________________
૪૫૨
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩ ભવ્યત્વ નહિ તો મોક્ષ પણ નહિ જ?
બીજા દાર્શનિકો કહેતા હતા કે મોક્ષને પામવા માટે દેવોને માનવા, તેમની સેવા પૂજા કરવી, જ્ઞાન, મેળવવું અને વૃત વગેરે કરવા જોઈએ. આ સઘળી ક્રિયાઓ શા માટે કરવાની છે? જવાબ એ છે કે મોક્ષને પામવા માટે. પણ તે પહેલાં ભવ્ય જીવને જ મોક્ષ મળે છે-ભવ્ય જીવ એકલો જ મોક્ષનો અધિકારી છે, તે વાત નક્કી થવાની જરૂર છે. એ નક્કી થવું જ જોઈએ કે ભવ્ય જીવને જ મોક્ષ મળે છે, બીજાને નહિ, જે જીવ ભવ્ય નથી, તેને મોક્ષ પણ નથી જ ! જ્ઞાન મેળવવું, સર્વ વિરતિપદ ગ્રહણ કરવું; તપસ્યા, તપ, જપ, કરવા વિનય વૈયાવચ્ચ વગેરે આદરપૂર્વક સેવવાં એ સઘળાનું ફળ મોક્ષપણું છે. પણ તે સઘળાને પાળવા છતાં એ, તે સઘળાનું ફળ મોક્ષપણું તે મળે ક્યારે ? જીવમાં ભવ્યપણું હોય તો જ! નહિ તો નહિ જ !! જ્ઞાન, જપ, તપ, વિનય, સર્વ વિરતિ એ સઘળી ચીજો એવી નથી કે જે આત્માને સ્વતંત્ર રીતે જ મોક્ષ આપી શકે. કોઈ એમ શંકા કરશે કે ભવ્યપણું જેમ મોક્ષ મેળવવામાં કારણભૂત છે, તે જ રીતે જ્ઞાન વગેરે પણ મોક્ષ મેળવવામાં કારણભૂત છે; તો પછી તે ચીજ-જેવાં કે જ્ઞાન તપ વગેરે પણ-શા માટે મોક્ષ આપનારા છે, એમ ન ગણવું જોઈએ ? આ પ્રશ્નનો ઉત્તર જરૂર સમજવા જેવો છે. અંકુરનું મુખ્ય કારણ કોણ? “બીજ.”
એક ઉદાહરણ-દષ્ટાંત-દાખલો લ્યો. ખેડૂત જમીનમાં બીજ નાંખે છે, બીજમાંથી અંકુરો થાય છે. એ અંકુર ઉગવામાં કારણભૂત વસ્તુઓ કઈ કઈ છે ? બીજ, માટી, હવા એ સઘળી વસ્તુઓ કારણભૂત છે. પણ એ કારણોની સહાય વડે જે અંકુર ઊગે છે. તે અંકુરને આપણે માટીઅંકુર, જલઅંકુર, હવાઅંકુર કહેતા નથી; ઉગી શકે જ નહિ. તે ઊગાડવામાં બીજ માટી, પાણી, હવા એ સઘળા કારણભૂત છે. પણ મુખ્ય કારણ શું છે? બીજ છે ! બીજ પોતે જ અંકુરસ્વરૂપ છે અને તે અનુકૂળ કારણો મળતાં પોતાની મેળે જ અંકુર રૂપ બને છે. માટે જ અંકુરનું મુખ્ય કારણ તે બીજ છે અને માટી પાણી હવા એ બધાં સહકારી કારણો છે અથવા ઉપકારણો છે. મોક્ષનું બીજ તે જ “ભવ્યત્વ.”
એ જ ઉદાહરણ અહીં પણ આબાદ રીતે લાગુ પડે છે. ત્યાં જેમ બીજ મુખ્ય છે, તેમ અહીં મોક્ષ માટેનું બીજ તે જ ભવ્યપણું મુખ્ય છે; અને ત્યાં જેમ માટી, પાણી, હવા ઈત્યાદિ છે, તેમ અહીં જ્ઞાન, ચારિત્ર, તપસ્યા, તપ, વિનય આદિ છે. એટલે આ સઘળા મોક્ષ મેળવી આપનારા મદદનીશ કારણો અથવા સહકારી કારણો છે. મોક્ષ મેળવવા માટેનું મુખ્ય કારણ તો જીવનું ભવ્યપણું જ છે. ભવ્યપણારૂપી બીજ હોય; તો જ જ્ઞાન, ચારિત્ર, તપસ્યા, તપ આદિની સહાયતાથી તેનું ફળ મોક્ષ એ મળી શકે છે. જો બીજ ન હોય તો માટી, પાણી, હવા વગેરે મળ્યા છતાં અંકુરો ઉગતો નથી, તે જ પ્રમાણે જો ભવ્યપણું ન હોય એવા આત્માએ નવ પૂર્વજ્ઞાન લીધું હોય, પ્રતિમાઓ વહન કરી હોય, શુકલ લેશ્યાના પરિણામવાળું અખંડ ચારિત્ર પાળ્યું હોય તો પણ તેને મોક્ષ મળી શકતો નથી એ સિદ્ધ છે, કારણ કે મોક્ષનું મુખ્ય કારણ ભવ્યપણું છે. તપસ્યામાં બે ચાર છ મહિના ગાળે, મહિનાના મહિના તપ કરે, વિનય વૈયાવચ્ચ કરે, બધું કરે; પણ જ્યાં ભવ્યત્વરૂપી બીજ નથી, ત્યાં તે બીજનું ફળ મોક્ષ