SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ શ્રી સિદ્ધચક્ર તા. ૭-૭-૩૭. ગુરૂના ઉપદેશથી થાય છે. સ્વાભાવિક સમ્યકત્વ તે અનાદિકાળથી જીવને સંસાર સમુદ્રમાં રખાય રખડ્યા નદી-ધોલના ન્યાયે એવા શુદ્ધ પરિણામે જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરે તે સ્વાભાવિક સમ્યકત્વ કહીએ. જ્યારે ગુરૂના ઉપદેશથી સંસારની ભયંકરતા જાણે ને મોક્ષમાર્ગનું ધ્યેય જીનેશ્વર ભગવાને કહેલા તત્વોમાં શ્રદ્ધા થાય જે પ્રાયે બહુલ જીવોને આ બીજા પ્રકારથી સમ્યકત્વ થાય છે, તેથી જ જ્ઞાની ગુરુનો ઉપદેશ શ્રવણ એ ભવી આત્માને પરમ હિતકારી છે. એટલે જ્યાં જ્યાં જીનેશ્વર ભગવાનની સ્યાદાવાદ ભવવિલાસીની વાણી સાંભળવાનો પ્રસંગ મળે ત્યાં ત્યાં સંસારથી ઉગરવાને ઇચ્છતો આત્મા પ્રસાદ છોડીને તૈયાર જ હોય. આ સમ્યકત્વનો મહિમા “પૃથ્વીતલમાં કોણ ગાઈ શકે? કે જેના વિના અતિ દુષ્કરમાં દુષ્કરજાનને ચારિત્ર એ અલ્પફળવાળા બની જાય છે. - દુર્ભેદ એવી જે અનાદિકાલની ગ્રી તેનો ભેદ કરવાથી આત્માને સમ્યગુદર્શન પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ઉત્તરોત્તર શ્રાદ્ધત્વને શ્રમણત્વ પ્રાપ્ત કરી શપક શ્રેણીએ આરૂઢ થઈ કેવળજ્ઞાન પામી ઉત્તમોત્તમ પૂર્વે વર્ણવેલ એવા મોક્ષપદને પામે છે. આ પ્રમાણે સૂરીશ્વરની દેશના સાંભળ્યા બાદ ગુણસેન રાજા હાથ જોડી કહેવા લાગ્યો કે =હે ભગવાન હું ભાગ્યશાળી છું. આપની અમૃતમય દેશના સાંભળી મારા કર્મ ખરેખર પવિત્ર થયા છે કૃપા કરીને મને “સમ્યક્ત્વ મૂલ બાર વ્રત.” આપે, તે સાંભળી ગુરુદેવે પણ વિધિ સહિત તેને વ્રત ઉચ્ચરાવ્યા. ત્યારબાદ રાજા સૂરીવને નમસ્કાર કરી પોતાના પરિવાર સહિત નગરની અંદર પ્રવેશ કરી. ભોજન ઇત્યાદિક ક્રિયા કરી. ફરી પાછા સંધ્યાકાલે (સાંજના વખતે) પણ મુનિવર પાસે જઈ ઉપદેશ સાંભળવા લાગ્યો એ પ્રમાણે દરરોજ બેય વખત ઉપદેશ રસાયન સાંભળતા આ પ્રમાણે તે રાજાના ત્રીસ દિવસ શ્રાવકપણામાં નિશ્ચલ રીતે નિર્ગમન થયા. ગુસેન રાજને થયેલ વૈરાગ્ય માસકલ્પ પૂરો થયે છતે સૂરીશ્વર. તે નગરથી વિહાર કરી ગયા. હવે આ બાજુ મુનિવરને ગયે કેટલા દિવસ થયે છતે એક ધિસ રાજા પોતાના પ્રાસાદ ઉપર બેઠેલ છે તે વખતે શો બનાવ બન્યો કે જેના પ્રતાપે રાજાને વૈરાગ્ય થાય છે. તે જણાવતાં ચરિત્રકાર શ્રીમદ પ્રદ્યુમ્ન સૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે हाहाकाररवा पूर्ण, परिदेवितगभिंतम्॥ डामरं डिंडिमध्वानं शुश्राव श्रुतिदुःश्रवम् ॥३१४॥ અર્થ દિગ્યાત્રા કરવામાં નિત્ય ઉદ્યત એવો યમરાજની જીવલોક શત્રુ પ્રત્યે જાણે પ્રયાણના ઢક્કાજ ન હોય તેવી ને ભવરૂપ જે રાક્ષસનો અટ્ટહાસ ન હોય તેવી રીતે હાહાકાર અવાજથી ભરપુર કાનને ન સંભળાય તેવો ભયંકર અવાજ સાંભળ્યો. રાજાએ તે જ ક્ષણે ચાર પુરૂષે ઉપાડેલ પોતાના કિંડિશને સ્વજનોથી રોવાતા એવા એક શબ (મડ) જોયું આ જોતાંની સાથે રાજા સંસારની અનિત્ય ભાવનામાં આરૂઢ થય ગુણસેન રાજા આ સંસારને ઈન્દ્રજાલ સરખો માનતો વિચાર કરે છે કે
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy