત્રોના રહસ્યને સાંભળવાનું મળી શકે નહિ તેમ બની પણ શકે નહિ, પણ આ ચોમાસાના લાંબા ટાઈમમાં શ્રદ્ધાળુ અને શ્રોતા એવા શ્રમણોપાસક વર્ગને મોક્ષના મુખ્ય સાધનભૂત સામાયિક, પ્રતિક્રમણ, પૌષધની ક્રિયામાં જોડવા સાથે પ્રકરણનો રહસ્ય સાથે અભ્યાસ કરાવવો અને ત્રિલોકનાથ તીર્થકરના વચનામૃતનું પાન કરાવવું, અને જે શ્રમણોપાસક વર્ગ શ્રદ્ધાળુપણાની ખામીવાળો હોય તેને મધુર, શાંત અને શાસ્ત્રાનુસારી વચનોથી યથાસ્થિત તત્ત્વ સમજાવી શ્રદ્ધાળુ શ્રોતા બનાવવા જોઈએ. મુનિ મહારાજના
(જુઓ ટાઈટલ પાના બીજા પર)