________________
20
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧ ૨-૩૪
પણ મૂળથી ચાલ્યું જાય, વિરતિવાળો અવિરતિ થાય. સમકાતિ મિથ્યાત્વી થાય, જ્ઞાની અજ્ઞાની થઈ જાય, એ વાત શાસ્ત્રસિદ્ધ છતાં ધર્મ નાશ થતો નથી એ વાત કેમ મનાય ?” આ શંકાનું સમાધાન બરાબર સમજી લ્યો ! મહા મહીને નદીને કાંઠે કેટલાક મનુષ્યો ગયા. ત્યાંથી ગામમાં આવી કોઈએ કોઈકને કહ્યું કે- હમણાં ગધેડો પાણીમાં પડ્યો અને બળીને મરી ગયો.' આ વાત એકદમ મનાય ? પાણીમાં પડેલો ડૂબીને મરી જાય એ સ્વાભાવિક પણ પાણીમાં પડેલો બળે શી રીતે ? વાત સાવ સાચી છતાં એને એકદમ ગપાટો કહેવાનું મન થઈ જાય પણ જ્યારે એમ લાગે કે કહેનાર મશ્કરો નથી ત્યારે તત્ત્વ જાણવાનું મન થયું, તપાસ કરતાં તત્ત્વ મળતાં વાત સાચી લાગી. તત્ત્વ શું હતું? ગધેડા ઉપર કળીચૂનો લાદેલો હતો. ગધેડો હુંફાળું લાગવાથી પાણીમાં જરા બેઠો એટલે ચૂનો પલળી ગયો, ફાટયો અને તેથી ગધેડો બળીને મરી ગયો. વાત સાચી પણ તત્ત્વ સમજાય નહિ ત્યાં સુધી ગપ લાગે ને ? હવે બીજી વાત! ચોથા આરાના સાધુઓ કરતાં પાંચમા આરાના સાધુઓ કેવા?
ચોથા આરાના સાધુઓને આપણે મહાપુરુષો કહીએ છીએ જ્યારે પાંચમા આરાના સાધુઓને જેવા તેવા કહીએ છીએ, પણ તત્ત્વદૃષ્ટિએ ચોથો આરા કરતાં પાંચમાના સાધુ વધારે ઉત્કૃષ્ટ છે. ચોથા આરામાં જ્ઞાની સાક્ષાત્ હાજર હતા, બચાવનાર ડગલે પગલે મળી રહેતા હતા, મનના ભાવોને જાણનારા પરમ કૃપાળુ શ્રી તીર્થંકરદેવ વિદ્યમાન હતા, ભગવાન શ્રી મહાવીરદેવ ધંધોજ એ કરતા કે કોઈપણ જીવ ડૂબતો બચે શી રીતે ? મહાશતક શ્રાવક પૌષધમાં છે તે વખતે એની રેવતી નામની સ્ત્રી છાકીને (મદોન્મત બનીને) આવે છે અને એને કહે છે કે : આ શું કરે છે ? પરભવમાં મળવાની આશાએ આ ભવના સુખને છોડે છે ? હાથમાં રહેલાને ફેંકી દઈ કોણી ચાટવા જાય છે ? એને બિચારીને ખબર નથી કે ધર્મ આત્માના સુખ માટે છે. ઇંદ્રિયોના સુખ માટે નથી. મહાશતક શ્રાવકને અવધિજ્ઞાન છે તે દ્વારા એ દેખી રહેલા છે કે આ બિચારી સાતમે દિવસે મરીને નરકે જવાની તેથી એ તેણીને ચેતવે છે કેતું આજથી સાતમે દિવસે મરીને નરકે જવાની છે, આ વાત ખોટી નથી. સાતમે દિવસે મરીને એ નરકે જવાની છે એ વાત સાવ સાચી છે પણ શાસ્ત્રકાર સાચી વાતને પણ ક્રોધના આવેશમાં કરવામાં આવે તો જુકી કહે છે. મહાશતકે પણ અત્યારે હિતોપદેશની અપેક્ષાએ કહ્યું નથી પણ એ ઉપદ્રવ કરવા આવેલી માટે ઉત્પન્ન થયેલા ક્રોધને લીધે કહ્યું છે. રેવતી આ સાંભળી ચૂપ થઈ ચાલી ગઈ. સવારે ભગવાન શ્રી મહાવીરદેવ ગૌતમ મહારાજાને કહે છે. મહાશતક પાસે જઈને કહે છે કે અવધિના ઉપયોગથી ક્રોધવશાત્ રાત્રે કહેલી વાત માટે તે મિચ્છામિ દુક્કડ દે ! ગૌતમ મહારાજા (શાસનના સૂબા) ભગવાનની