________________
(ટાઈટલ પા. ૪ નું અનુસંધાન) તે દશામાં જ આહારાદિકની અત્યંત અભિલાષા અને જરૂરીયાત ઉભી થાય છે, અને મોહનો ઉદય પણ સંસાર સમાપન દશામાં હોવાથી રસના વિગેરે ઈદ્રિયોની આસક્તિ થઈ, તેના વિષયોની ગવેષણા પણ થાય છે, અને તેથી તે આહારાદિકને રોકવા કે રસાદિકનો ત્યાગ કરવો એ સર્વ જરૂરી હોવા સાથે ઘણો કઠણ થઈ જાય છે, અને તેને જ તપ તરીકે ગણાવાય છે. અર્થાત્ એમ કહીએ તો ચાલે કે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ કથંચિત્ સાધન સ્વરૂપે છતાં પણ સિદ્ધસ્વરૂપે છે, પણ આહારાદિકના નિરોધાદિકરૂપ તપ તો કેવળ સાધન સ્વરૂપ છે, એટલે સિદ્ધદશા પામવાના અર્થીઓએ કે સાધક દશામાં પોતાના આત્માનો સમાવેશ કરવાની ઈચ્છાવાળાઓએ તપસ્યાના આરાધનામાં તીવ્રતમ પ્રયત્ન કરવો જ જોઈએ. તે તપસ્યાના જો કે શાસ્ત્રકારોએ બાહ્ય અને અત્યંતર એવા બે ભેદો પાડી તે દરેકના અનશનાદિ અને પ્રાયશ્ચિત્તાદિ છ છ ભેદો જણાવી બાર ભેદો જણાવેલા છે, તો પણ તે તપોનું બાહ્ય અને અત્યંતરપણું માત્ર મિથ્યાદ્રષ્ટિને અજ્ઞાનદશા અને સમ્યગ્દષ્ટિની જ્ઞાનદશાને ઉદ્દેશીને જ જણાવવામાં આવેલું છે, અર્થાત્ અનશનાદિ છ ભેદને આચરતાં મિથ્યાષ્ટિઓ પણ તપ તરીકે જાણે છે. જ્યારે પ્રાયશ્ચિત્તાદિને આચરતાં તપ તરીકે તેની પ્રતીતિ થતી નથી. આ હકીકત જેઓના ધ્યાનમાં નથી હોતી તેઓ બાહ્ય અને અત્યંતર તપનું પરસ્પર નિશ્ચિતપણું સમજવાને સમર્થ થતા નથી અને તેથી જ તેવા બાલજીવો અત્યંતર તપને જ માત્ર જરૂરી ગણી બાહ્ય તપને બિનજરૂરી કે અલ્પ જરૂરી માનવા તૈયાર થાય છે, પણ જેઓ બાહ્ય તપના સંલીનતા ભેદમાં રહેલા ઈદ્રિય, કષાય અને યોગની સંલીનતા તથા રસપરિત્યાગને ધ્યાનમાં લેવા સાથે અત્યંતર તપના પ્રાયશ્ચિત ભેદમાં રહેલા પરિમૂઢાદિક બાહ્ય તપને તથા સર્વ અત્યંતર તપના ભેદોની અલનાના દોષોની શુદ્ધિ કરનાર અનશનાદિ તપ છે એમ સમજનારો સુજ્ઞ મનુષ્ય અત્યંતર અને બાહ્ય બંને પ્રકારના તપની આવશ્યકતા અને નિર્જરાને અંગે સમકક્ષતા માને તે સ્વાભાવિક છે. જો કે જિનેશ્વર મહારાજના શાસનમાં ઈદ્રિયનિરોધ અને વિષયકષાયની નિવૃત્તિ સિવાયનું તપ અલ્પફળ દેવાવાળું જણાવી આરંભ, પરિગ્રહની નિવૃત્તિ સાથે જ કરાતા આહારનિરોધાદિ તપને જ યથાર્થ ફળ આપનાર તરીકે જણાવ્યા છે, અને તેથી જ ભગવતીજી આદિ સૂત્રોમાં નવકારશી આદિનું ફળ શ્રમણનિર્ગથ મહાત્માઓને ઉદ્દેશીને જ જણાવેલું છે, તો પણ આરંભ, પરિગ્રહ, વિષય, કષાયનો ત્યાગ ન કરી શક્યા હોય તેવાઓને પણ તપ કરવાની મનાઈ નથી તેમજ તેમનું તપ ફળશૂન્ય પણ નથી, એ વાત જૈનસિદ્ધાંતના તત્વજ્ઞોથી દ્રૌપદી આદિના દ્રષ્ટાંતે અને ડાઘ ન તારિનં હોદ એવા શ્રી હરિભદ્રસરિજીના વચનથી જાહેર હોવાથી અજાણી નથી. આ ઉપરથી સ્પષ્ટપણે સમજાશે કે સારંભ કે નિરારંભદશા, ભોગી કે ત્યાગીદશા વિગેરે કોઈપણ જાતની દશા આહારનિરોધાદિ રૂપ તપસ્યાને માટે તો યોગ્ય જ છે. વિશેષમાં કનકાવલિ વિગેરે આભૂષણોના નામે કે સર્વાગભૂષણ આદિ પૌગલિક પદાર્થને નામે જ્યારે સૂત્રકાર મહર્ષિઓ અને હરિભદ્રસૂરિજી સરખા ધુરંધર પુરુષોએ તપનું આચરવું યોગ્ય ગણ્યું છે તો પછી અષ્ટાદશ દોષરહિત કેવળ કર્મનો ક્ષય કરી અન્ય જીવોને
(અનુસંધાન ટાઈટલ પા. ૨). કેટલાંક અનિવાર્ય કારણોથી આ પાક્ષિકના આઠમા અંકથી પ્રગટ થવામાં ઘણો વિલંબ થયો છે. પણ આ આઠ, નવ અને દશ અંકો જેમ સાથે આપીએ છીએ, તેવી જ રીતે ચૌદમા અંકનો ટાઈમ જે ચૈત્ર વદ ૦)) તેની પહેલા ૧૧, ૧૨, ૧૩ અંકો અમે જરૂર આપી દેવાના છીએ.
૮, ૯ અંકમાં જેમ સળંગ ઉદ્યાપનનો લેખ રાખવા બે અંક એકઠા કર્યા છે, તેવી રીતે તેનો બાકીનો ભાગ ૧૨, ૧૩ અંકમાં સળંગ આપવાનો હોવાથી તે બે અંકો પણ સાથે જ નીકળશે, માટે અમારા વાચકો એ બાબતને અંગે થયેલા વિલંબની ક્ષમા કરશે.
- તંત્રી.