________________
પ્રભુ માર્ગના પૂજારીઓ ! ! !
પ્રભુ માર્ગના પૂજારીઓ સત્યના ભોગે શાંતિને ઈચ્છતા જ નથી ! ! પ્રભુ માર્ગના પૂજારીઓ શાંતિના ભોગે પણ સત્યની સેવનમાં સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર છે ! ! !
પ્રભુ માર્ગના પૂજારીઓની હરકોઈ પ્રવૃતિ આગમ-વિરૂદ્ધ ન જ હોય ! ! !
પ્રભુ માર્ગના પૂજારીઓ આગમને અવલંબીને જ શાસનનો અભ્યુદય ઈચ્છે છે ! !!
પ્રભુ માર્ગના પૂજારીઓ પરમાર્હત્ કુમારપાળની કાર્યદક્ષતા, વસ્તુપાળના વર્તનની વિશિષ્ટતા અને
પરમવિદુષી મયણા સુંદરીની ધૈર્યતાનું અનુકરણ કરવાને આજે ખડે પગે
તૈયાર છે ! ! !
પ્રભુ માર્ગના પૂજારીઓ પ્રભુ માર્ગ પોષક હોય પણ શોષક તો ન જ હોય.
પ્રભુ માર્ગના પૂજારીઓએ આગમ અનુસાર સેવના કરનાર સેંકડોની સુવર્ણાક્ષરે નોંધ લીધી છે.
ચંદ્રસા૦