________________
૧૧૧.
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪ કરે છે એ તો ગમે તેવી તબિયત બગડે છતાંયે ગમે તે ખાય છે. એના પેટમાં સેંકડો વખત દુખ્યું હશે, એળીઓ દઈને પેટ સાફ કર્યું છતાં એનાં એ જ છોકરાં દિવાળી આવે કે દહીંથરાં, પૂરી વિગેરે ઝાપટે રાખે છે ને? તમને તો જરા પેટમાં દુઃખે કે તરત ખાવાનું બંધ કરો છો. હવે કાં તો છોકરાને ડાહ્યા કહો, નહિ તો તમે તમારું ગાંડાપણું કબુલ કરો ! છોકરાં તો ઠીક ન હોય ત્યારે પથારીમાં સુએ પણ જરાક ઠીક થયું કે ઉઠે, દોડે, જાય રમવા, પડે પાણીમાં, શરદી ટાઢ, તાપ કશું જ દેખે નહિ. ઘેર ગયા પછી શું થશે એની પરવા એ ધરાવતા નથી. નાનાં છોકરાંની સ્થિતિ કઈ ? તાવ આવ્યો હોય કે ઝાડા થયા હોય પણ ખાવું તે ખરું જ. મોટામાં અને છોકરામાં ફેર ક્યાં પડ્યો? મોટા ભવિષ્ય પર ધ્યાન પહોંચાડે છે જ્યારે છોકરાં છત ઉપર લક્ષ્ય પહોંચાડે. મોટા કહેવરાવ્યા છતાં આ કેવી છોકરમત?
એવી રીતે આત્માને અંગે વિચારો. ચાલુ કાલના વિષયોનો ભોગવટો કરવો તે છોકરમત છે કે બીજું કાંઈ ? છોકરાં ભવિષ્યની દરકાર કરતાં નથી, તડકો લાગે, લૂ વાય, તાવ આવે, માંદા પડે એ કશાની પરવા એમને નથી, એમને તો ભમરડા અને લખોટી એજ સુખરૂપ લાગે છે. એ રમતમાં મળવાનું શું ? માત્ર “જીત્યા' કહેવાય એટલું જ ! કહેવાનો મતલબ એજ કે છતનો સણસણાટ છોકરાંને હોય, ભવિષ્યનો વિચાર સમજુને હોય, હવે આ બેમાં કોને સારા ગણવા ? એ અપેક્ષાએ જો મોટા સારા ગણાય તો ભવિષ્યના ભવના વિચારવાળા તથા માત્ર વર્તમાનના વિચારવાળામાં સમજુ કોણ અને અણસમજુ કોણ ? સામાન્યથી ચેષ્ટાની અપેક્ષાએ ઈષ્ટની સિદ્ધિએ ક્રિયા કરવી તેમાં સમજણવાળા કોણ? બે ઈદ્રિયથી માંડીને બધા જીવ, પણ ભૂત ભવિષ્યની અપેક્ષાએ લાંબો વિચાર કરનારા સમજુ છે. માલ કે માર ?
એક શેઠીયાને ત્યાં ઘીનાં કુલ્લાં આવ્યાં હતાં. એને ત્યાં ચોરી કરવા આવેલા ચોરોએ બીજું કાંઈ ન મળવાથી, “ભાગતા ચોરની લંગોટી' એ ન્યાયે એ ઉઠાવ્યાં. ઉઠાવ્યા તો ખરાં પણ સંતાડવાં શી રીતે? મોતીનો હાર હોય તો ખાડો ખોદી દાટી રખાય, પણ ઘીનાં કુલ્લાનું શું થાય ? ચોરીનો માલ ઘેર પણ લઈ જવાય નહિ. કહો કે ચોરી કરતાં પણ આવડી નહિ. ચોરીમાં ચીજ કઈ લીધી ? આવો જ એક બીજો બનાવ બનેલો જેના અંગે આ ચોરો કુલ્લાંના રક્ષણનો વિચાર કરે છે. એક ગરાસીયે ચોરીમાં મળેલું થીજ્યા ઘીનું ઢેકું સાફામાં માથે બાંધી લીધું અને ચાલ્યો, માર્ગમાં કોઈ ચોરો કે લૂટારાના ઝુંપડાં હતાં એમની પાસેના પોપટે સાફામાં રહેલા ઘીના લોંદાને જોઈ સાંકેતિક ભાષામાં જણાવી દીધું. તેઓએ ગરાસીયાને અડધો કલાક તડકે રાખવાનો પોતાના માણસોને હુકમ કર્યો, કેમકે એની પાસે કાંઈ દેખાતું નથી તેમજ એ પણ ખાત્રી છે કે પોપટ કાંઈ નકામું કહે નહિ. એ ઝુંપડાવાળા પેલા ઠાકોરની સાથે