________________
૨પ૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫ માર્ગ તમારે જાણવો નથી, એટલું પણ જ્ઞાન તમારે મેળવવું નથી. અને મોટી મોટી વાતો કરવી છે એ કદી બની શકવાનું નથી. “સાધુ શા માટે કોલેજના હોસ્ટેલનો વગર પગારનો છાત્રપતિ ન થાય, અને સાધ્વી શા માટે સુવાવડખાનાની પરિચારિકા ન બને ? એવા પ્રશ્નો કરનારા શઠાનંદોની પહેલી ફરજ એ છે કે તેમણે લૌકિક અને લોકોત્તર માર્ગ એનો ભેદ જાણવો જોઈએ. લોકોત્તર માર્ગ શી રીતે ગ્રહણ થાય ?
| વિષયો અને ઈન્દ્રિયો એની અપેક્ષાએ જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે સઘળી પ્રવૃત્તિઓએ લૌકિક માર્ગ છે અને એવા લૌકિક માર્ગથી પૌલિક વિષય, કષાય, આરંભ, પરિગ્રહ આદિને પોષણ મળે છે. આત્માની અપેક્ષાએ જે પ્રવૃત્તિઓ આદરવામાં આવે છે તે લોકોત્તર માર્ગ છે અને એથી સમ્યજ્ઞાન દર્શન અને ચારિત્ર એનું પોષણ થવા પામે છે. સાધુ એ મોક્ષમાર્ગનો અભિલાષી છે. તેની સઘળી પ્રવૃત્તિ મોક્ષપ્રાપ્તિની દ્રષ્ટિએ થાય છે, તેથી સાધુએ મોક્ષમાર્ગના સમીપમાં જવાને માટે આવો લોકોત્તર માર્ગ જ ગ્રહણ કરવો આવશ્યક છે. લોકસંજ્ઞામાં એટલે આવા લૌકિક માર્ગમાં કે જેના વડે પૌદ્ગલિક વસ્તુઓનું પોષણ થાય છે તેમાં મુનિએ મોં ઘાલવું એ સર્વથા શાસ્ત્ર અને જૈનશાસનની વિરુદ્ધ છે. લોકોત્તર સંજ્ઞામાં એટલે લોકોત્તર માર્ગમાં આરૂઢ રહેવું એ જ સાધુનો ધર્મ હોઈ સાધુએ એ લોકોત્તર માર્ગનું જ સદાસર્વદા ચિંતન કરવું જોઈએ. આ લોકોત્તર માર્ગ ગ્રહણ કરવાની જડ કઈ છે તે તપાસીએ. ચિત્રકાર પોતાનું ચિત્ર તૈયાર કરે છે તે પહેલાં તે પોતે જે ભૂમિ ઉપર ચિત્ર કાઢવાનો હોય છે તે ભીંતને સ્વચ્છ કરે છે. જો તે ભીંત સ્વચ્છ ન કરે અને ભીંત ઉપર પોપડા બાઝેલા રહેવા દઈ તેના ઉપર જ પોતાના સુરેખ ચિત્રો અંકિત કર્યો જાય તો તેનું પરિણામ એ જ આવવા પામે છે કે વરસાદની ધારામાં તૂટી પડતાં જ એ પોપડા નીચે ઉખડી પડે છે અને ચિત્રો પાછળ ચિત્રકારે જેટલી મહેનત લીધી હોય તે સઘળી રદ જાય છે. ત્રણ વસ્તુની યાદ રાખો.
ચિત્રકાર પોતે પોતાના ચિત્રો તૈયાર કરતાં પહેલાં ભીતને સ્વચ્છ કરે છે અને તે પછી જ પોતાનાં ચિત્રો ત્યાં અંકિત કરે છે તે જ પ્રમાણે શાસનરસિકતારૂપી સુરેખ ચિત્રો તૈયાર કરતાં પહેલાં આપણે પણ ભીંત સ્વચ્છ કરવાની જરૂર છે. અહીં જૈનશાસનમાં ભીંતને સ્થાને કઈ વસ્તુ રહેલી છે તે તપાસો. જેમ પેલો ચિત્રકાર ભીંત સાફ કર્યા વિના ચિત્રો દોરે છે તે નિષ્ફળ જવાનાં છે તે જ પ્રમાણેનો લૌકિક માર્ગ છે. છઠ્ઠા ગુણસ્થાનકે પ્રવેશીને જે ભયંકર પર્વત સમાન આ ભવને ગણે છે એ લોકોત્તર માર્ગ હોઈ તે ચિત્રામણ સ્વચ્છ ભીંત ઉપર દોરાવું જોઈએ. જૈનશાસનમાં ભીંતને સ્થાને કઈ વસ્તુ છે તેનો પ્રતિઉત્તર એ છે કે (૧) જીવ અનાદિનો છે (૨) ભવ અનાદિનો છે અને (૩) કર્મ સંયોગ પણ અનાદિનો છે એ સ્વરૂપે અહીં ભીંતને સ્વરૂપે રહેલી છે. આ ત્રણ બાબતનું જ્ઞાન, આ ત્રણ બાબતની