SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ શ્રી સિદ્ધચક્ર તા. ૨૦-૩-૩૫ શુદ્ધ સમજણ એ આ જૈન શાસનની ભીંત છે. આ જ્ઞાન દરેકે દરેક જૈન બાળકને ગળથુથીમાં જ પાવાની જરૂર છે. શ્રાવકકુળમાં અને બીજા આર્ય અથવા અનાર્ય કુળોમાં વ્યવહારિક દ્રષ્ટિએ તમે જોશો તો કશો જ ફેરફાર નથી. શ્રાવકના ઘરમાં ધર્મ-પત્નીને પાંચ મહિનામાં સંપૂર્ણ બાળક અવતરતું નથી. જે ગર્ભની વેદનાઓ મુસલમાન કિંવા ખ્રિસ્તીને ભોગવવી પડે છે તે જ સઘળી વેદનાઓ શ્રાવકકુળમાં પણ જન્મ લેનારાને ભોગવવી જ પડે છે ત્યારે વિચાર કરો કે શ્રાવકકુળની મહત્તા શાને અંગે વિદ્યમાન છે ? જેનકુળ દુર્લભ કેમ? દેવલોકમાં જે જીવ રહેલો છે અથવા ઈન્દ્રપણું જે જીવ પામેલો છે તે જીવ પણ નિરંતર એવો વિચાર કરે છે કે ચક્રવર્તિપણું ન મળે તો ભલે પરંતુ જૈનકુળ તો મળવું જ જોઈએ. જૈનકુળ મળ્યા વિના ચક્રવર્તિપણું મળતું હોય તો તે સુભાગી જીવ તે ચક્રવર્તિપણાને ચહાતો નથી પરંતુ જો સંપત્તિહીન બનીને પણ જૈનકુળ મળતું હોય તો જીવ તેનો સ્વીકાર કરે છે, ત્યારે વિચાર કરો કે જીવ જૈનકુળને સદાસર્વદા શા માટે હોય છે વારૂ? ઈદ્ર જેવો પણ એવી ઈચ્છા કરે છે કે શ્રાવકના ઘરમાં નોકર થઈને પણ છેવટે હું અવતરું તો મારા ધનભાગ્ય છે. જે ધર્મિષ્ઠ અને ભાવિક છે તે જૈનત્વ વિનાના ચક્રવર્તિપણાને લાત મારે છે, જીવના આવા વિચારો એ સામાન્ય રીતે કહીએ તો ગયા ભવના વિચારો ગણાય છે. જીવના જન્મ ધારણ કરવાના પહેલાંના આ સુંદર વિચારોનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને શ્રાવકકુળની મહત્તા કેવી મહાન હોવી જોઈએ તેનો ખ્યાલ થાય છે. જીવ ચક્રવર્તિપણાને લાત મારે છે, બીજા સઘળા સુખવૈભવોને લાત મારે છે અને તે મહાપવિત્ર એવું જૈનકુળ સ્વીકારે છે. ત્યારે હવે આપણે પુખ્તપણે જીવની આ વિચારણાનું રહસ્ય તપાસો કે જીવ કઈ આશાએ ચક્રવર્તિપણાને ભોગે જૈનકુળ ઈચ્છે છે, જૈનેતર કુળમાં પણ જન્મમરણાદિનાં જે દુખો પડે છે તે સઘળાં જ જૈનકુળમાં પણ વિદ્યમાન છે, તો પછી જૈનત્વની મહત્તા શું હશે તે વિચારો. જૈનત્વની મહત્તા એ છે કે અન્યત્ર ગળથૂથીમાંથી જ જીવને પૌદ્ગલિકતાનું ઝેર મળે છે જ્યારે જૈનકુળમાં ગળથુથીમાં જ ધર્મામૃતની પ્રાપ્તિ થાય છે. પૌગલિક પ્રવૃત્તિ પરત્વે ધિક્કાર. શ્રાવકકુળનો અને અન્યકુળોનો તફાવત તમે અહીં સૂક્ષ્મપણે ધ્યાનમાં લેશો, તો જ તમો શ્રાવકકુળની મહત્તાને સારી પેઠે સમજી શકશો. તેમ કર્યા વિના જૈનત્વની મહત્તા તમારા ખ્યાલમાં સારી રીતે આવવાની નથી. સાધારણ રીતે બહારથી જોશો તો જૈન અને જૈનેતર કુળમાં તમોને કશો પણ ભેદ નહિ જણાય ! અજૈનો પણ ધંધો-રોજગાર, વ્યાપાર કરે છે અને તેની જ કેળવણી પોતાના બચ્ચાં-છોકરાંને
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy