SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , , , , , , , ૧૪૬ શ્રી સિદ્ધચક્ર તા. ૧૯-૧-૩૫ વિચારતાં વર્તમાન શાસનના અધિપતિ ભગવાન મહાવીર મહારાજનું નયસારના ભવની અપેક્ષાઓ સમ્યગદર્શનની પ્રાપ્તિ નહોતી થઈ તે વખતે પણ પરોપકારદૃષ્ટિની અસીમ અવસ્થા બતાવવામાં આવી. તત્વથી વિચારીએ તો તે પરોપકારવૃત્તિ રૂપી કલ્પવલ્લી જ સમ્યગદર્શનરૂપ ફળને દેવાવાળી થઇ છે. નયસારના જીવે સમ્યગ્ગદર્શનની કલ્પના પણ કરી નહોતી, તેને મેળવવાની ભાવના પણ ન હતી, તેના સાધનોની ગવેષણા ન હોતી, સુવિહિત સાધુઓનો સમાગમ થયો તે વખતે પણ સમ્યગદર્શનના દાતાર મહોપકારીના દર્શન થાય એવી અંશે પણ ભાવના ન હતી, પણ માત્ર દુઃખી જીવોના દુઃખોને દૂર કરવારૂપ પરોપકારવૃત્તિમાં થયેલું તેનું વર્તન સધર્મદેશનાદ્વારા એ સમ્યકત્વને પ્રાપ્ત કરાવનાર થયું. . વર્તમાનકાળમાં અન્ય મતવાળાઓ જ્યારે પોતાના આગમને જ અનુસરીને ચાલવામાં ધર્મ જણાવી પોતાના આગમને પરીક્ષાની કોટિમાં ન મેલતાં યુક્તિથી વેગળા રાખી, સ્વકલ્પિત અર્થોને આધારે પ્રાણીઓને પ્રવર્તાવવામાં ધર્મ સમજાવવા મથન કરે છે, અને તેને જ પ્રતાપે અન્ય મતોમાં એક સરખા આગમોનો સ્વીકાર છતાં વિશિષ્ટાદ્વૈત, કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, જ્ઞાનાદ્વૈત, શબ્દાદ્વૈત વિગેરે અદ્વૈતપણામાં ભિન્નભિન્ન મતો, તેમજ પ્રાર્થનાસમાજ, બ્રહ્મોસમાજ, આર્યસમાજ વિગેરે સમાજ કે સમાજ નામધારી પંથો કે પ્રેમમાર્ગ, ભક્તિમાર્ગ વિગેરે માર્ગે જુદા પડેલા છે. તેવી રીતે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના શાસનમાં બનતું નથી અને બનાવવાનું હોતું નથી અને તેથી જ તેને શાસનને જમાના અને જનના રંગનો પાશ ન લાગતો હોવાથી ત્રિકાલાબાધિત કહેવામાં આવે છે. જો કે જૈનદર્શનમાં મતભેદો પડયા નથી, નિહ્નવો પાક્યા નથી, કે પંથોનો પ્રાદુભાવૈ થયો નથી એવું કાંઈ નથી, પણ જૈનધર્મમાં પડેલ પંથો, મતો, જૈનધર્મના મૂળરૂપ જીવાજીવાદિક તત્ત્વરૂપ કોઈપણ અંશે બાધ કરનારા નથી, અને તેથી જ જૈનદર્શને પ્રતિપાદિત જીવાજીવાદિક તત્ત્વરૂપ માર્ગ ત્રિકાલાબાધિત હોવા સાથે અવિચ્છિન્ન પ્રભાવશાળી ગણાય છે. આવી સ્થિતિનો જ ઉપદેશ તે સાર્થથી છૂટા પડેલા, જંગલમાંથી ઉતરીને આવેલા, અજ્ઞાતપણે પણ નયસારના આત્માનો આહારાદિક ગ્રહણદ્વારાએ ઉદ્ધાર કરનારા સુવિહિત શિરોમણિઓએ માર્ગમાં દીધો હતો, અને તેથી જ તે નયસારને તે સુવિહિત શિરોમણિના પ્રતાપે સમ્યકત્વ પ્રાપ્તિનો પવિત્ર પ્રસંગ પ્રાપ્ત થયો હતો, પણ વર્તમાનકાળમાં જૈનસંઘથી બહાર પડેલા અને અન્યનું અનુકરણ મથનારા ટોળાંવાળા અને પંથવાળાઓ જિનેશ્વર મહારાજના નિરૂપણ કરેલા તત્વશ્રદ્ધાનરૂપ સમ્યગદર્શન ઉપર ચોથમલજીનું સમકિત, હજારીમલજીનું સમકિત, મુનાલાલજીનું સમકિત, જુહારીમલજીનું સમકિત વિગેરે છાપો આપી તથા ભયંકર ભિષણ માર્ગને પ્રગટ કરી ભવ્યોને ભવસાગરમાં સરકાવી દેનાર ભીખમનું સમકિત અને કાલુરામનું સમકિત વિગેરે કહી ભોળા જીવોને ભરમાવે છે તેવું તે સુવિહિત શિરોમણિઓએ કર્યું નહિ અને તેઓએ તો માત્ર જિનેશ્વર મહારાજના વચનોને અનુસરીને જીવાજીવાદિક તત્ત્વોનું સ્વરૂપ સમજાવ્યું
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy