________________
(
શ્રી સિદ્ધચક્ર. આ
4
(પાક્ષિક)
- -::: ઉદેશ : - વાર્ષિક લવાજમ રૂ. ૨-૦૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે :
दुष्कर्मसानुभिद्वनं सर्वसंपत्तिसाधकं ।
आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.”:
પ્રથમ વર્ષ અંક ૨૦ મો
મુંબઈ, તા. ૨૨-૭-૩૩, શનિવાર.
અષાઢ વદ ૦))
વિીર સંવત્ ૨૪૫૯ વિક્રમ , ૧૯૮૯
ચાતુર્માસ અને આપણી ફરજ ! ! !
રાજસત્તાનું પોતાનું બળ ચાલે છે, તે જેટલું તેની શક્તિને અવલંબીને હોય છે; તેટલું જ તેના વિશાળ પ્રોપેગેન્ડાને પણ આભારી છે. એક સામાન્ય ગામડામાં રહેતા ગામડીયાને પણ એ શક્તિની પ્રચંડતાનો ખ્યાલ હોય છે અને તે સામાન્ય ગામડીયો પણ એ રાજસત્તાના ધુરંધરો હજારો કે લાખો ગાઉ દૂર હોવા છતાં, તેમને નમે છે. એ સઘળું થવામાં એકજ વસ્તુ કારણભૂત છે અને તે વસ્તુ તે એ છે કે એ રાજસત્તાના ધુરંધરોનું પોતાની સત્તાને ગૌરવશીલ રાખવા માટેનું એક ધારું કાર્ય. રાજસત્તાની ગૌરવશીલતા પોષવાની પાછળ લેવાતો પરિશ્રમ આમ અનન્ય હોય છે. એ પરિશ્રમ કરતાં ધર્મસત્તાના ગૌરવને અખંડિત રાખવા માટે લેવાનારો પરિશ્રમ પણ ઓછો ન હોવો જોઇએ-ઓછો ન હોઈ શકે.
રાજસત્તાને અને ધર્મસત્તાને જ્યારે ન્યાયના અખંડ અને અભંગ ત્રાજવામાં નાંખીને તોળીએ છીએ, ત્યારે હંમેશાં ધર્મસત્તાનું ત્રાજવું નમી જાય છે. તેના ગૌરવ તરફ સહૃદય આપણા નયનો ખેંચાય છે અને એ ગૌરવને આપણું હૈયું ભાવભીની આંખે નમી પડે છે. એક તરફ અમુક એક સંસ્થા કે મંડળનો સ્વાર્થ છે, બીજી તરફ સ્વાર્થ તદન પ્રજાળી નાંખવામાં આવ્યો છે. એક તરફ પોતાના વચનો મનાવવા પહેલી સૂચના, પછી આગ્રહ, પછી આજ્ઞા અને પછી દંડ યોજાય છે, બીજી તરફ સનાતન સત્યો, તે