SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૫ શ્રી સિદ્ધચક્ર તા.પ-૮-૩૩. જે સાધુસંધે તીર્થંકર ભગવાનનાં અમર રસપ્રવાહને સંસારમાં વહેતો રાખ્યો છે, એ કાર્ય માટે પોતાની દેહ ખપાવી છે અને શરીરની પરવા પણ કર્યા વિના જેમણે એ પરંપરા ચાલુ રાખી છે, તેમને વંદન કરવું આવશ્યક છે. વાર્ષિક આલોચનાનો વિષય પણ ઓછો મહત્વનો નથી. વ્યવહારદૃષ્ટિએ અન્યદર્શનોને મુકાબલે આ લોકોત્તર ઘટના છે. વર્ષ દરમિયાન વ્યાપારમાં, વ્યવહારમાં, વિવિધ પ્રવૃત્તિઓમાં એક બીજાને અન્યાય આપવાની જાણે અજાણે અનેક પ્રસંગો બને છે. આવા પ્રસંગોમાં જાણે અજાણે થયેલા અન્યાયને માટે ક્ષમા માગવાનું કાર્ય આ ઉત્સવમાં કરવું અત્યંત જરૂરી છે અને સાધર્મિક વાત્સલ્ય એ તો પ્રત્યેક જૈનને માટે કેટલું જરૂરી તત્વ છે એ તો જૈન માત્ર જાણે છે. એ રીતે ચતુર્વિધ માર્ગે પવિત્ર બનેલો આત્મા અઠ્ઠમની જાજ્વલ્યમયી તપશ્ચર્યાથી વધારે પવિત્ર બને છે અને પવિત્ર બનેલો તે આત્મા નવા વર્ષમાં પ્રવેશ કરે છે. જો સમસ્ત વિશ્વના આત્માઓ આ રીતે પવિત્રતાની એરણ ઉપર ઘડાઈ ઘડાઈને તૈયાર થતા હોય તો કહેવાની જરૂર જ નથી કે સંસારમાંથી ત્રિવિધ તોફાની એની મેળે જ શમી જાય અને શાંતિ તથા આનંદના સામ્રાજ્યથી પૃથ્વી છવાઈ જાય ! પણ સંસાર તે સંસાર છે, એમાં એવું સઘળા જ આત્માઓ માટે કદીપણ નહિ જ બને એ જૈનશાસન જાણે છે અને તેથી જ જેઓ એ પરમ ધર્મની દીક્ષા પામ્યા છે, તેમનો ધર્મ છે કે તેઓ આ પર્વની આરાધના એવી સુંદર અને આકર્ષક રીતે કરી બતાવે કે જેના પ્રકાશથી અજૈન જગત પણ ઘડીભર પરમશાંતિનો આસ્વાદ અનુભવતું બની જાય ! પ્રત્યેક જૈન ભાઈભગિની પર્યુષણા મહાપર્વને અંગેની પોતાની આ ફરજ પાર પાડે એમ અમે ઇચ્છીએ છીએ. ૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯ શ્રી સિદ્ધચક્રાય નમ: * શ્રી નવપદ આરાધક સમાજ | દર વર્ષે નવનવીન તીર્થભૂમીનાં દર્શન કરવાં હોય, સર્વજ્ઞ કથિત અનુષ્ઠાનોમાં * - અમોઘ આનંદ લેવો હોય, ચતુર્વિધ સંઘના દર્શન સમાગમથી પાવન થવું હોય, અને આ આત્મોન્નતિના અનેકવિધ માર્ગમાં ગમન કરી કૃતાર્થ થવું હોય, તો ઉપરની સંસ્થાને તન, - મન, ધનથી મદદ કરવી એ આવશ્યક જ છે. એ શબ્દો તમારાં ક્ષણભંગુર , * જીવનમાં ક્ષણે ક્ષણે સ્મરણ થવાં જ જોઈએ. ' ' . સેક્રેટરીઓ.* ઠે. શ્રી મુંબઈ વર્ધમાન તપ આયંબીલ ખાતું - લાલબાગ, ભુલેશ્વર-મુંબઈ. ૯૯૯૯૯૯૯૯ * * * * * * * * * * * * * * * *
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy