________________
૯૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧૨-૩૪
છે, નાનાં પાનાં પણ માત્ર ટાળવા જેવાં હોય તે પણ ઉપયોગમાં લેવાયાં હોય.) ૨ અઢી અઢી, ત્રણ ત્રણ ફૂટની પાટલીઓ પાના સાથે એક હાથે રાખી વાંચવી ન ફાવે તે સ્વાભવિક છે. ૩ મુંબઇથી પત્ર લખાવીને બાંધવાવાળાએજ ફરી ચર્ચા શરૂ કરી છે. ૪ ચર્ચાસારના કયા પાને વ્યાખ્યાનમાં મુહપત્તિના બંધનના વિધાનનો સ્પષ્ટ પાઠ છે તે જણાવવું. ૫ મુખકોશનું અનુકરણ કરવા બંધનવાળા પક્ષે કહ્યું છે. ૬ પાઠની માંગણી વખતે પ્રવૃત્તિ કે કોઇના અભિપ્રાયો જણાવવા તે યોગ્ય નથી. ૭ શ્રી ભગવતીજી અને શ્રી જ્ઞાતાસૂત્રજીમાં તમારો જણાવેલો હજામનો મુખકોશ આઠ પડનો છે. નહિ કે બે પડનો. ૮ વિધાનની ચર્ચામાં પુરુષ પ્રવૃત્તિને ગોઠવવી એ નબળાઈ છે. ૯ વસતિપ્રમાર્જન કરતાં કાન વિંધ્યા વગર પણ મુહપત્તિ બંધાય છે, તેમ મૃતકને પણ બની શકે. ૧૦ શેષ વખત વાચનાદિકમાં જેમ ઉપયોગ રખાય તેમ વ્યાખ્યાન વખતે પણ રાખી શકાય. (પ્રસંગે પુસ્તક સાપડા ઉપર રાખી શકાય છે.) ૧૧ ચૈત્યવંદન બૃહભાષ્યમાં શાંતિ મુહપત્તિયં નવાં એ પાઠથી જ જિનેશ્વર મહારાજની યોગમુદ્રા કરતાં શેષ વ્યાખ્યાનકારોની યોગમુદ્રામાં ભેદ છે એમ સ્પષ્ટ છે. ૧૨ પુસ્તક સાપડા ઉપર મેલવાથી એક હાથે મુહપત્તિ અને એક હાથે પ્રવચનમુદ્રા પણ બની શકશે. (જો કે આચારદિનકર અને વિધિપ્રપાને તમે પણ સર્વીશે માન્ય કરી શકો તેમ નથી.) ૧૩ આખો દિવસ બોલતાં જેમ મુહપત્તિ મુખ પાસે રખાય તેમ વ્યાખ્યાન વખતે પણ રખાય અને તેને સ્થાપન કહેવાય તેમાં નવાઈ નથી. ૧૪ વ્યાખ્યાનમાં નાક ઉપર રાખીને મુહપત્તિ કાનમાં ભરાવવી એવા વિધાનનો લેખ કેમ નથી આપતા ? ૧૫ પંચવસ્તુને પાઠથી નંદીસૂત્ર સાંભળતાં વિધિગૃહીતયા શબ્દથી હાથમાં રાખવાનો અર્થ થાય છે. માટે બાંધવાનો કરેલો અર્થ ખોટો છે, અને નંદીસૂત્ર સાંભળનારો કોઇ બાંધતો પણ નથી ૧૬ આશાતના ટાળવા બાંધવી હોય તો સભાના વ્યાખ્યાન વખતે એકલી ન બાંધતાં સમગ્ર વાચન વખતે બાંધવી જોઇએ. ૧૭ નવકારવાળીના મણકા માટે ઉપદેશરસાયણમાં સ્પષ્ટ સૂચનનો લેખ છે, છતાં તે મણકાની સંખ્યાને જે પરંપરામૂલક જણાવાય છે, પણ તેમાં લેખનો ડોળ કરવામાં આવતો નથી, તેમ જ મુહપત્તિબંધનમાં પણ કરવામાં આવે તો ચર્ચા સહેજે ઓછી થાય. ૧૮ દાંતની કાંતિનું વ્યાખ્યાન વખતે વર્ણન મુહપત્તિ ન બાંધી હોય તોજ યોગ્ય ગણાય. ૧૯ સંમેલનમાં સકળ સંઘ સમક્ષ શ્રીમાન નગરશેઠે જણાવ્યું હતું કે તેમના (વ્યાખ્યાનમાં મુહપત્તિ બાંધવાવાળાના) કહેવાથી મુહપત્તિબંધનની ચર્ચા નહિ કરવા હું વિનંતિ કરું છું.
તા.ક. વ્યાખ્યાનમાં વિંધેલા બે કાનમાં મુહપત્તિ ભરાવીને અને તે નાક ઉપર રહે તેવી રીતે મુહપત્તિ રાખી વ્યાખ્યાન વાંચવાનું વિધાન છે એવો સ્પષ્ટ પાઠ બાંધવાવાળા તરફથી જ્યાં સુધી નહિ આપવામાં આવે ત્યાં સુધી આ પત્રને પિષ્ટપેષણ જેવું સમાલોચન કરવું ઠીક લાગતું નથી.
(મુંબઈ સમાચાર)