________________
૪૯૫
શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩ ૬૪૮ નિગ્રંથસાધુ સિવાય તીર્થ જ નથી. તેની ઉત્પત્તિથી જ તીર્થ છે અને તીર્થ પણ સાધુ હોય ત્યાં
સુધી જ. તે બંધ થાય એટલે તીર્થ પણ જરૂર બંધ થાય. ૬૪૯ રિદ્ધિ, સિદ્ધિ, જયની પ્રાપ્તિ અને રોગનું નિવારણ એ દરેકમાં મુખ્ય ધ્યેય તરીકે તો
કેવળ નવપદનું આરાધન જ છે. ૬૫૦ શક્તિની ખામીને અંગે કદાચ લૌકિક ફળ ભલે ઈચ્છવામાં આવી જાય, છતાં લોકોત્તર લક્ષ્ય
તો તે મૂળ વસ્તુ-મોક્ષ પરત્વે જ રાખવું જોઇએ. ૬૫૧ જે કોઈ મુખ્ય ફળને (મોક્ષને) સમજતા નથી અને માત્ર સમૃદ્ધિનાં જ લક્ષ્ય રાખે છે તે હીરાને
બદંલે કાચની ખરીદી કરનારા જેવા અજ્ઞાન છે. ૬૫૨ તપશ્ચર્યાને ધર્મરક્ષાની સાથે સીધો સંબંધ જ નથી, તપશ્ચર્યા તો કોઈ પણ વસ્તુની સાધના માટે
પણ કરાય છે. ૬૫૩ લૌકિક ફળની આશાએ અન્ય દેવોની આરાધના કરવી એ મિથ્યાત્વ છે. ૬૫૪ નવપદજીની આરાધનાના ફળ તરીકે મુખ્ય વસ્તુ તો આત્મકલ્યાણ, મોક્ષ અને કર્મક્ષય જ છે
માટે નવપદજીને આરાધના એ વસ્તુમાંથી તો કોઈ દિવસ ચિત્ત ખસવુંજ ન જોઇએ. ૬૫૫ જેમ રાજાની આરાધના કરવાનો હેતુ અર્થલાભ છે, તે જ પ્રમાણે જો નવપદજીની આરાધનાનો
હેતુ પણ આવો જ (અર્થલાભ) છે. એવું લક્ષમાં રાખ્યું હોય તો તે આરાધનામાં પ્રકટ લોકોત્તર
મિથ્યાત્વ જ છે. ૬૫૬ જે મનુષ્ય મુખ્ય અને ગૌણ ફળને લક્ષમાં રાખે છે અને પછી પ્રવૃત્તિ કરે છે, તે જ મનુષ્ય
વસ્તુ સ્થિતિને તત્વરૂપે સમજેલો અને પામેલો છે. ૬૫૭ નવપદજીમાં પણ દેવ ગુરુ અને ધર્મ એ તત્વત્રયી છે જ. ૬૫૮ જો શરીર વિનાના જ દેવ માનીએ અને સાથે શરીરવાળા દેવ હોય જ નહિ, એમ માનીએ
તો આખા જગતમાં અજ્ઞાનનો અંધકાર જ વ્યાપી જાય. ૬૫૯ શરીરવાળા દેવ તે અરિહંત ભગવાન છે અને શરીર વિનાના દેવ તે સિદ્ધ ભગવાન છે. દ૬૦ તીર્થંકર ભગવાન શાસનના માલિક છે તે એટલા જ માટે કે તે શાસનને ઉત્પન્ન
કરનારા છે, બાકી શાસનના માલિક તો વર્તમાનમાં આચાર્ય જ રહ્યા. ૬૬૧ જીનેશ્વર મહારાજ જે વખતે મોક્ષ પામ્યા, તે વખતે શાસન આચાર્યને સોંપી દેવામાં આવ્યું
છે.