________________
૧૪૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫ (ટાઈટલ પા. ૨ થી અનુસંધાન) રાખવું કે વનસ્પતિ આદિ સ્થાવર જીવો અને જાનવર, કડી, મંકોડી વિગેરે યજ્ઞનું નામમાત્ર પણ સાંભળવાને બેનસીબ છે, છતાં તેઓને પણ વરસાદદ્વારા એ પોષણ મળે છે, માટે આખા જગતને વરસાદ જે પોષણ દે છે તેમાં જગતના જીવોના પૂર્વસંચિત પુણ્યો જ કારણ છે. જગતમાં મનુષ્યવર્ગમાં ઘણો ભાગ અગ્નિથી જ આહારપાકાદિકનો લાભ મેળવી જીવનનિર્વાહ કરનારા હોય છે, એ અગ્નિ મનુષ્યના જીવનનિર્વાહ માટે કેટલો બધો જરૂરી છે તેની જિજ્ઞાસાવાળાઓએ ભગવાન શ્રી આદિનાથજીના ચરિત્રમાં આહારપાકનું આખું પ્રકરણ વિચારી જોવાની જરૂર છે. આવો જરૂરી ગણાયેલો અગ્નિ જો ઉર્ધ્વશિખાવાળો ન હોત તો અગ્નિ પદાર્થની હયાતી છતાં પણ તેનાથી કોઇપણ પ્રકારની કાર્યસિદ્ધિ થાત નહીં, પણ તે અગ્નિ ઉદ્ઘ શિખાવાળો હોવાથી જ આહારપાકાદિકની સર્વ ક્રિયા થઈ શકે છે, અને તે અગ્નિનો ઊર્ધ્વ જવલન સ્વભાવ પ્રત્યક્ષ સિદ્ધ છે, અને તે જ સ્વભાવ પુણ્યશાળી પ્રાણીઓને આહારપાકાદિકમાં મદદ કરનાર હોઈ અગ્નિનું ઉર્ધ્વજવલન પુણ્ય (ધર્મ) ના પ્રભાવે જ થાય છે એમ માનવામાં કોઇપણ પ્રકારની હરકત નથી (પદાર્થના ગુણને જાણનારા મનુષ્યો પોતાને કોઇપણ પદાર્થથી થયેલા ગુણને જ ધ્યાનમાં રાખનારા હોય છે, જો કે તે પદાર્થે ગુણજ્ઞોને ગુણ કરવા માટે જ તેમ કર્યું હોય કે પોતાના સ્વભાવે તેમ કર્યું હોય, પણ ગુણજ્ઞ મનુષ્યો તો બુદ્ધિપૂર્વક કે ઇતરથી પણ પોતાના થયેલા ગુણના કારણોને જરૂર ઉપકારી માને છે અને જો એમ ન ગણે તો લોકોત્તર દૃષ્ટિએ દેવ કે ગુરુનો અને લૌકિક દૃષ્ટિએ માબાપ કે કલાચાર્ય વિગેરેનો ઉપકાર માનવાનો વખત રહે જ નહિ) આ વાત તો જગતમાં પ્રસિદ્ધ જ છે કે વાયરાનું વાવું એ ઘણા ભાગે તિરછું જ બને છે, અને તેથી જ વાયુના ભેદો પણ પૂર્વવાત, પશ્ચિમવાત, ઉત્તરવાત, દક્ષિણવાત વિગેરેના નામે જ શાસ્ત્રકારો જણાવે છે, તો વાયુનું તિરછું વાવું તે સિદ્ધ જ છે, અને જો તે તિરછું વાવું ન થતું હોય તો એક આંખનો પલકારો મારવો કે શ્વાસ લેવો તે પણ જગતને મુશ્કેલ પડત. વનસ્પતિ વિગેરેને તે તિર્થી ભાગમાં વાતા વાયરાથી કેટલું બધું પોષણ મળે છે તે વાત વનસ્પતિવિદ્યાને જાણનારાઓથી અજાણી નથી. આવી રીતે જગતના જીવોના જીવનનિર્વાહમાં ઉપકારી વસ્તુઓને વ્યવસ્થિત કરનાર વાયુનું તિરછું વાવું તે જીવોના પુણ્યને જ આભારી છે. (જગતમાં જીવો પુણ્યનો બંધ કરતી વખતે અનેક પ્રકારના શુભ અધ્યવસાયવાળા હોય છે અને પવિત્ર વ્યવસાયથી કરેલા પવિત્ર કાર્યોથી લોકોને અનેક પ્રકારના ઉપકાર થાય છે, માટે એક જ ધર્મ (પુણ્યથી) અનેક પ્રકારના અનેક વસ્તુતારા એ જુદાં જુદાં કાર્ય થાય તેમાં આશ્ચર્ય નથી-સમુદ્ર વિગેરેની સ્થિતિને ધર્મદ્વારા એ ગોઠવાતી જોઇ કેટલાક મનુષ્યને અતિશયોક્તિ લાગવાનો સંભવ છે, પણ તે સમુદ્ર વિગેરેની વિરૂદ્ધ વર્તણુંક થતાં, જે જે કારમાં બનાવો બને છે, તે બનાવો તરફ જો બારીકાઇથી જોવામાં આવે તો તે કારમાં બનાવથી જેટલો કાળ જે જે પ્રાણીઓ બચ્યા, તેમાં તે તે પ્રાણીઓનો તેટલો કાળ ધર્મપ્રભાવ માન્યા સિવાય છૂટકો જ નથી. ધ્યાનમાં રાખવું કે સમુદ્રાદિનું મર્યાદાસર રહેવું તે વિરૂદ્ધ વર્તનના અભાવરૂપ નથી, કે જેથી વ્યવસ્થાસર થતું વર્તન તે પાપના અભાવથી થયેલું માની શકાય. અર્થાત્ કારમા કેર વર્તાવનારું વિરૂદ્ધ વર્તન જેમ જગતના તે તે જીવોના પાપના ઉદયથી થાય, તેવી જ રીતે તે સમુદ્રાદિનું વ્યવસ્થાસર વર્તન જગતના તે તે જીવોના પુણ્યના ઉદયે
E