________________
સિદ્ધચક્ર. (પાક્ષિક)
તુર્મસાનુક્રમ સર્વસંપત્તિસાધવ . .. आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ - દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું.
વીર સંવત્ ૨૪૫૮ વિક્રમ , ૧૯૮૮ િ
મુંબઈ, તા. ૧૫-૧૦-૩૨.
આધિન પૂર્ણિમા.
અમારું - ધ્યેય. (આ) જના દિવસની નોંધ જગતના ચોપડે નોંધાય તે નવાઈ જેવું નથી !!! શરદ પૂર્ણિમાના
આ દિવસને વિશિષ્ટ વૈરાગ્યવાન જીવો પ્રેમપૂર્વક અમીભરી નજરે નિહાળે છે, અને
આબાલ વૃદ્ધ સહુ કોઈ આનંદસાગરમાં નિમજજન કરવા દોડધામ કરે છે તે પણ
બનવા જોગ છે !!!
કલ્પના સૃષ્ટિમાં કલ્લોલ કરનાર કવિવર શરદ-પૂર્ણિમાને અવનવી રીતિએ ચિતરે, કે જે ચિત્ર કાર્યમાં વિષય કષાયાદિ દીપકને સુવર્ણ કમળની ઉપમા આપે, અને દીપક છતાં સુવર્ણ કમળ સમજી મુગ્ધજનો મોંઘા જીવનને પણ તિલાંજલિ આપવા તૈયાર થાય, તે ભયમાં મુકાઈ જવાનો પ્રસંગ પ્રિય વાચકોને ઊભો ન થાય, અને તે વિષયાદિ ભયાવહમાર્ગની મુસાફરીવાળા કષ્ટ-માર્ગમાં ભયરહિત કેમ થાય તે શુભઉદ્દેશથી આ સિદ્ધચક્ર નામનું પાક્ષિક પ્રભુ માર્ગના રસિક જનસમુદાય સન્મુખ જન્મ પામે છે. | સર્વજ્ઞ દેવોની સૃષ્ટિમાં શરદ પૂર્ણિમાનો દિવસ આત્મકલ્યાણની સાધના માટે સર્વોત્તમ સ્વરૂપે પ્રતિપાદન કરાયેલો છે, બલકે મોક્ષમાર્ગના મુસાફરોએ તે દિવસને હૃદય મંદિરમાં ધ્યેય તરીકે અલંકૃત કર્યો છે.
તે દિવસની અને તે દિવસને સંબંધ ધરાવનાર પૂર્વના આઠે દિવસ માટે ઘડીભર વિચાર કરીએ તો અનેરો આનંદ ઉત્પન્ન થાય તેમ છે.