________________
૪૯૬ શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩ ૬૬ ૨ દ્રવ્ય ગુણપર્યાયે કરી તીર્થની માલિકી તીર્થંકરથી ગણધરો, અને ગણધરોથી આચાર્યોના હાથમાં
આવી છે. ૬૬૩ શેઠ મુનીમને જે રકમ સોપે છે, તે નહિ કે પોતાના નામ પર ચઢાવી દેવા; અથવા તે રકમ
પોતાના મન ફાવે ત્યાં વાપરવા ! તે જ પ્રમાણે શાસન સોંપાયું છે તે પણ જે રીતે એને
તીર્થકરોએ સોંપ્યું તે રીતે ચલાવવાજ સોંપ્યું છે. ૬૬૪ શાસનના ભોગે સ્વમત ચલાવી શાસનની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર આચાર્યનું તો મુખ
પણ જોવું ન જ જોઇએ. તેવો આચાર્ય એ આચાર્ય જ નથી. “ જેના પાંચે આચારો પવિત્ર છે તેજ આચાર્ય છે. જ્ઞાન મેળવ્યાં છતાં તે જો દયામય ધર્મ સંયમાદિ ન મેળવે, તો તેનું કાર્ય રસોઈ કરવા વિના
ચુલો સળગાવનાર જેમ વગર કારણે ધુમાડો ખાય છે તેવું મિથ્યા છે. ૬૬૭ ગમે તેવા જ્ઞાનીને પણ વૃત પચ્ચખ્ખાણ આદિ ક્રિયાઓ કરવી જ પડે છે. ૬૬૮ જેમ આંધળો માણસ દેખતાનો હાથ ઝાલીને ગામમાં પેસી શકે છે તેમ ગીતાર્થની નિશ્રામાં
રહેલો અગીતાર્થ પણ ગીતાર્થના સરખું જ ફળ મેળવે છે. ૬૬૯ જ્ઞાનરૂપી દીવો કચરાને ઓળખાવે છે એ વાત સાચી છે, પણ એ કર્મરૂપી કચરો તો ત્યારે
જ નીકળે છે કે જ્યારે ધર્મરૂપી ઉદ્યમ કરવામાં આવે છે. ૬૭૦ પંચ મહાવ્રતના પાલક હોય તે સુગુરુ છે અને પાંચે આશ્રવમાં પ્રવર્તેલા હોય તે કુગુરુ છે. ૬૭૧ ધર્મમાં પણ આચાર તો સર્વને મોખરે જ છે. ૬૭૨ જ્ઞાન તો કદાચ બીજાનું પણ કામ લાગી શકે, પરંતુ ક્રિયા તો પોતાનીજ જોઈએ; અર્થાતુ ,
બીજાની ક્રિયા કામ ન જ લાગે. એકલા જ્ઞાનવાળો ભાર વહન કરનારા ગધેડાના જેવો છે, તેમ એકલો ક્રિયાને જ માનનારો
મિથ્યાત્વી છે. ૬૭૪ કેવળી કથિત ક્રિયા આત્માને એકાંત લાભ આપનારી છે.