SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * પર્વાધિરાજ - પર્યુષણ પર્વ. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * આસન્નોપકારી ચરમતીર્થંકર પ્રભુ મહાવીરદેવને આજે ૨૪૦૦ વર્ષ ઉપરાંત થઈ ગયાં છે, છતાં એ લોકોત્તર વિશિષ્ટ વ્યક્તિના વિસ્તારપૂર્વક જીવનરહસ્યો, પુરિપાદાની પ્રભુ પાર્શ્વનાથાદિ ત્રેવીસ તીર્થકરોનાં ઝળહળતાં જીવનો, અને એ જ જીવન-રહસ્યોને ઝીલનારા અનેક મહાત્માઓના મહાન જીવન પ્રસંગોના પૂનિત વારિપ્રવાહો સમસ્ત જૈન સમાજને પાવન કરે છે, કર્યા છે અને કરશે એ નિર્વિવાદ છે અને તેનું જ નિયત શ્રવણ જેમાં થાય અ ત જ આ પર્યુષણા પર્વ છે ! ! ! પાપ પ્રક્ષાલન કરવા માટે, પુણ્યભંડાર ભરવા માટે, સંવરની સુંદર સરિતામાં નિમજ્જન કરવા માટે અને નિર્જરાના નિર્મળ ઝરણાં ઝરાવવા માટે આ પૂનિત દિવસો પરમ મહર્ષિઓએ નિયત કર્યા છે અને તેનું જ નામ પર્યુષણ પર્વમય અણન્ડિકા છે એ સર્વ કોઈ સારી રીતે સમજે છે. શાસ્ત્રકારોએ સૂચન કરેલાં વિધાન મુજબ ભવ્યાત્માઓ જો ત્રિકરણ યોગે એ આઠ દિવસમાં કમ્મર કસે, મોહરાજની સામે ધશે અને ઈષ્ટ સિદ્ધ કરવાને યથાશક્તિ ઉદ્યમ કરે તો જરૂર પર્યુષણાપર્વની આરાધના ફળવતી બને તેમાં શંકાને સ્થાન જ નથી ! ! ! પર્યુષણાના પૂનિત દિવસો, અને તે અંગે કલ્પવાચન-મનન-તપ-જપ આદિમાં એકતાર બનેલો ચતુર્વિધ સંઘ કેટલો ભાગ્યશાળી છે તે કહેવું અકથ્ય છે એમ કહી દેવામાં લેશભર અતિશયોક્તિ નથી. પર્યુષણ પર્વની આરાધનામાં લીન બનેલા ભાગ્યશાળીઓ આ મહા પર્વને નિર્જરાનું અમોધ સાધન માનીને નિર્વિબ પાર પડે તે હેતુથી ભવ્યાત્માઓ મહિના-પંદર દિવસ પહેલાં નવજલધર માટે મોરની જેમ ઝંખના કરે છે. એ પર્વાધિરાજ પર્યુષણ પર્વ પ્રબળ પુણ્ય સાંપડ્યું છે. આરાધના કરી કૃતાર્થ થવું એ જ પુણ્યાત્માઓનું કર્તવ્ય છે. ચંદ્રસા. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy