________________
જાહેર ખબર સાહિત્યરસિક વર્ગ વર્ષો થયાં જેને માટે તરસી રહ્યો હતો અને મૂળ કિંમતથી ચાર ચાર અને છ છ ગુણી કિંમતે પણ જેને મેળવી શકતો ન હતો તે સર્વ આગમો અને અંગોમાં પ્રથમ સ્થાન તરીકે ગણાતો, આચાર્યોના મૂળ સ્થાન તરીકે ભગવાન નિર્યુતિકાર શ્રીભદ્રબાહુસ્વામીજીએ જેને ગણાવ્યો છે એવો બ્રહ્મચર્યશ્રુતસ્કંધના નામે પંચાંગીમાં પ્રસિદ્ધિ પામેલો ધર્મકથાદિક અનન્યોગોનો ફળ અને સાધ્યરૂપ જે ચરણકરણાનુયોગ તેને સવિસ્તર નિરૂપણ કરનાર, જેના અધ્યયન સિવાય બીજા અંગોના અધ્યયનમાં સૂત્રકાર મહર્ષિઓએ પ્રાયશ્ચિત નિરૂપણ કરેલું છે. એવા શ્રીઆચારાંગ અંગનું પ્રકાશન આ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ દ્વારાએ સુરત નિવાસી શેઠ છગનલાલ ફૂલચંદ હજારીની આર્થિક મદદથી કરવામાં આવેલું છે. હટેફોર્ડશિયર લેજર જાતના ઉંચા બ્યુ કાગળમાં નિર્ણયસાગર પ્રેસના ટાઈપમાં શ્રી આગમોદય સમિતિએ છપાવેલા આ સૂત્રની કોપી ટુ કોપી તરીકે સારી રીતે સુધારીને કરેલું છે.
સાહિત્ય રસિકો અમૂલ્ય વખત ચૂકશો નહિ. શ્રી આચારાંગસૂત્રમ્ (પ્રથમ ઃ શ્રુતસ્કંધ) શ્રી ભદ્રબાહુસ્વામીકૃત નિર્યુક્તિયુતમ, શ્રી શીલાંકાચાર્યકૃત વિવરણ સમેતમ્
લેજર પેપર ઉપર છપાયેલાની
| કિંમત રૂા. ૫-૦-૦ લેજર પેપરનું તોલ વધવાથી ટપાલમાં મંગાવવી, મોકલવી ઓછી ફાવે છે તથા વિહારમાં વાંચવા માટે સાથે રાખી શકાતી નથી એવી કેટલાક સુજ્ઞ મહાશયોની ફરિયાદ દૂર કરવા જામનગરનિવાસી શેઠ પોપટભાઈ ધારશીભાઈ તરફથી તેમની પત્ની અ. સૌ. ઉજમબાઈના ઉજમણા નિમિત્તે છપાવેલી ચાલુ કાગળની પ્રતો જેવી માત્ર પચાસજ નકલો વેચાણમાં રાખી છે, જેની કિંમત રૂ. ૩-૮-૦ છે.
પ્રાપ્તિસ્થાન :
જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત. તા. ક:-ડિપોઝીટ ભરનારાઓએ પોતાની બ્યુ કાગળ ઉપરની નકલ મંગાવી લેવી.
આ પાક્ષિક ધી “જૈન વિજ્યાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ ક્યું.