________________
૪૨૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩ ••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડ અભ્યાસી
આગમોદ્ધારક-આચાર્ય દેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રકારોએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- પૂ. મુનિવર્ય શ્રી ચંદ્રસાગરજી મહારાજ. પ્રશ્ન ૪૧૩- પુરૂષાર્થ માત્ર સેવનીય ખરો કે નહિ ? સમાધાન- નહિં, કારણ કે ઈચ્છા માત્ર સેવન કરવી, વા ઇચ્છાને આધીન થવું જ જોઈએ એવો
સિદ્ધાંત કોઈ પણ માતાનુયાયી સ્વીકારી શકતો નથી. અર્થાત્ વર્ગીકરણ કરેલ વસ્તુઓ વિલાનરૂપ નથી. જેમ કષાયની અપેક્ષાએ વગીકરણમાં ચાર પ્રકારના જીવો. જગતમાં
સર કાયસળા જીવો છે. વિગેરે પ્રશ્ન ૪૧૪- પુરૂષાર્થ પૈકી બેને સેવવાં અને બેને તજવાં અર્થાત્ મનગમતાં લેવાં અને અણગમતાંને
ધકેલવાં એ શું તમારો સિદ્ધાંત છે? સૂમાધા- ના, દરેક દરેક પુરૂષાર્થમાં કેટલો લાભ કેટલી હાનિ છે તે વિવેક પુરસ્સર તપાસવા.
બુદ્ધિપૂર્વક વિચારશો તો માલમ પડશે કે બેને સેવવાં તે ઇષ્ટ છે અને બેનાં તો સ્વપ્નાં
પણ ન સેવવાં તેજ હિતાવહ છે. પ્રશ્ન ૪૧૫- ચારમાં સેવવાં લાયક કયાં ? સમાધાન- ધર્મ અને મોક્ષ. પ્રશ્ન ૪૧૬- એ ચારે પુરૂષાર્થનું વાસ્તવિક સ્વરૂપ શું ? | સમાધાન- બાહ્યસુખના સાધન તેનું નામ અર્થ, બાહ્ય સુખનો ભોગવટો તેનું નામ કામ,
વાસ્તવિક સુખનાં સાધન તેનું નામ ધર્મ, અને વાસ્તવિક સુખનો ભોગવટો તેનું નામ-મોક્ષ. ઉપરના ચારે વર્ગને અનુસરતી ઇચ્છા તેનું નામ પુરુષાર્થ જેમકે અર્થ
પુરુષાર્થ વિગેરે. પ્રશ્ન ૪૧૭- નહિ સેવવાલાયકનાં સ્વપ્નાં પણ સેવવાં નહિ” એ જે તમે વારંવાર કહો છો તો શું
તે સંબંધીના સ્વપ્ન સેવવામાં અને ઇચ્છા કરવામાં પણ કર્મબંધ થાય છે? સમાધાન- હા, નહિ સેવવા લાયક એવા અર્થ અને કામ એ પુરૂષાર્થ એવાં છે કે સાધન અને સાધન
દ્વારાએ થતો ઉપભોગ બાજુએ રાખીએ તોપણ સાધન મેળવવાની ઈચ્છા પણ એવી જબરદસ્તી છે કે આત્માને ડુબાડનાર છે. જેને માટે બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વભવની ચર્યાનું