________________
૧૪૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૫-૧-૩૫
મહારાજ વિગેરેને પણ જાણવામાં ન આવ્યું અને તેનો અભ્યાસ છ માસ સુધી કરાવ્યો અને કર્યો
એ મુનિરાજને મનક-મનાલ્ફ કેમ કહેવાય ? ૨૮ જે મુનિરાજના છ માસ જેટલા ટુંક સમયમાં સંયમની આરાધનાપૂર્વક કાળધર્મ થયા પછી તેને
માટે ઉદ્ધરેલા દશવૈકાલિકનું સંહરણ કરવાને માટે થયેલો શäભવસૂરિનો વિચાર શ્રી યશોભદ્રસૂરિ
વિગેરે શ્રમણ સંઘે વિનંતિ કરી રોકી દીધો એ મુનિરાજને મનક-મનાકુ કેમ કહેવાય? ૨૯ જે મુનિરાજ દશવૈકાલિકના બહાને પાંચમા આરાના છેડા સુધી પોતાની સત્તા સાબીત કરશે તે
મુનિરાજને મનક-મનામ્ કેમ કહેવાય ? ૩૦ જે મુનિરાજ માત્ર આઠ વર્ષની વયે દીક્ષિત થયેલા અને કેવળ છ માસ જેટલા ટુંક વખત સુધી
ચારિત્ર પર્યાયમાં રહેલા છતાં તેમને નામે ચૌદપૂર્વધર શ્રુતકેવલી શäભવસૂરિની પ્રસિદ્ધિ થાય અને મનક પિતા તરીકે શ્રી પર્યુષણાકલ્પ વિગેરેમાં સ્થવિરાવલીમાં લખાય એ મુનિરાજને મનકમનાકું કેમ કહેવાય ?
નોંધ - મુનિરાજ મનકની દીક્ષા જે આઠ વર્ષની વયે કહેવામાં આવે છે તે આઠ વર્ષ પૂરાં થઈ ગયેલ સમજવાં નહિ, પણ માત્ર સાત પુરાં થઈને આઠમું વર્ષ ચાલતું હતું તે વખતે દીક્ષા થયેલી છે એમ સમજવું, કારણ કે જો એમ ન હોય તો શ્રી નિશીથભાષ્ય અને પંચકલ્પભાષ્યમાં જન્મ પછી આઠ વર્ષ પૂર્ણ થએ દીક્ષા માનનારા પક્ષની અપેક્ષાએ પણ તે મનક મુનિજીની દીક્ષાને અપવાદ તરીકે ગણત નહિ. યાદ રાખવું જરૂરી છે કે જે જે પક્ષ જે જે માન્યતા ધરાવે છે તે પક્ષ તે તે માન્યતાની અપેક્ષાએ જ ઉત્સર્ગ અપવાદને બાધિત કરવા કોઈ સમજુ પુરુષ તૈયાર થાય જ નહીં. આ લેખમાં જણાવેલી હકીકત બાળદીક્ષાને પોષણ કરનાર થાય તેના કરતાં તે મુનિરાજની મહત્તા વધારે પોષણ કરનાર છે અને તે જ ઉદેશ આ લેખનો રાખવામાં આવેલો છે.