________________
૧૧૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪
આવેલી એવી પણ છોકરીનું દુનિયાદારીનું હિત એને ઘેર જવામાં અને ત્યાં રહેવામાં એમ તમે માનો છો માટે જો છોકરી ન જાય તો પણ બળાત્કારે મોકલો છો, એના સાસરીયાને તેઓ એ છોકરીને લઈ જાય એમ તમેજ કહેવરાવો છો તેવી રીતે જેને ધર્મ જ પ્રિય છે તેણે પોતાનો છોકરો ધર્મના માર્ગે સહેજે ન આવે તો બળાત્કારે પણ લાવવો જોઈએ. છોકરો બે દિવસ નિશાળે ન જાય તો આંખો લાલચોળ થઈ જાય છે પણ બે દિવસ દેહરે, ઉપાશ્રયે ન જાય તે વખતે કાંઈ થાય છે ? પર્યુષણ જેવા પર્વના દિવસોમાં એટલે કે ધર્મક્રિયાના ખાસ એ પર્વમાં તમારા છોકરાએ ધર્મનું આરાધન ન કર્યું હોય તો તમારા મનને પૂછો કે કાંઈ થાય છે ? જો એ છોકરો દુકાને ન જાય તો તે વખતે મનની સ્થિતિ કેવી ગંભીર બને છે ? જ્યારે દેહરે, ઉપાશ્રયે ન જાય ત્યારે એમ બોલીને પતાવો છો કે - “શું કરીએ ? ઘણું યે કહ્યું પણ જતો નથી. મતલબ કે લોકવ્યવહાર તથા દુનિયાદારી જેટલો પણ ધર્મ હજી કાળજામાં વસ્યો નથી. ધર્મને એની બરોબર પણ ગણ્યો હોત તો જરૂર દેહરે, ઉપાશ્રયે છોકરો ન જવાથી ઉંચાનીચા થઈ જાત. પ્રશ્ન - દુનિયાદારીનું ફળ પ્રત્યક્ષ છે ને ?
જવાબ:- દુનિયાના વિષયોમાં ન લપટાવાને તત્ત્વ ગણવું એજ આસ્તિકનું લક્ષણ છે. પાપ, પુષ્ય, સ્વર્ગ, નર્ક, આશ્રવ, સંવર, નિર્જરા, મોક્ષ આ બધું જીગરથી માનતા હોઈએ તો એવા પ્રસંગે (છોકરો ધર્મ ન કરે ત્યાં) સેંકડો ગણું તપવાપણું થવું જોઈએ. ભણીને બૅરિસ્ટર થનારા અળસીનો વેપાર કરનારા નીવડે છે, જ્યારે સહી સરખી નહિ આવડવાવાળા કરોડપતિ થઈ જાય છે એ નજરે દેખીએ છીએ. ધર્મના અભાવે સાગરોપમ સુધી દુઃખી થવું પડે છે એ શ્રદ્ધા હોય તો કાળજું કેટલું દુઃખી થવું જોઈએ? અહીના (દુનિયાદારીના) લાભમાં છોકરો ઠગાતો દેખાય ત્યાં ઉંચાનીચા થઈ જવાય છે અને આત્મીય લાભ ઢગલા બંધ ચાલ્યો જાય છે તે માટે કાંઈ નહિ? મનુષ્યભવ મોક્ષની નીસરણી (સીડી) છે, અહીંથી સર્વાર્થસિદ્ધ સુધી દેવલોક જવાય, વાવ મોક્ષે જવાય, ત્યાંથી જીવ ખસી જાય છે એનો વિચાર આવ્યો? પ્રશ્ન :- પહેલાં ધર્મ કે આજીવિકા ?
જવાબ :- આપદ્ધર્મ તરીકે આ (આજીવિકા માટે કરવું પડતું) કર્યા વગર છૂટકો નથી એવું મનમાં આવ્યું? ન છૂટકાની અપેક્ષાએ દોડી મરતા નથી પણ મોજમઝાની અપેક્ષાએ દોડી મરીએ છીએ. મધ્યમ વર્ગની વાત જવા દો પણ જરૂરીયાત કરતાં કંઈગુણું ધન જેઓ પાસે છે તેઓ શા માટે દોડાદોડી કરી રહ્યા છે ? “અહીંથી લઉં કે તહીંથી લઉં! એ દશા ત્યાં છે. જેઓની પાસે પોતાના નિર્વાહ પૂરતું છે તેઓ હજી “શું કરું ?” એમ કહે તો વ્યાજબી છે તે છતાં તેઓ પણ સ્વર્ગ, નર્ક, પુણ્યપાપ, ભવ, સંસાર મોક્ષને માને છે કે નહિ ? તમે ખોરાક લેવામાં વિચારીને લ્યો છો, પ્રકૃતિ તપાસો છો પણ છોકરાં એમ