________________
(ટાઈટલ પાન ૪નું અનુસંધાન) - પણ આરાધવા લાયક એવી ઓળીની અઠ્ઠાઈના આરાધવામાં કયો મનુષ્ય કચાશ રાખે?
અન્ય પર્વે આરાધવામાં દેવ, ગુરુ કે ધર્મ એ ત્રણમાંથી કોઈ કોઈ એકની ( જ મુખ્યતા હોય છે, ત્યારે આ શ્રી સિદ્ધચક એટલે નવપદજીની આરાધનામાં તે
- દેવ, ગુરુ અને ધર્મ ત્રણે તત્ત્વની એકસરખી રીતે મુખ્યતા છે. આ આ નવે પદોમાં પણ એ વિચિત્ર ખુબી છે કે પહેલું દેવતત્ત્વ લીધું છે, અને . આ તેના બે પદો છે. જ્યારે બીજું ગુરુતત્ત્વ લઈ તેમાં આચાર્યાદિક ત્રણ પદો રાખ્યાં
છે, અને ત્રીજું ધર્મતત્ત્વ લઈ તેના સભ્યદર્શનાદિ ચાર પદો રાખ્યાં છે. એટલે જ આ પહેલાંના બે, બીજાનાં ત્રણ અને ત્રીજાના ચાર એમ મળી ત્રણે તત્ત્વના નવપદો સ્થાનથી એક એક વૃદ્ધિવાળાં કરેલાં છે.
ભગવાન અરિહંત વિગેરે નવ આરાધ્ધપદોને ચકના આકારે ગોઠવેલા છે હોવાથી તે નવપદનું યંત્ર (સ્થાપના) તે ચકના આકારને ધારણ કરે છે, અને તેથી તેને સિત્યક્ર કહેવાય છે.
એ નવપદજીના યંત્ર, મંડળ કે ગટ્ટામાં અરિહંત મહારાજને કર્ણિકા સ્થાને છે - બિરાજેલા જેમ ગણાય છે તેમ સ્થાપનાના આકારની અપેક્ષાએ જ્યારે ચક તરીકે ? જ કહેવામાં આવે ત્યારે ત્રિલોકનાથ તીર્થકરો તે નવપદરૂપી ચકની નાભિને સ્થાને 3 - બિરાજમાન થયેલા ગણાય. આ ચક્ર ચાલતું નહિ પણ સ્થિર હોવાથી તે નવપદના એક
ચક્રમાં સિદ્ધ મહારાજા જ ઉચ્ચ સ્થાને બિરાજમાન થયેલા છે, અને તેથી આ જ યંત્રને સિદ્ધ મહાસા બીજે સ્થાને છતાં પણ સૌથી ઉચ્ચ સ્થાને આવવાથી શ્રી . સિદ્ધચક્રર્ય તરીકે જાણવું માનવું કે જાહેર કરવું તે યોગ્ય જ છે.
-
ક
ક
* * *