________________
વિષયાનુક્રમ ચાતુર્માસ અને આપણી ફરજ ............ પાનું-૪૪૯ આગમોદ્ધારકની અમોઘ દેશના ........ પાનું-૪૫૧ સાગર સમાધાન................................ પાનું-૪૬૦ સુધા સાગર...................................... પાનું-૪૬૮
સાધુસંસ્થા ગુણ પ્રશંસા
(સવૈયા) જૈનધર્મની જીવન પ્રભાને કોણે જગભર વિસ્તારી ? કોણે મોક્ષતણાં અમૃતને દીધાં પૃથ્વીતલમાં ધારી ? કોણે ત્યાગ તણી પ્રતિમાને નિજ જીવતરમાં ધારી છે ?
કોણે આ પૃથ્વીને નિજના તપતે જે શણગારી છે. ધન્ય ! ધન્ય ! એ સાધુસંઘને વંદન આ જગ સદા કરે, ભિષણ અહા ! આ ભવસાગરને તે જીવ તરીને મોક્ષ વરે. હિંસાના હામગીરીને ભેદી સત્યધર્મને પ્રકટાવ્યો ? સ્યાદવાદ સુરતરૂના કણને દિવ્ય ભૂમિપથમાં વાવ્યો ? ન્યાય નીતિની ભવ્ય ધ્વજાને કોણે નિજકરમાં ધારી ? કોણે ધર્મતણી રક્ષાને કરી સદા જીવથી પ્યારી ? ધન્ય ! ધન્ય ! એ સાધુસંઘને વંદન આ જગ સદા કરે, ભિષણ અહા ! આ ભવસાગરને તે જીવ તરીને મોક્ષ વરે.
આ અમૃતફળને દેનારા સંઘતણો જે દ્વેષ કરે, કોણ હશે એવો પામર જે સુધા દેખીને ડર્યા કરે ? જે જન આ મધુરસ દેનારા વૃક્ષણો પણ નાશ ચહે,
તે નિજ કાયાના પરિશ્રમને વિશ્વસકલમાં વ્યર્થ વહે ધન્ય ! ધન્ય ! એ સાધુસંઘને વંદન આ જગ સદા કરે, ભિષણ અહા ! આ ભવસાગરને તે જીવ તરીને મોક્ષ વરે.