________________
(ટાઇટલ પા. ૪ નું અનુસંધાન) રહેલો ધર્મ જ છે. (તેવા હિતૈષી અને અદ્વિતીય ધર્મબંધુની મદદ જેઓને નથી હોતી તેઓ જ અપાર દુઃખદરિયામાં ડુબી જાય છે. જગતના વિચિત્ર સંજોગોમાં એકી સાથે રહેલાં વિવિધ પ્રાણીઓમાં થતા સુખદુઃખાદિ ફળની વિચિત્રતા દેખનારા કોઇપણ મનુષ્યથી આ ધર્મનો મહિમા સ્વીકાર્યા સિવાય છૂટકો જ નથી. સરખા સંજોગોમાં વિચિત્ર ફળો પ્રાદુર્ભાવ માનવો તે વિચિત્ર કારણને લીધે જ છે એ અક્કલમંદોથી અજાણ્યું નથી. હવા,પાણી, પૃથ્વી આદિક બીજા બીજા હેતુઓને કલ્પતા છતાં પણ તે હવાદિકના તેવા સંજોગોમાં અંતતઃ ધર્મ (પુણ્ય) ને કારણે માન્યા સિવાય છૂટકો જ નથી.) પૃથ્વીની ચારે બાજુ સમુદ્ર વિટાયેલો છે, અને તે સમુદ્રનું પાણી પૃથ્વીની સપાટી કરતા અનુક્રમે હજારો જોજન ઉંચું થઈ જાય છે, છતાં તે પાણી જે દ્વીપને ડુબાડતું નથી, તે દ્વીપમાં રહેલા જીવનધારી જીવોના પુણ્યનો જ પ્રભાવ છે. (વર્તમાન લોકોની માન્યતા પ્રમાણે પણ પૃથ્વીદળના ભાગ કરતાં પાણીના દળનો ભાગ ત્રણ ગણો છે, અને તે મોટો પાણીનો ભાગ કોઇ પણ વ્યક્તિથી નિયમિત કરાયેલો નથી, છતાં તે ત્રણ ગુણો પાણીનો ભાગ પૃથ્વીને ભેદી નાખતો નથી, તેમજ પૃથ્વી પર ફરી વળતો પણ નથી, તેમાં જો કોઈપણ મુખ્ય કારણ હોય તો તે પૃથ્વી ઉપર જીવન ધારણ કરનાર જીવોનો પુણ્યપ્રભાવ જ છે.) જગતભરના જીવોમાં જેઓ વૈક્રિય શરીરને ધારણ કરનારા ન હોઇ, આકાશમાંથી સ્વતંત્ર વૈક્રિય પુગલ લેવાવાળા નથી તે સર્વને સ્થૂળ શરીર ધારણ કરવામાં ખોરાકઆદિ માટે વરસાદની જરૂર રહે તે સ્વાભાવિક છે અને તે વરસાદ કોઈપણ વ્યક્તિ કે સમુદાયના કાબુમાં નથી, પણ ફક્ત તે વરસાદની ઉપર આધાર રાખનાર પ્રાણીઓના પુણ્યપ્રભાવના જ કાબુમાં છે. (વરસાદના જુદા જુદા પ્રવાહો જુદા જુદા દેશ ઉપર જુદી જુદી રીતે ગમન કરવાવાળા માનવામાં આવેલા છતાં પણ સર્વ ક્ષેત્રોમાં, સર્વ વર્ષોમાં સરખી રીતે તે તે ક્ષેત્રને અંગે આવતા તે તે પ્રવાહોનું નિયમિત ગમન નથી હોતું, તે હકીકત વિચક્ષણોની નજર બહાર નથી, પણ પૂર્વ ભવોએ જેઓએ પુણ્યઉપાર્જન કરેલું હોય તે જીવોના પુણ્યના પ્રમાણમાં જ વરસાદનું વરસવું થાય છે અને તેથી વરસાદ તે પૃથ્વીને તે પ્રમાણમાં જ નવપલ્લવિત કરે છે, કે જેમાં જેટલા પુણ્યવાળા જેટલા પ્રાણીઓ રહેતા હોય-સર્વ કાળે, સર્વ ક્ષેત્રમાં એક સરખો સમુદ્રનો પ્રવાહ અને વૃષ્ટિનો પ્રવાહ રહ્યો નથી અને રહેતો નથી એ વાત ભૌગોલિક વિદ્વાનોની ધ્યાન બહાર નથી. જુદે જુદે કાળે, જુદા જુદા ક્ષેત્રમાં પ્રકર્ષ, મધ્યમ અને જઘન્ય પર્યાવાળા પ્રાણીઓ વસે, જન્મ. તેમજ પ્રકર્ષ, મધ્યમ અને જઘન્ય પાપવાળા પણ વસે અને જન્મ અને તેથી વૃષ્ટિ પ્રવાહનું અનિયમિતપણું થાય એ હકીકત વિચારતાં પુણ્ય (ધર્મ) ને વરસાદના મુખ્ય કારણ તરીકે માનવો તે સ્વાભાવિક છે.) જો કે કેટલાકો પૃથ્વી પર વસવાવાળા જીવોના જીવનની રક્ષા માટે વરસાદની જરૂરીયાત માને છે, પણ તે વરસાદની સ્થિતિને યજ્ઞ અને સૂર્યદ્વારાએ અવલંબેલી રાખી, યજ્ઞની સિદ્ધિ કરવાના દુરાગ્રહને પોષવા મથે છે, પણ આર્યાવર્ત કે જ્યાં સરખી રીતે યજ્ઞનો સંભવ હોય છે ત્યાં પણ સર્વ વર્ષોમાં સરખી રીતે વરસાદનો સભાવ હોતો નથી, અને અનાર્ય ક્ષેત્રો અને દરિયા વિગેરે જલના સ્થાનોમાં કોઈપણ યજ્ઞ વિગેરે કરતું નથી, છતાં તે અનાર્ય ક્ષેત્ર અને જલસ્થાનોમાં વરસાદ નથી વરસતો એમ નથી, માટે વરસાદના કારણ તરીકે દુરાગ્રહ તરીકે યજ્ઞક્રિયાને ન ગોઠવતાં તે તે જીવોના પૂર્વભવના પુણ્યોને સર્વવ્યાપક હોવાથી માનવો વ્યાજબી છે. ધ્યાનમાં
(ાઓ અનુસંધાન પા. ૧૪૩)