________________
(ટાઇટલ પા. ચોથાનું અનુસંધાન) સમાધાન-વાસક્ષેપથી પૂજન કરવું તે દ્રવ્યપૂજા છે અને તેથી સેનપ્રશ્નમાં પૌષધવાળાને અંગે કલ્પસૂત્ર સંબંધી વાસક્ષેપની પૂજાનો નિષેધ કરેલો છે પણ વિજ્યલક્ષ્મી સૂરિજીએ જ્ઞાનપંચમીના દેવવંદનમાં વાસક્ષેપની પૂજાને નિરવદ્ય ગણી સામાયિક, પૌષધવાળાને વાસક્ષેપથી પુસ્તકનું પૂજન કરવાની સૂચન કરી છે, માટે વાસક્ષેપથી પુસ્તકનું પૂજન કરનારા સાધુ અને પૌષધવાળાને જેમ ઉલ્લાસ થાય અને યોગ્ય લાગે તેમ કરે તેમાં ચર્ચા કરવાનું કારણ જણાતું નથી. પ્રશ્ન ૭૩૧-બીજ, પંચમી, અષ્ટમી, એકાદશી, ચૌદશની થીયો ચૈત્યવંદન અને સ્તવનો દેરાસરજીમાં
ચૈત્યવંદન કરતાં પ્રભુ સન્મુખ કહેવાય કે નહિ ? સમાધાન- સર્વ પર્વની આરાધના ત્રિલોકનાથ તીર્થકરના ઉપદેશથી જાણવામાં આવી છે અને તે પર્વની
આરાધના કરનારો મનુષ્ય ત્રિજગતપૂજ્ય તીર્થકરનો ઉપકાર માની અનુવાદ રૂપે તે તે તિથિઓના સ્તવનો વિગેરે ચૈત્યવંદન કરતાં દહેરામાં કહે તેમાં આશાતના કે અનુચિતતા નથી. કેટલાંક તિથિના સ્તવનોમાં ભવ્યોને ઉપદેશરૂપે અને પર્વના મહિમારૂપે અધિકારો
આવે છે. પણ અનવાદરૂપે તે સ્તવનો વિગેરે કહેવામાં કોઈ જાતની અડચણ જણાતી નથી, પ્રશ્ન ૭૩૨- શ્રીભગવતીસૂત્ર (શ-૨૦, ઉ. ૨, સૂ-૨) માં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનાં
અભિવચનો આપેલાં છે, તો અહીં અભિવચનથી શું સમજવું ? ટીકાકાર શ્રી અભયદેવસૂરિ એનો અર્થ પર્યાય કરે છે તે એ હકીકત કેવી રીતે સંગત થાય છે? શું પ્રાણાતિપાતવિરમણાદિને ધર્માસ્તિકાયના પર્યાયરૂપે ગણાવાય ? અને જો ગણાવાય તો તે કયા નયના આધારે ?
અને તેમ થતાં ધર્માસ્તિકાયના સ્વરૂપમાં ભિન્નતા આવે તેનું શું ? સમાધાન- જૈનશાસ્ત્રોમાં એક જ વસ્તુને કહેવાવાળા પર્યાયો જ્યાં આપવામાં આવે છે ત્યાં એકર્થિક,
અનર્થાન્તર, પર્યાય અને નામધેય વિગેરે શબ્દો આપવામાં આવે છે, અને તેવી જગા ઉપર આપેલા શબ્દો એકજ અભિધેયને કહેવાવાળા હોય છે, પણ શ્રીભગવતીજી સૂત્રના તમારા જણાવેલા ૬૬૪માં (૬૬૫) સૂત્રમાં એકાર્થિક, અનર્થાન્તર, પર્યાય કે નામધેય તરીકે નામો નહિ જણાવતાં અભિવચન તરીકે તે નામો જણાવેલાં છે, તેથી તે અભિવચનો એકજ વસ્તુને કહેનાર હોય એમ કહી શકાય નહિ. આવશ્યકનિર્યુકિતમાં જેમ આકાશને ક્ષેત્ર તરીકે જણાવી પાછળથી વ્યંજન પર્યાયમાત્રની સરખાવટ લઇને ઇશ્રુક્ષેત્ર અને શાલિક્ષેત્રાદિકના કરણોને ક્ષેત્રકરણ તરીકે જણાવ્યાં છે, તેમ અહીં પણ અભિવચન શબ્દ સર્વથા એક અર્થને કહેવાવાળા એકાર્થિક કરતાં અન્ય પ્રકારે એકાર્થિક કહેવાને માટે જ પ્રવર્તાવેલો છે કેમકે ઇસુક્ષેત્રાદિકનું કરણ વાસ્તવિક રીતિએ દ્રવ્યકરણ બને છે પણ ક્ષેત્ર (આકાશ) કરણ બનતું નથી, અને તેથીજ ત્યાં વ્યંજનપર્યાયને પ્રાપ્ત એટલે માત્ર શબ્દોની જ સરખાવટ લીધી છે, તેવી રીતે અહીં પણ અભિવચનશબ્દ શબ્દોની સરખાવટને માટે માત્ર લેવાય તો અડચણ જણાતી નથી. વળી વ્યાકરણના નિયમ પ્રમાણે બે પદથી બનેલા શબ્દમાં પહેલા અને પછીના પદનો લોપ તે નુત્તા એ સૂત્રથી થાય છે અને તેથી ધર્માસ્તિકાય એ નામ ધર્મ અને અસ્તિકાય એ બે પદથી બનેલું હોઈ આગળના અસ્તિકાયપદનો લોપ થાય ત્યારે માત્ર ધર્મપદ રહે અને તેથી જ સૂત્રકાર મહારાજે પણ ધર્માસ્તિકાયના અભિવચનોમાં પહેલું ‘ઘખે રૂવ' એમ કહી ધર્મશબ્દને જ અભિવચન તરીકે જણાવ્યો છે અને તે ધર્મશબ્દના પર્યાય (એકાર્થિક) તરીકે પ્રાણાતિપાત વિરમણાદિક ઇર્યાસમિતિ આદિકને લેવામાં કોઇ જાતની અડચણ દેખાતી નથી. ધ્યાન રાખવું કે અધર્માસ્તિકાયના અભિવચનોમાં પણ પહેલાં ધખે રૂવા' એમ કહ્યું છે અને તેથી પ્રાણાતિપાત વિગેરે અને ઇર્યાસમિતિનો અભાવ વિગેરે અધર્મના અભિવચનો તરીકે જણાવ્યાં છે.