________________
૬ શ્રી સિદ્ધચક્ર.
૬
સમાધનો વાન તપની અતાએ નવપદ
(પાક્ષિક)
-:: ઉદેશ : : - વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. -૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
दुष्कर्मसानुभिद्वजं सर्वसंपत्तिसाधकं ।
आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.”
પ્રથમ વર્ષ અંક ૨૩ મો
મુંબઈ, તા. ૪-૯-૩૩, સોમવાર.
ભાદરવા સુદ ૧૫
વિીર સંવત્ ૨૪૫૯ વિક્રમ , ૧૯૮૯
સિદ્ધચક્રને શરણે
પ્રિય વાંચકો ! સિદ્ધચક્રનું વાચન આજે મહિનાઓ થયા આપને પીરસવામાં આવે છે. એ દિવ્ય તત્વની ઝાંખી, દિવસો થયા તમારી આગળ ધરવામાં આવે છે અને એ રસથાળમાંથી ભાવતું ભોજન લઈને તમે પણ તમારી તૃષા અને સુધાને શાંત પાડી છે હવે એના પુણ્ય પનોતા દિવ્ય દિવસો આગળ આવી રહ્યા છે એ દિવસો તમે શી રીતે ઉજવશો, એ મહાન ઉત્સવોને યોગ્ય તમોએ શી તૈયારી કરી છે તે પરમોપકારી તીર્થંકર દેવોએ આપણા ઉપર જે ઉપકારની ધારા વરસાવી છે તેનો બદલો તમે કઈ સામગ્રીથી વાળવા માંગો છો ? પ્રિય વાંચકો ! એ હિસાબ તૈયાર કરવાની “સિદ્ધચક્ર” તમોને આજે યાદ દેવાડે છે !
જૈનત્વની ભાવના અન્યશાસનના જેવી નથી જ. રંગરાગ અને માયામોહને પહેલેથી જ વિદારવાની એની દૃઢ પ્રતિજ્ઞા છે. સંસારની સારહિનતા એ જ શાસને જગતને બુલંદ અવાજે જાહેર કરી છે અને આત્માની અપૂર્વ શક્તિ એ જ જૈનત્વે સમસ્ત સંસારને દર્શાવી છે એ જૈનધર્મના તહેવારો-પર્વ દિવસો કેમ ઉજવવા એનો જવાબ આપવો સહેલો નથી આજ સુધી