________________
૨૫૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫
,
,
,
,
,
,
,
,
વર્તમાનકાળના પદાર્થો બને છે, એટલે કેવળજ્ઞાની તેને થઈ રહેલા પદાર્થો તરીકે જાણે છે અને પહેલા સમયમાં જે વર્તમાનકાળના પદાર્થો હતા તે હવે અતીતકાળના પદાર્થો બને છે એટલે તે સઘળાને જ્ઞાની થઈ ગયેલા પદાર્થો તરીકે જાણે છે. આ રીતે કાળનો પ્રવાહ ચાલુ રહેલો હોવાથી જાણવાનો પ્રવાહ પણ એ જ રીતે ચાલુ રહી શકે છે. પહેલે સમયે કેવળજ્ઞાની ત્રણે કાળના ત્રણે જાતના પદાર્થોને અતીત, વર્તમાન અને અનાગત તરીકે જાણે છે, એટલે કે અમુક પદાર્થોને તે ભૂતકાળના પદાર્થો તરીકે જાણે છે અમુક પદાર્થોને તે વર્તમાનકાળના પદાર્થો તરીકે જાણે છે, અને અમુક પદાર્થોને તે થવાના પદાર્થો તરીકે જાણે છે, પરંતુ તે પછી કાળનો નિરંતર પલટો થયા જ કરતો હોવાથી એ પલટા પ્રમાણે દરેક પદાર્થોના પર્યાયને સર્વજ્ઞો જાણ્યા કરે છે. સર્વજ્ઞોની આ સ્થિતિ ખૂબ સાવધાનીપૂર્વક ધ્યાનમાં લેવાની જરૂર છે. મન વિનાના કેમ કહી શકાય ?
જે સર્વજ્ઞને સ્થાને પહોંચેલા છે તેવાઓને કાંઈ પણ જાણવાનું બાકી હોતું નથી. તેમણે સર્વરૂપે સર્વ પદાર્થોને સર્વ કાળને માટે જાણી લીધેલા હોય છે. વળી જેમ તેમને જાણવાનું કાંઈ બાકી રહેવા પામતું નથી તે જ પ્રમાણે તેમને મેળવવાનું પણ કાંઈ બાકી રહેલું હોતું જ નથી. જે સ્થળે જ્ઞાનની ન્યૂનતા છે અથવા સાધ્યની ન્યૂનતા છે, કિવા કાંઈ મેળવવાનું બાકી રહેલું છે, ત્યાં વિચારોને અવકાશ હોય છે, પરંતુ જ્યાં એ ત્રણમાંનું કાંઈ જ અવશેષ નથી, સાધ્યની ન્યૂનતા નથી, જ્ઞાનની પણ ન્યૂનતા નથી અને કાંઈ મેળવવાનું પણ બાકી નથી તેમને વિચારો કરવાનો અવકાશ જ અસંભવિત છે. જેમ ઈન્દ્રિયો હોવા છતાં તેનો જેને વ્યાપાર નથી તેઓ અતીન્દ્રિય જ્ઞાની કહેવાય છે તે જ પ્રમાણે કેવળજ્ઞાનથી યુક્ત એવા આત્માઓને મનનો સંજ્ઞોપયુક્ત એટલે સંજ્ઞા સંબંધી ઉપયોગ પણ હોતો નથી તેથી કેવળજ્ઞાનીઓ મન વિનાના પણ કહેવાય છે. મન સંશી જીવને તો જીંદગીના છેડા સુધી હોય છે પરંતુ કેવળજ્ઞાન થયા પછી એ મનનો સંશોપયુક્ત વ્યાપાર તેવા મહાત્માઓને માટે વિશેષ રહેવા પામતો નથી. હવે તમે પૂછશો કે તો પછી આવા આત્માઓ પણ પ્રવૃત્તિમાં કેમ જોડાય છે ? આ પ્રશ્નનો ઉત્તર છે કે તેઓ કેવળ દેશોનકોડ પૂર્વ સુધી વિચરે છે તે મનના સંશોપયુક્ત વ્યાપાર વિના જ વિચરે છે અને તેમની જે કાંઈ પ્રવૃત્તિ થાય છે તે પણ સઘળી મનના સંજ્ઞોપયુક્ત વિચાર વિના જ થાય છે. મનના પુદ્ગલોનો નાશ ક્યારે ?
કેવળજ્ઞાનની પ્રાપ્તિ સર્વ કાંઈને જાણી લેનારી છે. પોતાને પોતાના ઠરાવેલા ભવિષ્યને અને તેની સઘળી સ્થિતિને કેવળજ્ઞાની જાણી લે છે. પોતે જે સ્થળ હોય ત્યાંથી અમુક સમયે અમુક ઘડીએ, અમુક માર્ગે, અમુક સ્થળે પોતે જઈ પહોંચેલો હશે એ તે પહેલાંથી જ જાણી લે છે એટલે તેને પોતે ક્યારે