________________
૪૫૩
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩ નહિ જ હોય એ ખુલ્લું છે. તાત્પર્ય એ છે કે મોક્ષ થવામાં મુખ્ય કારણ તો જીવનું ભવ્યત્વ જ છે, તે જ બીજ છે અને જ્ઞાન, તપ આદિ તો તેના મદદ કરતા છે. અંકુર પરથી બીજની પરીક્ષા.
હવે એ પ્રશ્ન આવીને ઉભો રહે છે કે આત્મામાં ભવ્યપણું છે એમ જાણવું કેવી રીતે ? એવી કઈ નિશાની છે કે જે આત્મામાં ભવ્યપણું છે એ દર્શાવી આપે છે ? સાંભળો; અંકુર ઉગે છે તેથી આપણે જાણીએ છીએ કે ફલાણો દાણો વાવ્યો હતો તે જ પ્રમાણે મોક્ષ થાય, ત્યારે જ આપણે , જાણી શકીએ છીએ કે એ આત્મામાં ભવ્યપણું હતું. આત્માની અંદર જ્યારે ભવ્યપણું જણાય છે. ત્યારે તે આત્માનો મોક્ષ થવાનો જ છે; એવો નિશ્ચય થાય છે. આ નહિ થાય ત્યાં સુધી મોક્ષની આશાએ જે ઉદ્યમ કરીએ છીએ. તે બધો આંધળાની ઈટ જેવો પરિણમે છે. આ પ્રમાણે જેઓ કહેતા હતા, તેમની મતલબ શી હતી ? તેઓ કઈ મતલબથી આ પ્રમાણે કહી રહ્યા હતા? તે હવે તપાસો. જૈનશાસ્ત્ર એમ માને છે કે કેટલાક જીવો ભવ્ય છે અને કેટલાક અભવ્ય છે. જ્યારે બીજાઓ એમ માને છે કે સર્વે જીવો મોક્ષે જવાના છે. બીજો પક્ષ જેઓ માને છે, તેમની એ માન્યતા કેવી મિથ્યા છે તે જુઓ. તેઓ એમ કહે છે, કે સઘળા જીવો મોક્ષે જવાના છે; પણ તરતજ બીજી વાત રજુ કરે છે કે મનુષ્ય શરીરમાંના જીવ સિવાય બીજા જીવો મોક્ષે જઈ શકવાના નથી ! જો તેમની એ માન્યતા છે કે “મનુષ્ય સિવાય બીજો મોક્ષે જઈ ન શકે,” તો સહેજે સાબિત થાય છે કે તેમનો “સઘળા જીવો મોક્ષે જવાના છે” એ પૂર્વપક્ષ ખોટો છે અને તેથી તેઓ સીધી રીતે જ જાઠા છે. મનુષ્યની પરાધિનતા.
સર્વ જીવોને મોક્ષ માનો. પણ વળી મનુષ્યજીવ સિવાય બીજા જીવને મોક્ષ નહિ એ બે પરસ્પર વિરોધી વસ્તુ બને શી રીતે ? મનુષ્યનું જીવન તો હંમેશાં પરાવલંબી છે. પૃથ્વી ! પૃથ્વી, એ મનુષ્ય વગર જીવી શકે છે. મનુષ્ય હોય તો જ પૃથ્વીકાય-અપકાય જીવો જીવી શકે, અને નહિ તો મરી જાય એમ નથી. તેઉકાય-વાયુકાયને માટે પણ તેમજ મનુષ્ય ન હોય તો તેઉકાય અને વાયુકાયના જીવો પણ મરી જાય એમ નથી. આ બધા ઉપરથી એક વાત સાબીત થાય છે કે મનુષ્યની હૈયાતીનો સંબંધ બીજા જીવો સાથે છે. મનુષ્ય જરા વિચાર કરે કે, હું જગતમાં નહિ હોઉં તો નુકશાન કોને? તારા (મનુષ્યના) નહિ હોવાથી કોઈની પણ જીદગીનું નુકશાન નથી. પૃથ્વી, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિ, બે, ત્રણ, કે ચાર ઈદ્રિયોવાળા પ્રાણીઓમાં કોઇને પણ મનુષ્ય ન હોય તો કોઇપણ જાતનું નુકસાન નથી. ત્યારે મનુષ્યનું જીવન કઈ દશાનું? જો આધારરૂપ પૃથ્વી ન મળે તો મનુષ્ય ગબડી પડે ! પાણી ન મળે તો મનુષ્ય મરી જાય ! તે જ અગ્નિ ન હોય તો મનુષ્ય આંધળો બને ! વનસ્પતિ ન હોય તો મનુષ્ય ભૂખે મરે ! હવે વિચાર કરો કે મનુષ્યનું જીવન કેટલું બધું પરાધિન છે ! આજના જમાનામાં પોકળ સ્વતંત્રતાવાદી ઘણા મળશે, પણ કોઈ એવો સ્વતંત્રતાવાદી નીકળ્યો છે કે જેણે એમ કહ્યું હોય કે મારે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કોઈને આધીન રહેવું નથી, હું એ બધા વિના ચલાવી લઈશ! આજે તો ઉત્તમ ચીજની આધીનતામાં રહેવું નથી પણ અધમ ચીજની ગુલામગીરી કાલાવાલાપૂર્વક કબુલ રાખવામાં આવે છે ! અગ્નિ