________________
દિવ્ય ઔષધી દીક્ષા !!
(ફૂલની પાંખડી લ્યો પ્રાણ
.એ રાગ.)
અમે શાં કરીએ તુજ ગુણગાન ! ધન્ય ! હો મહાવીર ભગવાન !.
જેણે આ જગ તિમિર પ્રજાળી કીધ જગ મહિમાવાન, વિંકલ સમયમાં આર્યધર્મનું કર્યું તમે ઉત્થાન. દિવ્ય દયા અમૃતરસ તેનું મુખથી કરતા પાન, નિજશીર દુખવેઠી જગભરને દીધાં મોક્ષમહાદાન.
પાપ અને સંતાપ વિષે સહુ બની રહ્યા ગુલતાન. સત્ય તત્વને સમુલ વિસારી થયા પુરા હેરાન. ધર્મજ્યોતિ ત્યાં તમે પ્રજાળી દીધો દિવ્ય પ્રકાશ, અજબ અમરતા મૂકી તમે ત્યાં જેનો નથી વિનાશ.
પુષ્ટ દેહના દુષ્ટ વિચારો હણતા ઉરના તેજ, તમે શોધ્યું કે સકળ રોગનું મૂળ કારણ છે એજ. પ્રબળરોગ પર શુધ્ધ ઔષધી તે યોજી ગુણવાન, સિદ્ધ રસાયન દીક્ષા શોધી કરતા રોગ નિદાન
ધન્ય ! ધન્ય ! તારા ગુણ શક્તિ ધન્ય તમારી ટેક ! ભદ્ર ભૂમિ ભારતમાં સ્વામી તું સાચો નર એક ! પુનિત પંથ તારે પગ ભરતા ટળે સકળ સંતાપ ! એ પંથે પરવરવા શક્તિ મને સદાએ આપ !
",
અશોક