________________
૨૪૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૩-૩૫
જોખમે નહિ પણ માત્ર વાદી કે પ્રતિવાદીના જોખમે હોય છે, તેવી રીતે તે અભવ્ય આદિ જીવો પણ મોક્ષતત્વનું નિરૂપણ સ્વમાન્યતાયુક્ત તરીકે કહેતા નથી. પણ માત્ર જિનેશ્વર મહારાજના શાસનના જોખમે જ કહે છે. એટલે વકીલ જેમ અન્ય માન્યતા ધરાવવાવાળો છતાં પણ ચાલુ કેસના પ્રસંગને ઉચિતની દલીલો કરે છે, તેવી રીતે તે અભવ્ય આદિ જીવો પણ જિનેશ્વર મહારાજના શાસનનો વેષ અને વર્તન સ્વીકારેલાં હોવાથી તે શાસનની માન્યતા મુજબ જ પોતાની માન્યતા નહિ છતાં પણ પ્રરૂપણા કરે છે. આવી સ્થિતિ હોવાથી એમ જરૂર કરી શકાય કે નિઃશ્રેયસ એટલે મોક્ષને સાધ્ય ગણીને ધર્માનુષ્ઠાનમાં પ્રવર્તવાવાળો જીવ જરૂર ભવ્ય અને યાવત્ સમ્યગુદૃષ્ટિ હોય છે, પણ જેમ જિનેશ્વર મહારાજે ધર્માનુષ્ઠાનનું મુખ્ય ફળ મોક્ષ જણાવ્યું છે અને જેને તેઓએ અને આપણે સાધ્યફળ તરીકે માનીએ છીએ તેવી જ રીતે તે જિનેશ્વર ભગવાનોએ ધર્માનુષ્ઠાનોથી દેવલોકાદિની પ્રાપ્તિરૂપ અભ્યદય પણ ધર્મથી જ થાય એમ જણાવ્યું છે. કેમ કે શ્રી જિનેશ્વર મહારાજે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સમ્યકત્વવાળો જીવ જો સમ્યકત્વ પામવા પહેલાં આવતી જિંદગીનું આયુષ્ય ન બાંધ્યું હોય, અને આયુષ્ય બાંધતી વખત સમ્યક્ત્વથી પતિત થયેલો ન હોય તો વૈમાનિક દેવતા કે જેઓ ભવનપતિ વ્યંતર અને
જ્યોતિષ્ક એ ત્રણ નિકાયના દેવતાઓથી ઉત્તમ હોઈ ઉત્તમોત્તમ દેવનિકાય તરીકે ગણાય છે, તેવા વૈમાનિક દેવતાનું જ આયુષ્ય બાંધે, અર્થાત્ સમ્યકત્વરૂપી ધર્મથી વૈમાનિકત્વની પ્રાપ્તિરૂપી અબ્યુદય જરૂર થાય છે. વળી સમ્યકત્વપૂર્વક કે સમ્યકત્વ સિવાય પણ દેશવિરતિ એટલે હિંસાદિક સર્વ પાપોની નિવૃત્તિ કરવી યોગ્ય છતાં પોતાની અશક્તિ વિગેરે કારણોથી તે કરી શકાય એમ નથી એમ જાણી હિંસાદિક પાપોના એક ભાગથી પ્રતિજ્ઞા કરી પાછું હઠવું તેનાથી ઓછામાં ઓછો વૈમાનિકપણાનો પહેલો દેવલોક અને અધિકમાં અધિક વૈમાનિકપણામાં અશ્રુત નામનો બારમો દેવલોક પ્રાપ્ત થાય છે એમ જણાવી દેશવિરતિરૂપ ધર્મથી બારમા દેવલોકની પ્રાપ્તિરૂપ અભ્યદય જરૂર થાય છે એમ જણાવી ધર્મને અયુદયનું કારણ જણાવે છે. વળી, સમ્યકત્વ સિવાયની સર્વવિરતિ એટલે કાયા કે બીજા કોઈને પણ અંગે હિંસાદિક કોઈપણ પાપની પ્રવૃત્તિ ન કરવી એવી ત્રિવિધ, ત્રિવિધ કરાતી પ્રતિજ્ઞારૂપ દ્રવ્યથી સર્વવિરતિ જે જીવને મળેલી હોય છે, તે જીવ વૈમાનિકની નિકાયમાં કલ્પાતીત વૈમાનિક દેવતાઓની ઉચ્ચતર કોટિ જે રૈવેયક વિમાનોની છે, તેમાં ઉપર્યુપરિતન નામના નવમા સૈવેયકમાં ઉત્પન્ન થાય છે એમ જણાવી દ્રવ્યથકી પણ આદરાતી સર્વવિરતિનું નવમા ગ્રેવેયકમાં દેવત્વની પ્રાપ્તિરૂપ અભ્યદય જણાવી ધર્મને અમ્યુદયનું કારણ જણાવેલ છે, તેમજ સમ્યકત્વ સંયુક્ત એવી ઉપર જણાવેલી સર્વવિરતિ જે જીવને મળેલી હોય તેને વૈમાનિક નિકાયમાં ઉચ્ચમાં ઉચ્ચતર સર્વાર્થસિદ્ધિ કે જેમાં વીતરાગમાયત્વપણું છે.
(અપૂર્ણ.)