________________
૨૫૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,.
નીકળવું, શું કરવું, ક્યાં જવું, તત્સંબંધી કશા જ વિચારો કરવાના બાકી હોતા નથી. કેવળજ્ઞાની જોઈએ તો ક્રોડ પૂર્વકાળ સુધી પોતે પ્રવૃત્તિ કર્યું જ જાય તો પણ એ પ્રવૃત્તિનો સઘળો ખ્યાલ પૂર્ણ રીતે કેવળજ્ઞાન થતી વખતે જ તેને આવી જવા પામતો હોવાથી તેને કાંઈ પણ વિચારણા કરવાની બાકી રહેલી હોતી નથી. આવી સ્થિતિ હોવાથી તેરમા ગુણસ્થાનકમાં દ્રવ્યમનનું અસ્તિત્વ હોતું નથી અને ચૌદમે ગુણસ્થાનકે મનના પુગલોનું અસ્તિત્વ પણ હોતું નથી, તેરમા અને ચૌદમાં ગુણસ્થાનક સિવાયના બાકીના ૧થી ૧૨ ગુણસ્થાનકોમાં મન અને વિચાર એ બંનેનું અસ્તિત્વ હોય છે. આથી સ્પષ્ટ થાય છે કે જે છ ગુણસ્થાનકે પહોંચેલા છે તેમનામાંથી મન અને વિચારનો લોપ થવા પામતો નથી પરંતુ એ સ્થળે મન અને વિચાર એ બંનેનું અસ્તિત્વ રહેલું હોય છે. હવે છ ગુણસ્થાનકે વિચાર અને દ્રવ્ય મન બંને હોય છે અને મુનિ લોકવ્યવહારનો, આહારવિહારનો, જગતની રીતભાતનો અને પૌદ્ગલિક સુખસંપત્તિનો વિચાર કરતો નથી તો પછી તે મુનિ શાના વિચારો કરે છે તે જોવાની ખાસ જરૂર છે. મુનિને મન હોય છે એટલે તે વિચારો તો કરતો હોવો જ જોઈએ અને જો તે પૌદ્ગલિક વિચારો ન કરતો હોય તો બીજા કોઈ વિચારો તેના મનમાં હોવા જ જોઈએ. એ કેવા વિચારો હોઈ શકે તે તપાસીએ. આ તે સાધુ કે પંચાતિયો ?
આજના જગતને પૂછીએ કે ભાઈ ! સાધુ કોને કહેવો ? તો જવાબ મળશે કે “જે પ્રજાનું કલ્યાણ ચિંતવે-કલ્યાણ ચિંતવે તે આત્માના હિતરૂપ કલ્યાણ નહિ, પણ દ્રવ્યાદિની વૃદ્ધિથી યુક્ત એવું કલ્યાણ-દેશમાં ઉદ્યોગ, હુન્નરો કેમ વધે, સ્ત્રીઓ અને પુરુષો બળવાન થઈને સારી સંતતિ કેમ ઉત્પન્ન કરે, એ સઘળાનો જ જે સદાકાળ વિચાર કર્યા કરે છે તે સાધુ છે. મહાનુભાવો ! જો સાધુને આવા જ વિચારો કરવાના હોય તો પછી એ સાધુને “સાધુ” ન કહેતા તેને “પંચાતિયો” કહેવો એ વધારે વાસ્તવિક છે. સાધુએ પોતાના ઘરની સમૃદ્ધિ છોડી છે, તેણે પૈસાટકા છોડ્યા છે, સ્ત્રીપુત્રો છોડયાં છે. હવે એ સાધુ પોતાની માલમિલકત અને સ્ત્રી-પુત્રોને છોડીને પારકાની માલ-મિલકત અને સ્ત્રી-પુત્રોની પંચાત કરવા નીકળી પડે, તો પછી એણે સાધુતા લીધી શા માટે હશે તેનો વિચાર કરો. જો સાધુને પારકાના સ્ત્રી-છોકરાંની સંભાળ લેવી હોત તો પછી તે પોતાના બૈરી-છોકરાંને શા માટે છોડી દેત વારૂં ? હોય તેનો ત્યાગ કરવો એનો અર્થ એ છે કે વમન કરવું કિવા ઉલટી કરવી. સાધુએ પૈસોટકો, સત્તાસમૃદ્ધિ, સ્ત્રીપુત્રો એ બધાં છોડી દીધાં છે તેનો અર્થ એ છે કે તેની પાસે જે કાંઈ હતું તે બધાનું તેણે વમન કરી નાખ્યું છે. હવે જો સાધુ કંચન અને કામિનીનો ત્યાગ કર્યા પછી તે વળી પાછો કંચન અને કામિનીના જ વિચારોને લઈ બેસે, તો તેનો અર્થ એવો થાય છે કે તે ઓકેલું-વમન કરેલું-ત્યાગેલું ખાવાવાળો છે !