________________
૪૭૪ શ્રી સિદ્ધચક્ર
તા.૫-૮-૩૩ નિંદ્રામાં પડેલા, મોહથી ઘેરાયેલા, માયાથી મરેલા પ્રેમમાં પરાધીન. બનેલા સ્નેહમાં સર્વસ્વહારી ચુકેલા, મદથી મૂછ પામેલા, લોભથી લુંટાયેલા, કામથી કાયર બનેલા અને બીજા અનેક દુર્ગુણોથી બંધાયેલા આત્માને સાચું આત્મભાન કરાવનારા આવકજાવકનો હિસાબ કાઢવાની સૂચના આપનારા સોનેરી દિવસો તેને જ આપણે પર્વાધિરાજ પર્યુષણ પર્વ કહીએ છીએ. એ પર્વની મહત્તાના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે. એ પર્વની પ્રભા અને પ્રતિભા એટલા સ્વયં પ્રકાશિત છે, કે વાણીના વિલાસ વડે તેને ઓળખાવવાનું સાહસ કરવું તે પણ સૂર્યને જોવા માટે દીવાસળી સળગાવવા જેટલું અયોગ્ય છે. એ મહાપર્વ પરંપરાથી સેવાતું આવ્યું છે. ભગવાન ઋષભદેવજી મહારાજથી આ પર્વની ઉજવણી થાય છે અને તેની સાચી આરાધના દ્વારા અનેક આત્માઓ આ માયાથી સંસારની મોહજાળનો ઉચ્છેદ કરી તે પરમધામ મોક્ષને પંથે પડયા છે. ભગવાન ઋષભદેવ મહારાજા અને ભગવાન શ્રી મહાવીરદેવના સમયમાં નિયમિતપણે, અને તે સિવાયના બીજા તીર્થંકરદેવોના સમયમાં, એ પર્વ અનિયમિત રીતે પણ અસ્મલિતતાએ આરાધાયું છે અને અનેક આત્માઓને તેણે સાચી શાંતી આપી છે.
એ પછી ઈતિહાસને પાને ભગવાન શ્રી મહાવીરદેવનો કાળ નોંધાય છે. ભગવાન શ્રી મહાવીરનો કાળ એટલે જૈનદર્શનની સોનેરી પ્રભાત ! ભારતવર્ષના અમર આત્માને, સુવર્ણ સુવાસથી યુક્ત બનેલા ત્યાગધર્મે એ યુગમાં રસી લીધો હતો, જૈન ધર્મના ગૌરવ અને કીર્તિના ડંકા ત્યારે દશ દિશાઓને ભેદીને પણ આગળ જતા, તેની સિંહગર્જનાથી અનેક કપોલકલ્પિત મતમતાંતરોની રાખ થઈ જતી, અને જ્યાં એ ઉપદેશનું વારી સિચાતું ત્યાં ધર્મપ્રવૃત્તિમય સુવર્ણવૃક્ષો ઉગી નીકળતા. એ દિવ્યજ્યોતિ સંસારને ઉજાળતી, ઉગારતી અને તેને તેની દિવ્યતાનું ભાન કરાવતી. એ યુગમાં આ પર્વાધિરાજની આરાધના પણ વ્યવસ્થિત બની હતી. તત્પશ્ચાત ભગવાન ગણધરો, સ્થવિરો અને આચાર્યો દ્વારા આ મહાપર્વની ઉજવણી ચાલુ રહી હતી. જે આજ પર્યન્ત અવ્યાહત રીતે ચાલી આવી છે અને આજે પણ લાખો જૈન હૃદય એ મહાપર્વને આવકાર આપવા સાનંદ તૈયાર રહે છે.
પણ એ મહાપર્વને આવકાર આપવો એ ઘટના સહેલી નથી. એ આવકાર ત્યારે જ સફળ થાય છે કે જ્યારે મહાપર્વ નિમિત્તે શાસે ઠરાવેલા કૃત્યો પ્રત્યેક જૈનને હાથે આચરવામાં - આવે છે. આ મહાપર્વના પાંચ કૃત્યો છે. (૧) ચૈત્યપરિપાટી (૨) સાધર્મિકવાત્સલ્ય. (૩) સર્વસાધુવંદન (૪) વાર્ષિક આલોચના અને (૫) અઠ્ઠમની તપશ્ચર્યા ! જે તીર્થકર ભગવાનોએ મોક્ષમાર્ગની મહત્તાને આપણને સમજાવી છે અને જેમણે પંકમાં પડતી પૃથ્વીને ઉગારી તારી છે, તે મહાત્માઓની પ્રતિમાઓની આરાધના એ આપણું કર્તવ્ય છે.