________________
૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨
જાતિ કેટલી પ્રબળ છે તે જણાવું છું. પ્રભુ શાસનના પુજારી શ્રાવક વર્ગ અરિહંતપદથી કેવો સંસ્કારવાળો હોય !!! જ્યાં દેવતાનો
ડર છે, મરવાનો ડર છે, દેવતાના વનમાં પેસનારો શ્રાવક શું વિચારે છે ! રાજા રોજ એક માણસને મોકલે છે, જેનો વારો આવે તે મનુષ્ય મરવા માટે બગીચામાં પેસે, ફળ તોડીને નાંખે કે મોતના પંજામાં ફસાય, એ દશાના વિચારવાળાના મોંમાંથી ‘નમો અરિહંતાણ’ પદ કેમ નીકળ્યું હશે ? એના સંસ્કાર તપાસો !!! કઈ દશાનો એ સંસ્કાર નિશ્ચિત મરણ તે જગા પર નમો અરિહંતાણ’ !!!
બાઈઓ પણ કેવી સંસ્કારવાળી હોવી જોઈએ, કે જ્યાં પતિનો હુકમ છૂટે છે, અને સ્ત્રી ઓરડામાં લેવા જાય છે. પોતાનુ ઘર, પોતાનો ધણી, પોતાનો ઓરડો, ઉત્રેવડમાં રહેલ ઘડો, અને તેમાં રહેલી ચીજ લેવા જાય તે વખતે નમો અરિહંતાણં કેમ આવ્યું હશે !!! દેરા ઉપાશ્રયમાં આપણા માટે અરિહંત છે, પણ આત્મા માટે અરિહંત નથી !!!
નવકાર મંત્ર શાશ્વત
આત્મા માટે અરિહંતો ફક્ત પુણ્યાત્માઓ માટે જ છે. આપણે અરિહંતાદિ પદો દહેરાં ઉપાશ્રય માટે રાખ્યા છે. ખરેખર !!! આત્મા માટે તે પુનિતપદો નથી !!! આપણે માટે તે પવિત્ર છે, છતાં તે પદપ્રત્યે કેટલો સંસ્કાર છે તે તમારી મેળે જ જોઈ લો !!! અચાનક ઠેસ કે કાંટો વાગે, પાણીનો ભય આવે, આગનો ભય આવે, અગર અનેકાનેક આકસ્મિક આફતોના ભય લાગે તે વખત ‘નમો અરિહંતાણં' નથી. શૂળમાં સનેપાત થાય તેવાઓ માટે શૂળીની તો વાત જ શી કરવી !!! આરાધન કરનારા હલુકર્મી જીવોની ટીકા નથી. આપણે આ રસ્તો લીધો છે કે નહીં તે વિચારો !!! જે હજુ દેહરા ઉપાશ્રય માટે અરિહંત પ્રત્યે પ્રેમાળ થયા નથી, એમનું તો કહેવું જ શું !!! અરિહંત પદ સર્વ ચોવીશીમાં વીશીમાં, એકનું એક જ, અને તે આઘું ખસેડી શકાતું નથી. ચોવીશી કે વીશી અરિહંતપદ વગર નભી શકતી નથી, અને તેથી જ અરિહંતાદિપદને શાશ્વતાપદ કહીએ છીએ. નવકાર મંત્ર શાશ્વતો છે તેનું કારણ જાતિવાચકપદ તેમાં છે.
દેવ તત્વના પ્રરૂપકો
શ્રી રૂષભદેવ શ્રી મહાવીર વિગેરે વ્યક્તિ વાચકપદો તેમાં નથી. પ્રભુ મહાવીર અને ગૌતમાદિ આચાર્યો તે વ્યક્તિપદ છે. જો તે પદો આપણને ફાયદો કરશે અને મુશ્કેલીથી બચાવશે તો સમગ્ર જાતિપદો જરૂર ફાયદો કરશે, તેમાં શંકાને સ્થાન જ નથી. વળી દ્વાદશાંગી અર્થથી ફરે નહીં પણ શબ્દથી તો ફરે છે. નવકારમંત્ર શબ્દથી કે અર્થથી પણ ફરવાનો જ નથી !!! વિચાર કરો કે હરકોઈ ચોવીશીના જીવો ક્યા પદથી પોતે જાતિસ્મરણ પામે, અને કદાચ તેમાં વ્યક્તિની આરાધના હોય તો તે જીવો કેવળી કથિત માર્ગના કારણ ભૂતકાર્યો સેવન કરવાને સમર્થ થાત નહીં. જાતિ આરાધનાની અલૌકિકતા સમજો. દેવલોકમાં સાગરોપમ સુધીના લાંબા આયુષ્ય ભોગવીને દેવો બીજી ગતિમાં આવે તો પણ અહીં એ અરિહંતાદિ જાતિ વાચક પદોનું આરાધન ચાલતું જ હોય છે !!!