________________
૫૩૨
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ પ્રાણ, પરિવાર અને પૈસો.
આવી પરિસ્થિતિ ન પરિણમે તે માટે એટલો નિશ્ચય તો થવો જ જોઈએ કે ભલે પ્રાણ જાય, પરિવાર જાય કે પૈસો જાય ! પણ ધર્મ તો ન જ જવો જોઈએ ! જ્યારે આવી દઢતા આવે ત્યારે જ તમારામાં થયેલો વિચાર-પલટો સાર્થક છે તે સિવાય તમારા વિચારોમાં થયેલો પલટો સાર્થક નથી. વિચાર પરિવર્તન થાય તે પછી આવી સ્થિરતા જરૂરી છે. સ્ત્રીને માટે જેવું પતિવ્રતપણું છે, શીયળ એ તેને માટે જેવું આભૂષણ છે, તે જ પ્રમાણે સ્થિરતા એ સમ્યકત્વનું પણ પહેલું આભૂષણ છે અને એ આભૂષણ જ્યાં તમે સમ્યકત્વ સાથે જોડો છો ત્યાં જ સમ્યકત્વ શોભે છે ! શ્રીમતી સુલસાની સ્થિરતા.
સુલતાનું આખ્યાન તો તમારા બધાના જ ખ્યાલમાં હશે. સુલસા તો એક બાઈ છે ! એ બાઈની આગળ તો અખંડ પરિવ્રાજક ખુદ બ્રહ્માના સ્વરૂપમાં હાજર થાય છે, બીજે દહાડે તે મહાદેવનું સ્વરૂપ ધારણ કરે છે, અને ત્રીજે દહાડે તીર્થકરનું સ્વરૂપ ધારણ કરે છે તે છતાં એ બાઈનો આત્મા ચળતો નથી કે તેના વિચારોમાં વિકારો ઉદ્ભવતા નથી ! એક બાઈ-એક સ્ત્રી પોતાના વિચારોને દૃઢ રાખે છે તો પછી આપણામાં સ્થિરતા કેવી હોવી જોઈએ તેનો ખ્યાલ કરો ! પણ તેને બદલે આજે શી દશા છે ! આજે તો સવારે કાંઈ વિચાર, બપોરે બીજો, રાત્રે ત્રીજો અને વળી બીજે દહાડે પાછો નવો બુટ્ટો હોયને હોય જ ! આને તમે સમ્યકત્વ ન જ કહી શકો. સમ્યકત્વ પામ્યા પછીનું ભૂષણ તે તો વિચારોની સ્થિરતા જ છે. મોઢેનો ધન્યવાદ નકામો !
તમે મોઢે મોઢે એમ કહો કે અહો ! તીર્થકરના જીવનને ધન્ય છે ! તીર્થંકરદેવોએ કહ્યું તે ધન્ય છે ! આવા ખોટા ધન્યવાદથી સ્વાર્થ સરવાનો નથી. શ્રી જીનેશ્વર મહારાજાના વચનો ઉપર જ જીવન અવલંબેલું હોવું જ જોઈએ, તે હોય તોજ તમે “ધન્ય” કહ્યું તે પ્રમાણ છે ! તમે ઘડીમાં તીર્થકરના રાગી થાઓ. ઘડીમાં ત્યાગ વખાણો, ઘડીમાં તેનો દ્વેષ કરો એ સઘળાનો કાંઈ અર્થ જ નથી. જેમ નમ્ર માણસ પ્રાણ અને ઇન્દ્રિયોવાળો છે તે છતાં તે નગ્ન છે તેટલા માટે કાઢી મૂકવા લાયક છે તેવીજ દશા અહીં વારેવારે વિચાર ફેરવનારાની પણ છે એ ભૂલશો નહિ ! તમારા આત્મામાં સમ્યકત્વ આવ્યું હોય તો હવે વિચારોની સ્થિરતા મેળવો. તમારા એ વિચારોમાં સ્થિરતા આવવી જોઇએ. તમને એમાં રસ પડવો જોઈએ અને જ્યાં તમોને એમાં રસ પડયો કે ત્યાં તમારે બીજાઓને એ માર્ગે દોરવા જોઈએ. આત્માનો ઝવેરી.
શ્રી મહાવીર મહારાજના સમયનું એક ઉદાહરણ લ્યો એ સમયે એક જૈન ઝવેરી છે. એક અનાર્ય દેશનો રાજા આ ઝવેરીની પાસે આવે છે. આ રાજા ઝવેરાતનો ભારે શોખીન છે. અનાર્ય રાજા પુરજનોને ગામ બહાર જતા જોઇને ઝવેરીને પૂછે છે કે આ બધા લોકો ક્યાં જાય છે? લોકો તો ભગવાન એ ગામમાં પધાર્યા છે તેમના દર્શન કરવાને જાય છે પરંતુ જૈન ઝવેરી અનાર્યનરેશને કહે છે કે ગામ બહાર એક મોટો ઝવેરી આવ્યો હોવાથી લોકો મળવાને જાય છે ! હવે અહીં સમજો ! જૈન ઝવેરી અનાર્ય નરેશને એમ શા માટે નથી કહેતો કે “ગામ બહાર ભગવાન પધાર્યા છે? જો ભગવાન પધાર્યા છે એમ કહે તો એ અનાર્યરાજ ત્યાં જાય નહિ અને પ્રભુના સંસર્ગમાં આવે પણ નહિ ! અને આ જૈન