________________
૧૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪
પ્રશ્નકાર:ચતુર્વિધ સંઘ,
#માધાનઠાર: શ્વકારત્ર ઘાટૅગત આગમોધ્ધાટક, શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
I
કીસાગ
.
www
જન
પ્રશ્ન ૭૧૮- સુકાયેલું આદું (સૂંઠ) જો ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે તો તે પ્રમાણે બીજા બટાટા વિગેરે
કંદમૂળ પણ સૂકવીને વાપરવામાં શી અડચણ? સમાધાન- સૂંઠ એ એક હલકા ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તે શાકની માફક વધારે પ્રમાણમાં
લઈ શકાતી નથી. બટાટા પ્રમુખ બીજાં કંદમૂળો આસક્તિથી ખાવામાં આવે છે અને વધારે
પ્રમાણથી લેવાય છે અને વધારે પ્રમાણમાં વાપરવાથી ઘણા જ જીવોની હિંસાનો પ્રસંગ આવે. પ્રશ્ન ૭૧૯- પર્યુષણા પછી ભાદરવા સુદ આઠમના રોજ સામાચારી કેટલીક જગા પર વાંચવામાં આવે છે અને
કેટલીક જગા પર વંચાતી નથી તો એમાં વ્યાજબી શું? સમાધાન- સામાચારી સંવચ્છરીના દિવસે જ સભા સમક્ષ વંચાય. કોઈ સ્થાને આઠમના દિવસે વંચાય છે
પણ વાંચવી ઠીક નથી. સંવચ્છરીના દિવસે બારસાસૂત્ર વાંચતી વખતે છેલ્લે સામાચારી અર્થ
સહિત વાંચી સંભળાવવી યોગ્ય છે. પ્રશ્ન ૭૨૦- ચતુર્વિધ સંઘમાં કલ્પસૂત્ર, બારસામૂળસૂત્ર વાંચવાનો અધિકારી કોણ? સમાધાન- યોગવહન કર્યા હોય એવા સાધુને જ મુખ્યતાએ ચતુર્વિધ સંઘ આગળ કલ્પસૂત્ર, બારસાના
મૂળસૂત્ર વાંચવાનો અધિકાર છે. પ્રશ્ન ૭૨૧- સાધ્વીજી મહારાજ શ્રાવક સમુદાય સન્મુખ વ્યાખ્યાન કરી શકે કે નહિ ? સમાધાન- મુનિ મહારાજ ન હોય તો સાધ્વીજીઓ બાઈઓની સામે વ્યાખ્યાન કરે, પુરુષો તો પડખે બેસી
સાંભળે તે જુદી વાત છે. સાધ્વીઓ પાસે વાંચે તે સૂત્રવિહિત છે. પ્રશ્ન ૭૨૨- સાધ્વીજી મહારાજ પુરુષોના મસ્તક પર વાસક્ષેપ કરી શકે? સમાધાન- ધર્મમાં પુરુષોત્તમતા હોવાથી સાધ્વીજી પુરુષના મસ્તક પર વાસક્ષેપ કરે તે ઉચિત નથી. પ્રશ્ન ૭૨૩- હાલમાં ચંદરવાપંઠીયામાં જે સ્થલભદ્રજી, ગૌતમસ્વામીજી તથા ઇલાચિકમાર, નવપદજી મહારાજ,
વજસ્વામીજી,જંબુસ્વામીવિગેરે મહાન પ્રભાવિકપુરુષોના જે આલેખોજરી વિગેરેના કરવામાં આવે છે અને તેચંદરવા સાધુ મુનિ મહારાજના પાછળના ભાગમાં બંધાતા હોવાથી મહાપુરુષોની આશાતનાનો
પ્રસંગ આવે છે માટે આ બાબતમાં શું ઠીક છે? સમાધાન- આજે ચંદરવાપૂંઠીયામાં જે એવા મહાપ્રભાવિક પૂર્વપુરુષોના આલેખો ભરાય છે તે ઉચિત નથી.
એવા પૂર્વપુરુષો જે આરાધ્ય છે તે પાછળના ભાગમાં રહે અને આગળ પુંઠ કરીને સાધુએ બેસવું