________________
(ટાઈટલ પાન ૪નું અનુસંધાન) આ આદેશમાં સામાન્ય રીતે સર્વ સંસારી આત્માઓ ઔપપાતિકતા એટલે જન્મની અસ્તિતાને ધારણ
કરવાવાળા હોઈ જે’ શબ્દની કંઈપણ વિશેષ જરૂર નથી. આત્માની ઔપપાતિકતાને વિચારનારો મનુષ્ય આદિ સર્વ સંસારી જીવોની અંતર્ગત હોવાથી સામાન્ય સંસારીઓને અંગે 0િ માથા ૩ઢવાણ એમ જણાવ્યું હોત તો સમષ્ટિનું જ્ઞાન થાત છતાં અહીં બે' શબ્દ વાપરી માત્ર જ્ઞાન સંજ્ઞા ધારણ કરનારને પોતાની પપતિકની અસ્તિતા
જાણવા સ્પષ્ટપણે આદેશ્ય છે. આ આદેશમાં અસ્તિતા અને નાસ્તિતા બંને પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મો એકજ આત્મામાં છે, એમ
જણાવી અર્થથી વિરુદ્ધ ધર્મોનો સદભાવ પ્રથમ ભાગથી સૂચવ્યા છતાં શબ્દથી સ્પષ્ટ વિરૂદ્ધ ભાવ સૂચવે છે એ સિવાય મારો આત્મા પપાતિક છે એમ માનનારો મનુષ્ય મારો આત્મા ઔપપાતિક નથી એમ કેમ માની શકે? અને આ વિરોધને આત્માને જ માનનારા જ્ઞાનસંજ્ઞાવાળો માનવો તથા આવું વિરોધવાળું નહિ માનનારાને જ્ઞાનસંજ્ઞા વગરનો માનવો એ કથન શું કર્યું, અકર્યું અને અન્યથાકતું જેવું સામર્થ્ય ગણધર મહારાજાનું જણાવે છે એમ નહિ? આ શાબ્દિક વિરોધનો પરિહાર ઘણો સહેલો હોઈ તે પરિહાર ઘણા પારમાર્થિક માર્ગને મોકળો કરે છે, પ્રથમ અસ્તિતા સાથેનો ઔપપાતિક શબ્દ આત્માની જન્મયુક્તદશાને જણાવે છે જ્યારે નાસ્તિતા સાથેનો ઔપપાતિક શબ્દ અસલી વસ્તુની ઉત્પત્તિરૂપ ઔપપાતિકતાને અંગ વપરાયેલ છે, અર્થાત્ મારો આત્મા નવો ઉત્પન્ન થનારો નથી, કેમકે શાશ્વતો છે પણ નવા નવા ભવોમાં નવાં નવાં કર્મો કરવાથી નવા નવા જન્મોને મારો આત્મા ધારણ કરે છે, આવી રીતે કથંચિત્ ઉત્પત્તિની અસ્તિતા અને કથંચિત્ ઉત્પતિની નાસ્તિતાને મારો આત્મા ધારણ કરે છે એમ માનનારો જ કથંચિત્ નિત્યાનિત્ય, સદસદ અને ભિન્નભિન્ન સ્વરૂપવાળા આત્માને માનનારો હોઈ સમ્યકત્વવાળો થઈ આત્માના જન્મદિને ટાળવા માટે આત્માના સ્વરૂપ વિપિતિ અને નિષ્કષાય ધર્મમાં વર્તવા તૈયાર થાય અને યાવત્ જન્મના આંટા ન મટે ત્યાં સુધી અવ્યાહતપણે
આત્મદશાને લક્ષ્યમાં રાખે. આ આદેશથી સર્વ લબ્લિનિધાન, સમગ્ર દ્વાદશાંગગણિપિટકના ગુંથનાર અને ધારનાર ગણધર
ભગવંતો સ્પષ્ટપણે જણાવે છે કે આ જીવ અનાદિ વખત વકીલાતના ધંધાની
(જુઓ ટાઈટલ પાના બીજા પર)