________________
છે
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૩૨ શ્રી થરપાર્શ્વનાથાય નમ: “આગમોદ્ધારકની અમોઘ દેશના.” સિદ્ધચક્રમાં જાતિવાદનું જયવંતપણું છે, કારણ વ્યક્તિવાદ હંમેશાં રહેવાનો નથી !
અભવ્ય ભવ્યમાં ફરક !! દ્વાદશાંગી અર્થથી ફરતી નથી, પણ શબ્દથી ફરે છે; પણ નવકાર મંત્ર
શબ્દથી કે અર્થથી ફરતો જ નથી !!
તપ એ પ્રવૃત્તિ ધર્મ છે !! જગતમાં એવી કોઈ ચીજ નથી, કે જે નવપદથી બહાર હોય. આરાધવા લાયક જે ચીજ જગતમાં છે તે બધી નવપદમાં છે અરિહંત પદ લઈએ તો સિદ્ધ આચાર્ય વિગેરે રહી જાય. ગુણી લઈએ તો ગુણ રહી જાય અને ગુણ લઈએ તો ગુણી રહી જાય. બધાં ગુણ અને બધાં ગુણી આરાધન કરવા લાયક નવપદમાં લઈ લીધા છે. નવપદના નવ દિવસો એ તો સમજજો કે ખેતરમાં વરસાદ પડવાના દિવસો છે, પણ વરસાદ પડ્યા પછી અંકુરાં, થડી, ફળ, ફુલ, દાણા ભરાવા તે બધું વરસાદ પછીનું કામ છે. વરસાદ વખત હળ ફેરવી આવે અને આવીને ઘેર લમણે હાથ મૂકીને બેસી જાય તે કારતક મહિને શું કરે છે!
નવ દિવસમાં નૂતન વરસાદ વરસાવવાનો છે પણ તેનો થયેલો સંસ્કાર હંમેશ રહેવો જોઈએ. નવપદ નવ દિવસ માટે નથી !! બારે મહિના તમારું ધ્યાન નવપદ તરફ જ હોવું જોઈએ. આરાધવા લાયક એવી કઈ ચીજ નવપદની બહાર છે ? દરેક ધર્મવાળા ત્રણ તત્વ માને છે. ધર્મના અર્થીને ત્રણ તત્વ સિવાય ચાલ્યું નથી, ચાલતું નથી અને ચાલશે પણ નહીં !! કયા ત્રણ તત્વ? દેવ ગુરુ અને ધર્મ. કોઈ પણ મત લો, જગતમાં ત્રણ સિવાયનો ક્યો મત છે ? દરેકમાં દેવ, ગુરુ, અને ધર્મ એ ત્રણ માનવા જ પડે, એટલું જ નહીં પણ રૂષભદેવજી વિગેરે દેવાધિદેવો આવતી ચોવિશીમાં નથી, અપ્રતિમ પ્રભાવશાળી ગૌતમાદિક ગુરુવર્યો તે આવતી ચોવિંશીમાં નથી. આ ઉપરથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ વિગેરે જગતમાં વ્યક્તિવાદ હંમેશાં રહેવાનો નથી, પણ જાતિવાદ હંમેશાં રહ્યો છે, અને રહેશે; માટે ગુણના પુજારી બનો !!!
સિદ્ધચક્રમાં નવપદની નવ જાતિઓ છે. અરિહંતપદની બહાર કોઈ ચોવીશી છે?ના, જી. (સભામાંથી) આત્મા વાટે અરિહંત આ ઉપરથી સમજી શકશો કે “અમોઘુ સમUસ મજાવજે મહાવીર' એ શાશ્વત
નથી !!! રહેવાનું નથી, આથી પ્રભુમહાવીરની અવગણના થતી નથી. વ્યક્તિ કરતાં