________________
૭૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧ ૨-૩૪
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
•
• • • • • • •
• • • • • • •
• •
• •
• • •
કલ્યાણકર ભાવ પણ આવે ક્યારે ? ધર્મક્રિયા રોજ થાય ત્યારે જ.
ત્યારે રોજ આ રીતે થતી ધર્મક્રિયા ન કરવી? એમ નહિ. મુદો ફેરવો. વળી રોજ થતી ધર્મક્રિયામાં ભાવ કોઈ કોઈ વખત આવે. વેપારમાં રોજ ઢગલાબંધ નફો હોતો નથી પણ એ નફો થાય તેને કે જે રોજ વેપાર કરતો હોય, ઘરના ખૂણે બેસી રહેનારને એ ધનનો ઢગલો મળતો નથી. રોજ ધર્મક્રિયા કરનારને કોઇ દિવસ પણ ભાવ આવશે, પણ સમૂળગી ક્રિયા નહિજ કરનારને ભાવ આવશે ક્યાંથી ? જેને માલ ખરીદવો નથી, વેચવો નથી, ધંધો કરવો જ નથી, એદી જ બનવું છે એને કોઈ દિવસ ધનનો ઢગલો થવાનો? ધનના દર્શન પણ ન થાય તો ઢગલો તો થાય ક્યાંથી ? માટે રોજ ધર્મક્રિયા કરવી આવશ્યક છે. રોજની પ્રવૃત્તિ મોટો નફો મેળવી આપનાર, ભાવ લાવી આપનાર છે. સામાયિક, પૂજા, પ્રભાવના, પૌષધ વિગેરે આવશ્યક કરણીમાં આળસ કરો તો તમને પ્રેરે કોણ ? ભણવા ગયેલો છોકરો નિશાળેથી બપોરે ભલે એના મોસાળે જ ચાલ્યો ગયો હોય પણ એ જાણીને તમને કેવો ક્રોધ થાય છે. છોકરો કાંઈ અળખામણો નથી પણ નહિ ભણે તો મોટો થશે ત્યારે ભૂખે મરશે એ વિચારથી ક્રોધ આવે છે. “મોટો થશે ત્યારે પણ એનુંયે નસીબ તો છે ને !' એ વિચાર આવ્યો ? પણ એ જ છોકરો સામાયિક, પૂજા ન કરે ત્યાં કાંઈ વિચાર આવ્યો? લોક વ્યવહાર કરતાં તમે ધર્મને કેટલું નીચું પદ આપ્યું ? છોકરો હજી દુકાને ન જાય તો હૃદયમાં દુઃખ થાય પણ પૂજા, સામાયિક વિગેરે ન કરે તો કાંઈ થાય છે ? તમને દુનિયાદારી જેટલી જરૂરી લાગી છે તેટલો ધર્મ જરૂરી લાગ્યો નથી. ખુદ પંડની વાત કરોને ! ધર્મ જરૂરી લાગ્યો હોય તો પોતાથી એ ન થાય તો અંતઃકરણ બળવું જોઇએ. દુનિયા ફાની છે અને ધર્મ શ્રેષ્ઠ છે એવું માનનારની દશા કઈ હોય? ખરેખર ! ધર્મને આપણે ઉપલકીયા ચીજ માની બેઠા છીયે જો અંતઃકરણની ચીજ માની હોય તો રિદ્ધિ, કુટુંબ તથા જિંદગી કરતાં પણ ધર્મ અધિક ગણાય. એક વખત આચરેલો ધર્મ સર્વથા નાશ પામતો જ નથી. એક વખત પામેલા ધર્મનું ફળ નાશ પામતું જ નથી. ધર્મ સર્વથા નાશ પામતો જ નથી.
અહીં પ્રશ્ન થશે કે “સમ્યકત્વ પામેલો પડી જાય, ચાર જ્ઞાની પડી જાય. યથાખ્યાત ચારિત્રવાળો પડી જાય તો પછી આ સિવાય ધર્મ એ કઈ જુદી ચીજ છે ? આવી ઉંચી સ્થિતિએ આવેલા પડી જાય તો પછી ધર્મ નાશ પામનારી ચીજ નથી એ કેમ મનાય ? ચાર જ્ઞાનવાળાને પણ કેવળીના જેવું યથાખ્યાતચારિત્ર હોય છે. કેવળી પણ મોહરહિત અને એ પણ મોહરહિત, મોહનો બંધ જેમ કેવળીને નહિ તેમ એને પણ નહિ, કેવળીને શાતા વેદનીય બંધાય તેમ એને પણ શતાવેદનીય બંધાય, આવી દશાનું અકષાયી ચારિત્ર, આવું જ્ઞાન, દર્શન, ચારિત્ર ચાલ્યું જાય અને તે પણ મધ્યમ દશા પર રહે તેમ નહિ