SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસંસ્થા - એ અમૃતનો ક્યારો છે. મોહ રાજાની નિષ્ફર રાજ નીતિથી સાઈ ગયેલાઓને, પતિત થયેલાઓને સત્વર શાંતિ આપનારી સંસ્થા તે સાધુસંસ્થા જ છે. મોહ રાજાએ પ્રસરાવેલી અશાંતિથી જગતભરને ચેતાવી તેનાથી સંસારનું તારણ કરનાર શાંતિનું સામ્રાજ્ય ફેલાવનાર અને તેમાં દિન પ્રતિદિન વૃદ્ધિ કરનાર તે સાધુસંસ્થા જ છે. મોહના ગુલામોની ગેબી કાર્યવાહીથી જગતભરને વ્યાખ્યાન દ્વારાએ વાકેફ કરનાર તે સાધુસંસ્થા જ છે. મોહના મંત્રથી મુગ્ધ બનીને અર્થ કામની કારમી કાર્યવાહીથી કાયર બનેલાઓને ધર્મરસાયણ અર્પનાર સાધુસંસ્થા જ છે. મોહરાજાએ અને તેના ગુલામોએ જગતના અજ્ઞાન જીવોને પૌલિક વસ્તુઓ રૂ૫ બોર આપીને મોક્ષરૂપી કરોડોની કિંમતની કલ્લી કાઢી લીધી છે, તેની જગતમાં જાહેરાત કરનાર તે સાધુસંસ્થા જ છે. મોહરાજા ઉપર પૂર્ણ વિજય મેળવેલી, જાતિ અપેક્ષો “યાવદ્ર તિવારો” શાશ્વત; અને વ્યક્તિ અપેક્ષાએ પરમકૃપાળુ ભગવાન શ્રી મહાવીરદેવથી આરંભાયેલી પરોપકારીણી સાધુસંસ્થા યથાકાળ પર્યત જીવે છે, જીવી છે, અને જીવતી જ રહેશે. જગતના અનેક પરિવર્તનો, અનેક આપત્તિઓ અને અનેક અપકારો છતાં સતત્ સંકટ વેઠીને મોક્ષમાર્ગની મહત્તાને જીવંત રાખનાર તે સાધુસંસ્થા જ છે. આ ઉત્તમ એવી ભરતભૂમિમાં અનાર્યો અને યવનોના ભારે ઉલ્કાપાતો, કારમી કિકિયારીઓ અને બળવાન તોફાનોમાંથી આર્યવને બચાવી લેનાર તે એક સાધુસંસ્થા જ છે. ભયંકર માછલાઓ, ભીષણ ખડકો, અજેય હિમગીરીઓ, અકથ્ય એવા જવલંત ભુંકપોથી ભરેલા સંસાર સાગરમાંથી શાસનની નૌકાને બચાવી લેનાર તે સાધુસંસ્થા જ છે. આર્યત્વનો વિનાશ ઈચ્છતી તે યવનો અને પ્લેચ્છોની તરવારો આજે નાશ પામી છે, પણ એ તરવારોને આત્માની અજેયતા વડે પ્રવાહી બનાવી દેનારી સાધુસંસ્થા જ હજી જીવે છે, એને માટે જ મોક્ષાભિલાષી જગત કહે છે કે - સાધુસંસ્થા એ અમૃતનો ક્યારો છે. ચંદ્રસા
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy