SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રી સિદ્ધચક્ર તા. ૧૯-૧-૩૫ સંઘપતિપણાનું પદ તો મુખ્યતાએ પોતે એકાહારી, પાદચારી વગેરે છ જે રી (રી અંતવાળી ૬ ક્રિયાઓ) તેને પાલન કરવામાં તૈયાર રહેવું દરેક ગામોમાં સંઘની ઉન્નતિના કાર્યો કરવા. ચૈત્યપૂજા, જીર્ણોદ્ધાર, સાધર્મિક ભક્તિ, જીવદયા વગેરે પરલોકના ભાથારૂપ સત્કાર્યો કરવા અને પોતાના આલંબને બીજા જીવો પણ પોતાના આલંબને દરેક ગામે શાસનની ઉન્નતિ વગેરે કાર્યમાં સહકાર કરનાર થાય, તેવી રીતે પ્રવર્તવું એ જ આ સંઘપતિપણાનું જાહેર ચિહ્ન છે. આ સંઘપતિને પોતાની સાથમાં આવેલા દરેક સાધર્મિકની ઔષધ, અનશન, પાન, વગેરેથી ભક્તિ કરવાની હોય છે, પ્રત્યક્ષ રીતે અનુભવ કરાય છે કે સેંકડો અને હજારોની સંખ્યામાં છએ રી પાલનારાઓની સેવા કરવાને ભાગ્યશાળીપણું આવા સંઘપતિ થનારા સિવાયને ભાગ્યે જ મળે છે. ચતુર્વિધ સંઘમાંથી જે યાત્રાપ્રેમી સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા એ યાત્રાના સાથમાં જોડાયેલા હોય તે દરેકની દરેક પ્રકારની નિઃસ્વાર્થ અને પૂર્ણ ભક્તિભાવથી સેવા કરવી તેમાં જ સંઘપતિ પોતાનું અહોભાગ્ય માને છે. અર્થાત્ આ સંઘપતિપણામાં પતિ શબ્દ રૂઢિ દ્વારા માલિક અર્થને જે સૂચવે છે તે સૂચવનાર નથી, પણ માત્ર ચતુર્વિધ સંઘની તરફથી શાસનશોભાની અને તીર્થજાત્રાની પવિત્ર ભાવના હોય તેનું રક્ષણ કરવું તે દ્વારા જ સંઘપતિપણામાં રહેલું પતિપદ સફળ કરવાનું હોય છે. સામાન્ય રીતે વિચાર કરતાં માલમ પડશે કે કોઈપણ સદગૃહસ્થ પોતાને સ્થાને રહ્યો થકો હજારો, સેંકડો તો શું પણ માત્ર ડઝનબંધ પણ એકાસણા કરવાવાળા, સચિત્તના ત્યાગી, પાદચારી એવા એટલે કે કોઈક અપેક્ષાએ ઉપધાનવહન અને પ્રતિભાવહન આદિ ધાર્મિક જીવનોના ઉચ્ચ પ્રવાહને વહન કરતાં સાધર્મિકોની ભક્તિ કરવાને ભાગ્યશાળી બની શકતો નથી, ત્યારે કોઇપણ તીર્થની યાત્રાને અંગે યાત્રિકોના સમુદાયરૂપ સંઘની રક્ષા કરવાની જવાબદારીએ આધિપત્યપદને વહેનારો ભાગ્યશાળી શ્રદ્ધાળુ સદગૃહસ્થ હંમેશાં સેંકડો અને હજારો સચિત્તનો પરિહાર કરનારા, એક જ વખત ભોજન કરનારા, ગુરુમહારાજ સાથે પગથી પ્રયાણ કરનારા અને બ્રહ્મચારીપણાથી શોભિત, એવા શ્રાવકોની દ્રવ્ય, ભાવ ઉભય પ્રકારની ભક્તિ કરવાને ભાગ્યશાળી બને છે, અને તે પણ ભાગ્યશાળીપણું એકાદ દિવસને માટે નહિ પણ લાગલગાટ કંઇ અઠવાડિયા કે પખવાડિયા સુધી તીર્થના માર્ગના પ્રમાણમાં તેઓ પૂર્વે કહેલા ભક્તિના કાર્યો કરવાને ભાગ્યશાળી થાય છે. પોતાના સ્થાનમાં રહેલો કોઇપણ પ્રતિષ્ઠિત શ્રદ્ધાળુ સમૃદ્ધિ સંપન્ન છતાં પણ યાત્રાળુઓની જેમ સંઘપતિપણાની વખતે ભક્તિ કરી શકે છે તેવી ત્યાં કરી શકતો નથી વળી પંચમહાવ્રત ધારક,સંસારસમુદ્રથી તારનાર, મહાનુભાવ સાધુ, સાધ્વીરૂપ જંગમતીર્થની નિરવદ્ય અને શુદ્ધ ભકિત કરવાનો વખત તો સંઘપતિપણામાં જ અદ્વિતીય હોય છે. દરેક સ્થાનમાં તેવા સમુદાય સહિત તેવી સમૃદ્ધિ સાથે જવાથી જૈન, જૈનેતરોમાં શાસન, ધર્મ અને ધર્મિષ્ઠોની પ્રશંસા અને અનુમોદનાધારાએ જે લાભ અનુભવાય છે તેને સમજનારો મનુષ્ય સંઘપતિપણાની કિંમત આંકી શકે છે, પણ ભીલજાતમાં ભીલપણે કેળવાયેલા મનુષ્યને ચાહે જેવો કિંમતી હીરો પણ કોડીઓની કિંમતનો જ લાગે છે. તેવી રીતે તે ધર્મપ્રશંસાદિક સત્કાર્યોની કિંમતને નહિ સમજનારો મનુષ્ય સંઘપતિપણાની કિંમત ઓછી ગણે તો નવાઈ જેવું નથી, પણ તેવા મનુષ્ય તેવી કિંમત કરેલી હોય તેટલા માત્રથી તે ઉત્તમ માર્ગની કિંમત ઘટતી નથી તીર્થના સ્થાનોમાં આધિપત્ય કરનારા સત્તાધીશોને પણ સંઘનો સમુદાય સંઘની સમૃદ્ધિ અને સંઘવીના મોભાને અંગે ઘણી ભાવવૃધ્ધિ જ થાય છે અને તેને જ પ્રભાવે તે સત્તાધારીઓ અજૈન છતાં પણ હિંસા, મદિરા વગેરેનું છોડવું, ધર્મના લાગા વગેરે પ્રવર્તાવવા અને
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy