________________
૧૫૭.
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫ દાસીએ એ માટે પણ ઉપાય શોધી કાઢ્યો. ત્યાંના રાજા પ્રાતઃકાલે સૌથી પહેલો આશીર્વાદ આપનારને બે માસા સોનું આપે છે. દાસીએ એમ કરવા જણાવ્યું, અને વહેલો ઊઠીને જવાની સૂચના કરી. સ્નેહમાં ફસાયેલો પોતાના સ્વરૂપને જોતો નથી. વહેલા જવાની ધૂનમાં ઊંઘ પણ ન આવી. રાત્રિના બે વાગે કપિલ તો નીકળ્યો. આટલી રાત્રે નીકળેલો એ એકલા જુવાન કપિલને સિપાઇએ પકડયો. રાજા પાસે રજુ કર્યો રાજા પાસે આણે ખરી વાત કહી દીધી અને બીજો કોઈ લઈ ન જાય તે માટે આ રીતે વહેલો ઉઠી ચાલી નીકળ્યો એવો બચાવ કર્યો. રાજાએ એને જંજાળમાંથી છોડાવવાના ઇરાદાથી કહ્યું કે “તારે જે જોઇએ તે માગી લે” કપિલે વિચાર કરવાની મહેતલ માગી. રાજાએ વિચાર કરવા પાસેની વાડીમાં મોકલ્યો. વાડીમાં જઈને કપિલ વિચારે છે કેઃ “બે માસા સોનાથી શું થાય ? દસ માસા માગું ? એટલે તો કપડાં થાય પણ ઘરેણાં વગર ચાલે ? ત્યારે સો માસા માગું ? બે માસા માગવા નીકળેલો માગણીના મનોરથોમાં વધતો ચાલ્યો. બાયડીના, ગોઠીયાના, સાહ્યબીના તમામ વિચાર કરવા લાગ્યો. હજાર માસાએ, લાખ માસાએ તથા કરોડ માસાએ મનોરથથી આવ્યો. મનના કોડ એ જ કોઢ, અને કોડના કરોડ એય કોઢ. આટલે વાત અટકતી નથી, હજી તૃષ્ણા વધે છે. કુંડાળાનો છેડો પાણીના છેડે તેવી રીતે તૃષ્ણાનો છેડો ન આવે ત્યાં સુધી લોભનો છેડો નથી. લોભને થોભ નથી. આ વાત જાણીતી છે. આમાંથી કપિલને બોધ થયો અને માર્ગે આવી ગયો. તાત્પર્ય એ કે અહીં જો સુખ વધ્યું તો લોભ વધે, પણ સામાન્ય સુખમાં કંઈ થતું નથી. દુઃખ વગરનું, નાશ નહિ થનારું સુખ માગે છે તે શી રીતે મળે ? જેવું સુખ જોઇએ તેવા કારણો મેળવવા જોઇએ.
જાહેર ખબર પહેલા વર્ષનો અંક૨૧
બીજા વર્ષના અંક ૨, ૩, ૨૩ ઉપરના અંકો સમિતિને જે કોઈ મોકલી આપશે તેને દોઢી કિંમત આપવામાં આવશે.
ઉપર સિવાયના અંકો જે કોઈને ફાઇલ બનાવવા તૂટતા હોય તો સવા આનાના સ્ટેમ્પ બીડવાથી મોકલી આપીશું.
સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ.
ભૂલેશ્વર લાલબાગ, મુંબઈ, નં. ૪ સુચનાઃ- વી. પી. ચાલુ કર્યા છે હજુ જેણે લવાજમ ભર્યા નથી તેઓએ તુરત મોકલી આપવાં.